ટ્રાયલ બાદ પટના-રાંચી વંદે ભારત એક્સપ્રેસનો મળશે ભેટ

    0
    152

    પટના-રાંચી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન

    ટૂંક સમયમાં મળશે પટના-રાંચી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ

    વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પટના-રાંચી વચ્ચે ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું.બિહાર અને ઝારખંડના લોકોની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. લાંબા સમયથી વંદે ભારત એક્સપ્રેસની ભેટની રાહ જોઈ રહેલા બિહાર-ઝારખંડના મુસાફરોને ટૂંક સમયમાં તેની ભેટ મળશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની પટના-રાંચી વચ્ચે ટ્રાયલ રનકરવામાં આવ્યું. જે બાદ ટ્રેન મુસાફરો માટે શરૂ કરવામાં આવશે. 12 જૂને વંદે ભારત ટ્રેન પટનાથી રાંચી માટે રવાના થઈ હતી. પટના-રાંચી વચ્ચે દોડતી સેમી-હાઈ સ્પીડ ટ્રેન સવારે 6.55 વાગ્યે પટના જંકશનથી નીકળી હતી. ટ્રેન બપોરે 1 વાગે રાંચી પહોંચી હતી. આ ટ્રેન પટના અને રાંચી વચ્ચે છ સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેન જહાનબાગ, ગયા, કોડરમા, બરકાકાના, હજારીબાગ, મેસરા થઈને રાંચી પહોંચી હતી

    ક્યારે શરૂ થશે ટ્રેન જોણો

    પટનાથી રાંચી વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. ટ્રેન પટના જંક્શનથી સવારે 6.55 વાગ્યે રવાના થઈ છે.આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ થોડો સમય રાહ જોવી પડશે. ટ્રાયલ રન સફળ થયા બાદ તેને સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ટ્રાયલ રન પછી, પટના-રાંચી વંદે ભારત ટ્રેનને આ મહિનામાં ફ્લેગ ઓફ કરવામાં આવશે, જોકે તેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. ટ્રાયલ રન દરમિયાન રેગ્યુલર ઓપરેશન્સ પહેલા સેફ્ટી ચેક, લોકો પાઇલટ્સને ખાસ ટ્રેનિંગ જેવી બાબતો નક્કી કરવામાં આવી રહી છે. આ ટ્રાયલ રન દરમિયાન ટ્રેનને હાઈ સ્પીડથી ચલાવવામાં આવશે. રેલવેએ લોકોને રેલવે ટ્રેકથી યોગ્ય અંતર જાળવવા અપીલ કરી છે. સાથે જ પશુઓને રેલ્વે ટ્રેકથી દૂર રાખવા અપીલ કરવામાં આવી છે.

    વાંચો અહી પ્રિયંકા ગાંધીએ કર્યાં ભાજપ પર પ્રહાર