PATANJALI : ભ્રામક જાહેરાતના કેસમાં પતંજલિ આયુર્વેદને સુપ્રીમની કડક ફટકાર

0
170
PATANJALI
PATANJALI

PATANJALI :  સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતના કેસમાં પતંજલિ આયુર્વેદ અને તેના એમડી આચાર્ય બાલકૃષ્ણને તિરસ્કારની નોટિસ ફટકારી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું કે કોર્ટના આદેશ બાદ પણ તમે (પતંજલિ) આ જાહેરાત બતાવવાની હિંમત કરી. અમારે હવે કડક પગલા લેવા પડશે.

PATANJALI

PATANJALI : સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદ સામે કડક વલણ અપનાવ્યું છે. મંગળવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમણે કહ્યું કે આદેશ છતાં પણ જાહેરાતો આપવી એ બિલકુલ યોગ્ય નથી. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા ખુદ અખબાર લઈને કોર્ટમાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે તમારામાં કોર્ટના આદેશ બાદ પણ આ જાહેરાત આપવાની હિંમત કેવી રીતે થઈ? હવે અમે એક ખૂબ જ કડક આદેશ આપવા જઈ રહ્યા છીએ. અમારે આ એટલા માટે કરવું પડી રહ્યું છે કારણ કે, તમે કોર્ટને ઉશ્કેરી રહ્યા છો. કોર્ટે સુનાવણી દરમિયાન પૂછ્યું કે તમે કેવી રીતે કહી શકો કે તમે બીમારી દૂર કરી દેશો? અમારી ચેતવણીઓ છતાં તમે કહો છો કે અમારી પ્રોડક્ટ્સ કેમિકલ આધારિત દવાઓ કરતાં વધુ સારી છે?

PATANJALI

PATANJALI  : કોર્ટની અવમાનનાનો કેસ કેમ દાખલ કરવામાં ના આવે : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રકારની જાહેરાતો દ્વારા સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકાર આંખો બંધ કરીને બેઠી છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટે કહ્યું કે સરકારે તાત્કાલિક કેટલાક પગલાં લેવા પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદના ડાયરેક્ટરને કારણ બતાવો નોટિસ ફટકારી છે અને પૂછ્યું છે કે તેમની સામે કોર્ટની અવમાનનાનો કેસ કેમ દાખલ કરવામાં ના આવે.

PATANJALI

PATANJALI  : સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે અમે બે લોકોને પક્ષકાર બનાવીશું. જેમના ફોટા જાહેરાતમાં છે. તેમને નોટિસ પાઠવશે. તેઓએ વ્યક્તિગત રીતે પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. કોર્ટે કહ્યું કે અમે જાણવા નથી માંગતા કે તેઓ કોણ છે? અમે પક્ષકાર બનાવીશુ. કેન્દ્ર સરકારે કહ્યું કે અમે કોઈપણ પ્રકારની ભ્રામક જાહેરાતને સહન નહી કરીએ, પછી ભલે તે કોઈ પણ હોય.

PATANJALI

PATANJALI  : સુપ્રીમ કોર્ટે આ મામલે ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે વિવિધ રોગોના ઈલાજનો દાવો કરતી પતંજલિની મેડિકલ પ્રોડક્ટ્સની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે કે તેણે શું કાર્યવાહી કરી છે. 

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.