ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી ગયો, મજૂરો ફસાયા હોવાની આશંકા

0
225
Part of tunnel under construction in Uttarkashi broken
Part of tunnel under construction in Uttarkashi broken

ઉત્તરાખંડના ઉત્તરકાશીના (Uttarkashi of Uttarakhand) સિલ્ક્યારામાં એક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી ગયો. આ અકસ્માતમાં 40 મજૂરો ફસાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ અકસ્માત મોડી રાત્રે થયો હતો. આ ટનલ ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર આવેલી હતી. વહીવટી તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

લગભગ 150 મીટરનો ભાગ તૂટયો

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત સવારે લગભગ 4 વાગ્યે સિલ્ક્યારા તરફ ત્યારે થયો જ્યારે સાડા ચાર કિલોમીટર લાંબી નિર્માણાધીન ટનલનો લગભગ 150 મીટરનો ભાગ તૂટી પડ્યો. ઘટનાની માહિતી મળતાં જ ઉત્તરકાશી (Uttarkashi) ના પોલીસ અધિક્ષક અર્પણ યદુવંશી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરીનો હવાલો સંભાળ્યો હતો.

ઓલ વેધર રોડ સ્કીમ હેઠળ બાંધકામ થઈ રહ્યું હતું

પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ફાયર બ્રિગેડ, ઈમરજન્સી 108 અને નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL) ના કર્મચારીઓ, જે ટનલનું નિર્માણ કરી રહી છે, તે પણ સ્થળ પર ટનલ ખોલવામાં વ્યસ્ત છે. ચાર ધામ રોડ પ્રોજેક્ટ હેઠળ આ ઓલ-વેધર ટનલના નિર્માણથી ઉત્તરકાશીથી યમુનોત્રી (Uttarkashi to Yamnotri) ધામ સુધીની મુસાફરીમાં 26 કિલોમીટરનો ઘટાડો થશે.

ઉત્તરકાશીના પોલીસ અધિક્ષક (SP) અર્પણ યદુવંશીએ જણાવ્યું હતું કે પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના કર્મચારીઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

#TunnelCollapsed, #Uttarkashi, #Uttarakhand,