Parshottam Rupala : ભાજપ ઉમેદવાર રૂપાલાની વધી શકે છે મુશ્કેલી, હવે દલિત સમાજ થયો નારાજ  

0
135
Parshottam Rupala
Parshottam Rupala

Parshottam Rupala : રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રુપાલાની મુશ્કેલી સતત વધી રહી છે. રાજપૂત સમાજને લઈ કરેલા નિવેદનના કારણે સમગ્ર ગુજરાતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. શુક્રવારે ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. જેમાં પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજની બે હાથ જોડી માફી માંગી હતી તેમ છતા વિવાદ યથાવત છે.  

Parshottam Rupala

Parshottam Rupala :  ક્ષત્રિય સમાજ બાદ વધુ એક સમાજ નારાજ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રુપાલા સામે અનુસૂચિત જાતિ સમાજના અપમાનનો આરોપ લાગ્યો છે.  ગોંડલમાં યોજાયેલા કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું જેના કારણે અનુસૂચિત જાતિના સમાજની લાગણી દુભાઈ હોવાના અહેવાલ છે.  પરશોત્તમ રુપાલા સામે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માંગ કરવામાં આવી છે. 

Parshottam Rupala :  વંથલીના સામાજિક કાર્યકર દ્વારા ફરિયાદ નોંધવા માંગ

Parshottam Rupala

Parshottam Rupala :  પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી છે.  ગોંડલ ખાતેના શુક્રવારે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન અનુસૂચિત જાતિના સમાજની લાગણી દુભાઈ તેવા શબ્દો  ઉચ્ચાર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  વંથલીના સામાજિક કાર્યકર દ્વારા પરશોત્તમ રુપાલા વિરુદ્ધમાં આ ફરિયાદ નોંધવા માંગ કરી છે.  

Parshottam Rupala

Parshottam Rupala :  રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલા વિરુદ્ધ વાણવી અજયકુમાર નાનજીભાઈ દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે, ગોંડલ ખાતેના કાર્યક્રમમાં દલિત સમાજની લાગણી દુભાઈ તેવા શબ્દો ઉચ્ચારેલ જેના વિરુદ્ધમાં એટ્રોસીટી એક્ટ મુજબ ફરીયાદ દાખલ કરવા બાબત. આ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે,  પરશોત્તમ રુપાલા દ્વારા તેમના વક્તવ્ય દરમિયાન જે તે કાર્યક્રમ તેમના કોઈ કામનો નહોતો અમે તો એમ જ પહોંચી ગયા હતા, તેવુ નિવેદન આપવામાં આવ્યું છે જેના કારણે અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાઈ છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.