સંસદનું પ્રદર્શન સૌથી વધુ નિરાશા જનક- રિપોર્ટ

0
33

લોકસભા અને રાજ્યસભાના આ વખતના બજેટસત્ર દરમિયાન થયેલી કામગીરીની વિગતો જાહેર કરવામાં આવી છે. જે મુજબ લોકસભાની કાર્યવાહી ૧૩૩ કલાકમાંથી માત્ર ૪૫ કલાક જ ચાલી શકી હતી જ્યારે તેવી જ રીતે રાજ્યસભાની કાર્યવાહી પણ ૧૩૦ કલાકોમાંથી માત્ર ૩૧ કલાક સુધી જ ચાલી હતી. ગુરુવારે આગામી સત્ર કે બેઠક સુધી સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષના બજેટસત્રમાં આ વખતનું બજેટસત્ર કામગીરીની દ્રષ્ટીએ સાવ નિરાશાજનક રહ્યું હતું અને પાંચ વર્ષમાં સૌથી ઓછા કલાક કામગીરી થઇ શકી હતી.