PARLIAMENT SPEAKER : લોકસભામાં સ્પીકર પદને લઈને જંગ !  જાણો શું ચાલી રહી છે રાજનીતિ ?  

0
147
PARLIAMENT SPEAKER
PARLIAMENT SPEAKER

PARLIAMENT SPEAKER : 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે સાંસદોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. સંસદ સત્રનો આજે બીજો દિવસ છે.  આજે એનડીએ તેના લોકસભા સ્પીકર ઉમેદવારના નામની જાહેરાત કરી  દીધી છે. NDA તરફથી ઓમ બિરલાને લોકસભાના સ્પીકરના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જયારે વિપક્ષ તરફથી  સુરેશને ઉમેદવાર બનાવામાં આવ્યા છે.

PARLIAMENT SPEAKER

લોકસભા અધ્યક્ષ પદ માટે આવતીકાલે એટલે કે 26 જૂને સવારે 11 વાગ્યે મતદાન થશે. એનડીએ તરફથી ઓમ બિરલા અને વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ કે. સુરેશ ઉમેદવાર બનાવામાં આવ્યા છે.  

PARLIAMENT SPEAKER

PARLIAMENT SPEAKER :  શું કહ્યું પીયુષ ગોયલે ?

વિપક્ષી ગઠબંધન તરફથી. સુરેશને લોકસભા સ્પીકર પદના ઉમેદવાર બનાવવા પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, ‘તેઓએ કહ્યું કે પહેલા ડેપ્યુટી સ્પીકર માટે નામ નક્કી કરો, પછી અમે સ્પીકર ઉમેદવારને સમર્થન આપીશું. અમે આવી રાજનીતિની નિંદા કરીએ છીએ. સ્પીકર સર્વસંમતિથી ચૂંટાય તે માટે સારી પરંપરા રહી છે. સ્પીકર કોઈ પક્ષ કે વિપક્ષના નથી, તેઓ સમગ્ર ગૃહના છે. એ જ રીતે, ડેપ્યુટી સ્પીકર પણ કોઈ પક્ષ અથવા જૂથ સાથે સંબંધિત નથી, તે સમગ્ર ગૃહના છે અને તેથી ગૃહની સંમતિ હોવી જોઈએ. માત્ર કોઈ ચોક્કસ વ્યક્તિ કે પક્ષ નાયબ અધ્યક્ષ હોવો જોઈએ તેવી શરતો લોકસભાની કોઈપણ પરંપરામાં બંધબેસતી નથી.

PARLIAMENT SPEAKER :  શું કહ્યું રાહુલ ગાંધીએ ?

રાહુલ ગાંધીએ કહ્યું, ‘આજે અખબારમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે વિપક્ષોએ સરકારને રચનાત્મક રીતે સહયોગ કરવો જોઈએ. રાજનાથ સિંહે મલ્લિકાર્જુન ખડગેને ફોન કરીને સ્પીકરને સમર્થન આપવા કહ્યું. આખો વિપક્ષ કહે છે કે અમે સ્પીકરને સમર્થન આપીશું પરંતુ પરંપરા એવી છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષ પાસે જવું જોઈએ. રાજનાથ સિંહે કહ્યું કે તેઓ મલ્લિકાર્જુન ખડગે સાથે ફરી વાત કરશે પરંતુ તેમણે હજુ સુધી તેમ કર્યું નથી. પીએમ મોદી વિપક્ષ પાસેથી સહયોગ માંગી રહ્યા છે પરંતુ અમારા નેતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

PARLIAMENT SPEAKER :  લોકસભામાં નંબર ગેમ શું છે?

PARLIAMENT SPEAKER

PARLIAMENT SPEAKER : લોકસભાની નંબર ગેમની વાત કરીએ તો 2014 અને 2019ની સરખામણીમાં આ વખતે ચિત્ર અલગ છે. એનડીએની આગેવાની કરી રહેલ ભાજપ 240 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ છે. લોકસભામાં એનડીએનું સંખ્યાબળ 293 છે. જ્યારે વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસે 99 બેઠકો જીતી હતી, પરંતુ રાહુલ ગાંધી બે બેઠકો પરથી જીત્યા હતા, તેથી સાંસદોની સંખ્યા 98 હતી. રાહુલે વાયનાડ સીટ છોડી દીધી છે. આવી સ્થિતિમાં પાર્ટીની સીટો હવે 98 થઈ ગઈ છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા બ્લોકમાં 233 સાંસદો છે. સાત અપક્ષ સહિત અન્ય 16 લોકો પણ ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો