Parliament Attack: શું છે સ્મોક ક્રેકર ? જેને લઇ આજે સંસદમાં આજે ૨ શખ્સ ઘુસી આવ્યા

0
279
#ParliamentAttack
#ParliamentAttack

Parliament Attack: લોકસભામાં સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે,  જેમાં ૨  વ્યક્તિ સ્મોક ક્રેકર  સાથે સંસદમાં ઘુસી ગયા હતા . આ ૨ વ્યક્તિ વિરોધ કરવાના ઈરાદે અંદર ઘુસ્યો હોવાનું કહેવાય છે.સમગ્ર ઘટના  એક સુરક્ષામાં મોટી ચૂક કહેવાય છે, ત્યારે આ ઘટનામાં ૨ વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા સ્મોક ક્રેકર શું છે એના વિશે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ.   

LOKSABHA 1

  સંસદ પર હુમલાની આજે 22મી વરસી છે, આજના દિવસે આતંકી અફઝલ ગુરુએ પાંચ આતંકી સાથે સંસદ પર હુમલો (Parliament Attack)કર્યો હતો, ત્યારે આજે 22મી વરસી  દરમિયાન જ સંસદ લોકસભા (#LokSabha) માં ચૂકની ઘટના બની છે. બુધવારે  લોકસભાની કાર્યવાહી દરમિયાન  એક વ્યક્તિ હાથમાં કલર સ્મોક ક્રેકર લઈને પ્રેક્ષક ગેલેરીમાંથી સદનની અંદર કૂદી ગયો હતો. આ જોયા બાદ ગૃહમાં હાજર સાંસદોમાં પણ હડકંપ મચી ગઇ હતી. (smoke cracker) ગેસ સ્પ્રેમાંથી સ્પ્રે કરાતા ગૃહમાં ધુમાડામય વાતાવરણ બની ગયું હતું.   વિરોધ પ્રદર્શન માટે સ્મોક ક્રેકરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સ્મોક ક્રેકર શું છે | Parliament Attack: What is a smoke cracker?

  •  સ્મોક ક્રેકર એ એક પ્રકારનો હાનિકારક ફટાકડા છે  
  •  જેનો ઉપયોગ  ખાસકરીને ઉજવણીમાં કરવામાં થતો હોય છે
  •  ઈમરજન્સી દરમિયાન સિગ્નલ આપવા માટે પણ વપરાય છે આ સ્મોક ક્રેકર
  •   સ્મોક ક્રેકર ખાસરીતે ખતરનાક નથી, પરંતુ જો તેની સાથે છેડછાડ કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે
  •  બજારમાં તેની કિંમત ₹500 થી ₹2000 સુધીની

 

સંસદમાં વિરોધીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ દરમિયાન ધુમાડાના ફટાકડામાંથી રંગીન ધુમાડો નીકળતો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, સિગ્નલ આપવા માટે નેવી અને આર્મીમાં પણ સ્મોક ફટાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. એડવેન્ચર પર જતા લોકો પણ તેને પોતાની સાથે રાખે છે.(संसद भवन)

smoke cracker

 આપને જણાવી દઈએ કે, સ્મોક ક્રેકર ઉપયોગ કરીને સંસદમાં ઘૂસેલા પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે. તેમની વિગતો પણ જાણવા મળી છે. મહિલાનું નામ નીલમ છે. તે હિસારની રહેવાસી છે. તેમની ઉંમર 42 વર્ષની છે. બીજો વ્યક્તિ છે ધનરાજ શિંદે છે.. તે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. તેની ઉંમર 25 વર્ષ જણાવવામાં આવી છે.

આ ઘટના બની ત્યારે પીએમ નરેન્દ્ર મોદી ત્યાં હાજર ન હતા. લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષે 13 ડિસેમ્બરે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી પીએમ મોદી છત્તીસગઢના સાંસદ અને મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રવાના થયા હતા. #sansad

તમે આ પણ વાંચી શકો છો

LOKSABHA : સંસદની સુરક્ષામાં મોટી ચૂક, પ્રેક્ષક ગેલેરીમાંથી બે શખસ કૂદ્યા , સંસદની સુરક્ષામાં મોટી ચૂક,