PARLE-G : જ્યારે પણ ચાની વાત થાય છે ત્યારે પારલે જી બિસ્કીટનું નામ આપોઆપ મનમાં આવી જાય છે. દરેક વ્યક્તિ, બાળકો અને વૃદ્ધ, પારલે જીનું નામ જાણે છે જે બિસ્કિટનો પર્યાય બની ગયું છે. તમે પણ બાળપણમાં કોઈક સમયે PARLE-G બિસ્કિટ ખાધા હશે. દેશનું સૌથી વધુ વેચાતું બિસ્કિટ પારલે જી જેટલું લોકપ્રિય છે, એટલી જ લોકપ્રિય પારલે ગર્લ છે. પારલે ગર્લ તરીકે સમાચારમાં રહેલી આ યુવતીનો ફોટો હવે પેકેટમાંથી ગાયબ થઈ ગયો છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ પારલે કંપનીએ પોતે જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર PARLE-G બિસ્ટિક પેકેટનો ફોટો શેર કર્યો છે, જેમાં પારલે ગર્લની જગ્યાએ સ્માર્ટ છોકરાનો ફોટો છપાયેલો છે. ફોટોની સાથે નામ પણ બદલાયું છે.
ક્યાં ગઈ PARLE-G ગર્લ?
પારલેએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર બિસ્કીટનું પેકેટ શેર કર્યું છે. જેમાં પારલેની છોકરીને બદલે છોકરાનો ફોટો છે. પારલે ગર્લનો ફોટો ગુમ થયેલો જોઈને નિરાશ થવાની જરૂર નથી, કારણ કે આ આખો કિસ્સો મજાકથી શરૂ થયો હતો. પારલે ગર્લ ક્યાંય ગઈ નથી. જોકે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લૂએંસર ઝેરવાન જે બુનશાહ (Zervaan J Bunshah) ની મજાકનો જવાબ આપવા માટે, પારલેએ બિસ્ટિક પેકેટ પર તેનો ફોટો મૂકીને તેને જવાબ આપ્યો છે. પારલેની આ સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી છે અને લોકો કંપનીના ખૂબ વખાણ કરી રહ્યા છે.
PARLE-G : શું હતો સમગ્ર મામલો
બુન્શાજી નામના એક મિડીયા ઇન્ફ્લુએન્જરે થોડા દિવસ પહેલા એક વિડીયો વાઈરલ કર્યો હતો જેમાં તે એક કારમાં બેસીને ફેસ પર અલગ અલગ પ્રકારના એક્સપ્રેશન સાથે પોતાના ફેન્સને પૂછી રહ્યો છે કે જ્યારે તમે પાર્લેજીના માલિકને મળશો ત્યારે તમે તેમનું સંબોધન કેવી રીતે કરશો. પાર્લે સર, મિસ્ટર પાર્લે કે પછી પાર્લેજી.. આ ત્રણેયમાંથી કયા નામથી તેમને બોલાવશો
કંપનીએ જ્યારે આ વાઈરલ વિડીયો જોયો તો તેમણે પણ આ બુન્શાજીની ચુટકી લેવાનું નક્કી કર્યું અને કંપનીએ પોતાના ઓફિશિયલ અકાઉન્ટ પરથી પાર્લેજીના રેપર પર બુન્શાજીનો ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે બુન્શાજી તમે અમને ઓજી કહી શકો છો. બુન્શાજી આ પોસ્ટથી એટલો ખુશ થઇ ગયો કે તેણે જવાબ આપ્યો કે હું બાળપણમાં PARLE-G વિસ્કીટ બહુ જ ખાતો હતો. આ વાઈરલ પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ છે અને અવનવી કમેન્ટ પણ કરી છે.
PARLE-G ના પેકેટ પર આ છોકરો કોણ છે?
PARLE-G બિસ્ટિકના પેકેટ પર જે છોકરાનો ફોટો છે તે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લૂએંસર જેરવાહ જે બંશાહ છે. બંશાહ મોટાભાગે ફની વીડિયો બનાવે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1.23 લાખથી વધુ ફોલોઅર્સ છે.
તો તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમારું parle G અને તમારી પાર્લે ગર્લને કઈ જ થયું નથી, આ માત્ર એક હળવી મજાક હતી, જે લોકોને ખુબ પસંદ પડી હતી,
તમે આ પણ વાંચી શકો છો
Hafiz Saeed : જો આવું થયું તો પાકિસ્તાને આતંકી Hafiz Saeedને ભારતને સોંપવો જ પડશે