SHRI RAM : અયોધ્યાના શ્રીરામ મંદિર માટેનું ‘અજયબાણ’ ગુજરાતમાં બન્યું

0
303
AYODHYA : અયોધ્યાના શ્રીરામ મંદિર માટેનું ‘અજયબાણ’ ગુજરાતમાં બન્યું
AYODHYA : અયોધ્યાના શ્રીરામ મંદિર માટેનું ‘અજયબાણ’ ગુજરાતમાં બન્યું

SHRI RAM: અયોધ્યામાં ભગવાન શ્રી રામ SHRI RAM મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે . દેશના અલગ અલગ રાજ્યોમાંથી અનેક ચીજ વસ્તુઓ અયોધ્યા શ્રી રામ મંદિર માટે બનાવાઈ રહી છે અને પહોંચાડાઇ રહી છે. ત્યારે AYODHYA અયોધ્યાના શ્રીરામ SHRI RAM મંદિર માટેનું ‘અજયબાણ’ ગુજરાતમાં બન્યું છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે ‘અજય બાણ’ કે જે જગતજનની મા અંબામાં અતૂટ અડગ આસ્થા ધરાવતા માઇભક્ત ગ્રુપ જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ શક્તિબાણ – અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અયોધ્યા AYODHYA ખાતે નિર્માણધીન રામ SHRI RAM મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

SHRI RAM : શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અજયબાણની પૂજા અર્ચના

આ ‘અજયબાણ’ અયોધ્યા રામ SHRI RAM મંદિરમાં અર્પણ કરતા અગાઉ શક્તિપીઠ અંબાજી ગબ્બર ખાતે મા અંબાની અખંડ જ્યોત સમક્ષ બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન  વરુણકુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અજયબાણની પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં જયભોલે ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલે જયભોલે ગ્રુપની ધાર્મિક આસ્થાને બિરદાવતાં અયોધ્યા યાત્રા માટે શુભાશિષ પાઠવ્યા હતા.

AYODHYA 5

પૌરાણિક કથા અનુસાર જોઈએ તો અજયબાણ સાથે શક્તિપીઠ અંબાજીનું અનેરું અનુસંધાન જોવા મળે છે. ત્રેતાયુગમાં જ્યારે પ્રભુ શ્રી રામ SHRI RAM અને તેમના ભાઈ લક્ષ્મણ ઋષિ શૃંગીને મળ્યા ત્યારે ઋષિ શૃંગીએ રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન રામની જીત માટે શ્રી રામને આદ્યશક્તિ મા જગદંબાની પૂજા કરવાનું અને તેમને પ્રસન્ન કરવાનું સૂચન કર્યું હતું. ભગવાનશ્રી રામે SHRI RAM મા જગદંબાનું શ્રદ્ધાપૂર્વક જપ તપ પૂજન કર્યું. આથી આદ્યશક્તિ મા અંબાએ ભગવાન શ્રી રામને વિજયનું વરદાન આપ્યું અને આશીર્વાદ સ્વરૂપે તેમને એક બાણ આપ્યું. આ બાણ એજ  “અજય બાણ” જેના થકી પ્રભુ શ્રી રામે દશાનન રાવણનો સંહાર કર્યો. આ વાતનો ઉલ્લેખ માતાજીની આરતીના શબ્દો ‘રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા, ઓમ જયો જયો મા જગદંબે’ માં પણ જોવા મળે છે.

જય ભોલે ગ્રુપ અમદવાદના ફાઉન્ડર દીપેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મા અંબાના આશીર્વાદથી જ બધુ થઈ રહ્યું છે. ત્રેતા યુગમાં મા અંબાએ ભગવાન રામને અજયબાણ આપી આસુરી શક્તિઓનો વિનાશ કર્યો હતો. અત્યારે કળીયુગમાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થઈ રહ્યું છે ત્યારે અમને આ પૌરાણિક કથા ઉપરથી અજયબાણ બનાવવાની પ્રેરણા થઈ જેથી અમે પંચધાતુમાંથી 5 ફૂટ લાંબુ અને 11.5 કિલોગ્રામ વજનનું અજયબાણ બનાવ્યું છે. જે આગામી 10મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુશ્રી રામના મંદિરમાં અર્પણ કરીશું.

દીપેશભાઈ પટેલની વટવા, અમદાવાદની ફેકટરીમાં નિર્મિત અજયબાણના નિર્માણમાં 5 દિવસનો સમય લાગ્યો છે. 15 કારીગરોએ દિવસ રાત 24 કલાકની મહેનતને અંતે અજયબાણનું નિર્માણ કર્યું છે. 5 ફૂટ ની લંબાઈ અને 11.5 કિલોગ્રામ વજન ધરાવતું પંચધાતુમાંથી નિર્મિત આ અજયબાણ બનાવવામાં અંદાજીત 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જય ભોલે ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલું અજયબાણ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરમાં અર્પણ કરવામાં આવશે.

ધનુર્વેદ નામના ગ્રંથમાં બાણની વિશેષતાઓ સાથે બાણ કઇ રીતે ચલાવાય એનો ઉલ્લેખ મળે છે. જેમાં જણાવ્યા મુજબ તીર બે હાથ કરતાં લાંબુ અને નાની આંગળી કરતાં જાડુ ન હોવું જોઈએ. તીર ત્રણ પ્રકારના હોય છે, જેનો આગળનો ભાગ જાડો હોય તેને નારી કહેવાય, જેનો પાછળનો ભાગ જાડો હોય તેને પુરુષ કહેવાય અને જે સર્વત્ર સમાન હોય તેને નપુંસક કહેવાય. નારીજાતીના તીર ખૂબ આગળ જાય છે. પુરૂષ જાતિના તીર બહુ અંદર જાય છે અને નપુંસક જાતિના તીર ઉત્તમ નિશાન સાધે છે. તીરને  ઘણા પ્રકારનાં ફળ (આગળનો ભાગ) હોય છે. જેમ કે, અરામુખ, ક્ષુરપ્ર, ગોપુચ્છ, અર્ધચંદ્ર, સૂચીમુખ, ભલ્લ, વત્સદન્ત, દ્વિભલ્લ, કાણિક, કાકતુંડ, વગેરે.

SHRI RAM

અયોધ્યામાં 22 જાન્યુઆરીના દિવસે 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ ભગવાન રામ તેમના દિવ્ય મંદિર મહેલમાં વિરાજમાન થશે. અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલે છે. પ્રતિષ્ઠા વિધિ બાદ ભક્તોને દર્શન માટે વિવિધ સંગઠનો સાથે મળીને વિશ્વ હિન્દુ પરિષદે પણ તૈયારીઓ તેજ કરી દીધી છે. વિશ્વ હિંદુ પરિષદના સચિવ મિલિંદ પરાંડેએ રામ મંદિરને લઈને પટના એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે રામ મંદિરના ઉદ્ઘાટન દિવસે કેવા કાર્યક્રમો યોજાશે તેની ઘણી માહિતી શેર કરી છે.

મિલિંદ પરાંડેએ કહ્યું કે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘ પ્રમુખ મોહન ભાગવતની સાથે 7થી 8 હજાર લોકો ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો પણ રામ લલાના દર્શન કરી શકશે. આ અંગે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બિહારમાંથી પણ હજારો લોકો અયોધ્યા જશે. તેમણે કહ્યું કે જે લોકો રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા છે તેમને પહેલા રામ લલાના દર્શન કરાવવામાં આવશે.

મિલિંદ પરાંડેએ કહ્યું કે વિશ્વ હિંદુ પરિષદના તે લોકોને રામ લલાના દર્શન કરાવવા માટે લઈ જશે, જેમના પરિવારના સભ્યો રામ મંદિર નિર્માણ આંદોલન સાથે જોડાયેલા હતા અને આ દરમિયાન જેમણે પોતાનો જીવ આપ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ ખાસ કરીને આવા પરિવારોને રામ લલાના દર્શન કરવા માટે અયોધ્યા લઈ જશે.

તેમણે કહ્યું કે અયોધ્યા જનારાઓને રહેવામાં કોઈ મુશ્કેલી ન પડે તેની વિશ્વ હિંદુ પરિષદે પણ તૈયારીઓ કરી છે. અમે શહીદ પરિવારના સભ્યોને રામ મંદિર જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા લોકોને રામ લલાના દર્શન કરાવવાનું આયોજન કર્યું છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.