મા-બાપે આઈફોન ખરીદવા માટે 8 મહિનાના માસૂમને વેચી દીધું, પોલીસે કરી ધરપકડ

0
315
માસૂમ
માસૂમ

શુ મોબાઇલ ખરીદવા માટે કોઇ મા બાપ પોતાના માસૂમ બાળકને વેચી શકે છે, તમને થશે કે શુ મજાક છે, પણ વાત સો ટકા સાચી છે અને પશ્ચિમ બંગાળની છે, જ્યાં એક દમ્પત્તિએ આઇફોન ખરીદવા માટે આઠ માસના માસૂમ બાળકને વેચી દીધો, આપણને અનેક જગ્યા પર સાભંળવા મળતું હોય છે કે, અત્યારે કલયુગ ચાલી રહ્યો છે. અને તેમાં એવી એવી ઘટનાઓ બનશે કે તેમાં કોઈ વિશ્વાસ પણ નહીં કરે. હાલનો વર્તમાન સમય કલયુગ તરીકે ઓળખાય છે ત્યારે તેનો જીવંત દાખલો પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યો છે. જેમાં પોતાના અંગત સ્વાર્થ ખાતર મા-બાપ કઈ હદ સુધી જઈ શકે છે. ઈન્સ્ટા પર રીલ બનાવવાના ચક્કરમાં એક દયાહીન મા-બાપે તેના માસૂમ બાળકને વેચવા જતા જરાપણ સંકોચ ન થયો. 

બાળકને વેચ્યા પછી કપલને જે રકમ મળી તેમાંથી આ કપલે iphone 14 ખરીદ્યો હતો

પશ્ચિમ બંગાળમાં ઈન્સ્ટા પર રીલ બનાવવા માટે આ કપલે પોતાની 7 વર્ષની પુત્રીને વેચવાની કોશિશ કરી હતી, જેમાં તેને સફળતા નહોતી મળી, પરંતુ તેના થોડા દિવસ બાદ તેના 8 મહિનાના માસુમ બાળકને વેચી માર્યો. બાળકને વેચ્યા પછી કપલને જે રકમ મળી તેમાંથી આ કપલે iphone 14 ખરીદ્યો હતો અને તે પછી આ ફોનથી કથિત રીતે ઈન્સ્ટાગ્રામ માટે રીલ્સ બનાવવા લાગ્યા હતા. હાલમાં બન્ને આરોપી પૈકી એક એટલે કે માં અત્યારે પોલીસની કસ્ટોડીમાં છે, પરંતુ બાળકનો પિતા હાલમાં ફરાર છે. આ બધા વચ્ચે તેના ચાર વર્ષના માસુમ બાળકને પોલીસે કબજે કર્યુ છે.

પશ્ચિમ બંગાળનો છે આ કેસ 

આ કિસ્સો પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જીલ્લાનો છે. પોલીસનું કહેવું છે કે ઈન્સ્ટગ્રામ પર આરોપી રીલ બનાવવા ઈચ્છતો હતો ,પરંતુ તેની પાસે ફોન ખરીદવા માટે પૈસા નહોતા. ફોન ખરીદવા માટે તેને કોઈ રસ્તો ના મળ્યો તો તેણે પોતાની પુત્રીને વેચવાનું વિચાર્યુ પરંતુ તેને વેચવામાં સફળતા ન મળી. દરેક બાજુથી તેને હતાશા મળતા તેણે પોતાના 8 મહિનાના બાળકને વેચવાનો નિર્ણય કર્યો હતો. જેમા આ બાળકને વેચવામાં સફળતા મળી હતી. બાળકના વેચાણ પર જે રકમ મળી હતી તેનાથી તેણે ફોન ખરીદી ઈન્સ્ટા માટે રીલ બનાવવાનું શરુ કર્યુ હતું. 

હાલમાં પોલીસે બાળકની માતાની ધરપકડ કરી છે

પોલીસે હાલમાં બાળકની માતા પ્રિંયકાની ધરપકડ કરી છે,જ્યારે પિતા જયદેવ હાલમાં ફરાર છે. જો કે તેને પણ જલ્દીથી ઝડપી પાડવામાં આવશે. આ બાબતે લોકોને આ કિસ્સાની ખબર પડતા લોકો તેના પર ગુસ્સો વર્તાવી રહ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે તેના પડોશીઓને પ્રિયંકા અને જયદેવનું વ્યવહાર અલગ દેખાતો હતો અને 8 મહિનાનું બાળક પણ દેખાતુ નહોતુ. જ્યારે લોકોને તેના પર શંકા થવા લાગી તો તેમણે પોલીસને જાણકારી આપી હતી. 

પોલીસનું કહેવુ છે કે આરોપીઓએ પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં જઈ રીલ બનાવતા હતા

લોકોનું કહેવુ હતું કે આ લોકોને ખાવા-પીવાની તકલીફ હતી, પૈસાની પણ તંગી હતી અને તેના હાથમાં આઈફોન જોઈ લોકો હેરાન થઈ ગયા હતા. પોલીસનું કહેવુ છે કે આરોપીઓએ પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં જઈ રીલ બનાવતા હતા. ધરપકડ બાદ જ્યારે પોલીસે બાળકની માતાને પુછ્યું ત્યારે તેણે કબુલ કર્યુ કે રીલ બનાવવા માટે તેણે આઈફોન ખરીદવા માટે પોતાના બાળકને વેચી માર્યુ હતું.