PALBHAI AMBALIYA :   નકલી બીજ માફિયાઓને લઈને કિસાન કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલીયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કર્યા વેધક સવાલો  

0
156
PALBHAI AMBALIYA
PALBHAI AMBALIYA

PALBHAI AMBALIYA :  રાજ્યમાં ચોમાસું હવે દરવાજે આવીને ઉભું છે, ખેડૂતો પોતાના ખેતરમાં હવે વાવણી માટેની  તૈયારીઓ કરી રહ્યા છે,  ત્યારે રાજ્યના ખેડૂતો નકલી બિયારણને લઈને ચિંતિત છે, આખા વર્ષની મહેનત પર પાણી ફેરવતા નકલી બિયારણો માર્કેટમાં ધૂમ વેચાઈ રહ્યા છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ નેતા  પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને આ મામલે પત્ર લખ્યો છે.

PALBHAI AMBALIYA :

 PALBHAI AMBALIYA :   ખેડૂતની આખા વર્ષની મહેનત માત્ર તેના સારા પાક માટેની હોય છે, સારા પાક માટે જમીન , ખાતર, પાણીની સાથે સાથે સૌથી મહત્વની પરિબળ સારા બિયારણો પણ હોય છે, સારા બિયારણોથી ખેડૂત મબલખ પાક લઇ શકે છે, પરંતુ પાછલા ઘણા સમયથી રાજ્યમાં બીજ માફિયાઓનો રાફળો ફાટ્યો છે, નવા નવા સંસોધિત બિયારણોના નામે ખેડૂતોને નકલી બિયારણો પધારવી રહ્યા છે, જેને લઈને ખેડૂતો સારા પાક થકી થતી મબલખ આવક તો દુર પણ દેવા હેઠળ પહોંચી જતા હોય છે, કેમ કે એક પાક પાછળ ખેડૂતનું સર્વસ્વ રોકાયેલું હોય છે,  

PALBHAI AMBALIYA :

PALBHAI AMBALIYA :   રાજ્યમાં ફાટી નીકળેલા બીજ માફિયાઓ પર રોક લગાવવી ખુબ જ જરૂરી છે જેને લઈને કિસાન કોંગ્રેસ નેતા  પાલભાઈ આંબલીયા  એ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી આ નકલી બિયારણો અને બીજ માફિયાઓ પર લગામ લગાવવા અપીલ કરી છે,   આ સાથે રાજ્યમાં બીજ માફિયાઓને લઈને સરકાર સામે પણ ઘણા આક્ષેપો કર્યા છે,   

PALBHAI AMBALIYA :   સરકાર સામે કર્યા વેધક સવાલો

PALBHAI AMBALIYA :

પાલભાઈએ પત્રમાં આ બીજ માફિયાઓની સાથે સાથે સરકારે સામે પણ અનેક સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમણે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકારે માત્ર આવા નકલી બિયારણોથી બચવા એડવાયઝરી જાહેર કરી દીધી છે તો શું માત્ર એડવાઈઝરી જાહેર કરી દેવાથી  બીજ માફિયાઓ પોતાની પ્રવૃત્તિ બંધ કરી દેશે ?, સરકારે ગયા વર્ષે પણ એડવાયઝરી જાહેર કરી હતી તેનું પરિણામ સરકાર ને શું મળ્યું છે ?, તેમણે સરકાર અને ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે આ બીજ માફિયાઓ પાસેથી ઉઘરાવેલા પૈસાથી મોટા આલીશાન ભાજપ કાર્યાલય કમલમ તૈયાર નથી થઇ રહ્યા ને ?  

PALBHAI AMBALIYA :

PALBHAI AMBALIYA :   પાલભાઈ આંબલીયા પત્રમાં ઘણાબધા સવાલો કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો , જેમ કે રાજ્યમાં 4G- 5G બિયારણ પ્રતિબંધિત હોવા છતાં ખુલ્લેઆમ કેમ વેચાય છે ?  છેલ્લા 5 વર્ષમાં નકલી દવા ખાતર બિયારણ સામે કેટલી ફરિયાદ આવી અને સરકારી તંત્રએ તેમાંથી કેટલા લોકોને દંડિત કર્યા છે ?  છેલ્લા 30 વર્ષમાં મુખ્ય પાકનું એક બિયારણ ભાજપ સરકારે સંશોધિત કર્યું હોય તો તેનું નામ જાહેર કરવા માંગ કરી છે, આવા અનેક સવાલો સાથે ગુજરાતની ભાજપ સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા,   

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો