પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફનું નિવેદન
‘ઈમરાનનું ખરાબ શાસન દેશની આર્થિક કટોકટીનું કારણ છેઃશાહબાઝ શરીફ
પાકિસ્તાનના PMએ સમસ્યાઓ માટે ‘ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા
પાકિસ્તાનના પીએમએ પાકિસ્તાનમાાં સમસ્યાઓ માટે ‘ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે દેશના આર્થિક સંકટનું વાસ્તવિક કારણ ભ્રષ્ટાચાર અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરા ખાન દ્વારા ખરાબ શાસન છે.પીટીઆઈ ચીફની ટીકા કરતા પીએમ શરીફે કહ્યું કે તેમની પાર્ટી ત્યારે સત્તામાં આવી જ્યારે પાકિસ્તાન અનેક સંકટનો સામનો કરી રહ્યું હતું. ખાને પોતાના રાજકીય લાભ માટે સિસ્ટમનો નાશ કર્યો અને અવિશ્વાસ પ્રસ્તાવ પર IMFની શરતોનું ઉલ્લંઘન કર્યું. તેમણે કહ્યું કે પીટીઆઈ અધ્યક્ષે મુખ્ય સહયોગી અને મિત્ર દેશો સાથેના સંબંધોને અસ્થિર કર્યા છે.
દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી
મીડિયા અહેવાલો અનુસાર, વડા પ્રધાને કહ્યું કે દરેક વ્યક્તિ તેમને (ઈમરાન ખાન) પ્રશ્ન કરે છે કે તેઓ શા માટે સત્તામાં આવ્યા કારણ કે પીટીઆઈ સરકારે દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી હતી. 9 મેની ઘટનાઓ પર ટિપ્પણી કરતા શાહબાઝે કહ્યું કે હુમલાઓ એક વર્ષથી વધુ સમયથી આયોજન અને પૂર્વયોજિત હતા. સેનામાં બળવાને ભડકાવવાનું કાવતરું હતું.
તેમણે કહ્યું કે 9 મેની ઘટના શહીદોના પરિવારો માટે દર્દનાક હતી. આ ઘટનાઓને અંજામ આપવાનું આયોજન દોઢ વર્ષથી કરવામાં આવી રહ્યું હતું, પરંતુ તેણે પીટીઆઈના અધ્યક્ષને દેશની સામે ખુલ્લા પાડ્યા.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ