Pakistan : #rajnathsinh , #pakistan , #sindh ,ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા સિંધના ભવિષ્યમાં ભારતમાં પુનઃવિલય અંગે કરાયેલા નિવેદન બાદ પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાન આ નિવેદનને ‘વિસ્તારવાદી હિન્દુત્વ વિચાદારાના ભાગરૂપે’ ગણાવી રહ્યું છે, જ્યારે ભારત તરફથી સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી.

Pakistan : રાજનાથ સિંહે શું કહ્યું?
દિલ્હીમાં સિંધી સમાજના એક કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે:
“ભલે આજે ભૌગોલિક રીતે સિંધ ભારતનો ભાગ નથી, પરંતુ સંસ્કૃતિની દ્રષ્ટિએ સિંધ હંમેશાં ભારતનું અભિન્ન અંગ રહ્યું છે. ભવિષ્યમાં સિંધ ફરી ભારતમાં આવી શકે છે.”
તેમણે એ પણ કહ્યું કે તેમની પેઢીના સિંધી હિન્દુઓએ 1947 પછી સિંધના પાકિસ્તાનમાં વિલયને ક્યારેય મનથી સ્વીકાર્યો નથી. આ નિવેદન પ્રકાશિત થતાં જ પાકિસ્તાનના રાજકીય અને કૂટનીતિક ચક્રો સક્રિય થઈ ગયા છે.
Pakistan : પાકિસ્તાનની કડક પ્રતિક્રિયા
આ નિવેદન પર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તીવ્ર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે:

“આવી ભાષા વિસ્તારવાદી હિન્દુત્વ વિચારધારાનું પ્રતિબિંબ છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા, માન્ય સરહદો અને રાજ્યોની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરે છે.”
પાકિસ્તાને ભારતીય નેતાઓને “ઉશ્કેરણીજનક નિવેદનોથી દૂર રહેવાની” સલાહ આપી છે અને દાવો કર્યો છે કે આવા નિવેદનોથી પ્રદેશની શાંતિ-સ્થિરતાને જોખમ ઊભું થઈ શકે છે.
Pakistan : ભારતને પાકિસ્તાનની ‘વણમાગી સલાહ’
પ્રતિક્રિયામાં પાકિસ્તાન એટલું જ નહીં, પરંતુ ભારતને આંતરિક મુદ્દાઓ પર ધ્યાન આપવા પણ કહે છે. તેમના જણાવ્યા મુજબ:
- ભારતે પોતાના લઘુમતી સમુદાયોનું રક્ષણ કરવું જોઈએ
- પૂર્વોત્તર રાજ્યોમાં લોકો ઓળખ આધારિત અત્યાચાર અને સરકારી હિંસાનો સામનો કરી રહ્યા છે
- અને પરંપરાગત રીતે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો
Pakistan : રાજનીતિક હલચલ તીવ્ર

રાજનાથ સિંહના નિવેદનને ભારતમાં સંસ્કૃતિક-ઇતિહાસિક સંદર્ભો સાથે જોઈ રહ્યાં છે, જ્યારે પાકિસ્તાન તેને પ્રાદેશિક અસુરક્ષા અને ભારતની ‘વિસ્તારવાદી નીતિ’ તરીકે દર્શાવી રહ્યું છે. બંને દેશો વચ્ચે કૂટનીતિક તણાવનાં આ નવા તબક્કાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા જગાવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી નીચે ક્લિક કરો




