PAKISTAN : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ અનુસાર, આમાં 10 પોલીસકર્મીઓના મોત થયા છે અને 6 ઘાયલ થયા છે. આ હુમલો ચૂંટણીના 3 દિવસ પહેલા થયો. અહીં 8મી ફેબ્રુઆરીએ ચૂંટણી છે. હાલ કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.

પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પોલીસ સ્ટેશન પર એક મોટો આતંકવાદી હુમલો થયો છે. જેમાં 10 પોલીસકર્મીઓના મોત થયા છે જ્યારે 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

PAKISTAN : એક પોલીસ અધિકારીએ કહ્યું- આતંકવાદીઓએ સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગે દરબન શહેરના પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. તેઓએ પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરી લીધું અને ગ્રેનેડ ફેંક્યા. આ પછી ફાયરિંગ શરૂ થયું. અમે પણ જવાબી કાર્યવાહી કરી પરંતુ આતંકીઓ નાસી છૂટ્યા. તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ ઘટનાને લઈને પોલીસે કહ્યું કે, સોમવારે આ અઠવાડિયાના અંતે થનારા રાષ્ટ્રીય ચૂંટણીને લઈને દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં હિંસાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે.
PAKISTAN : એક સપ્તાહમાં બીજો આતંકી હુમલો

PAKISTAN : છેલ્લા પાંચ દિવસોમાં બે વખત ચૂંટણી આયોગ કાર્યાલય બહાર બમ ધમાકા થયા છે. રવિવારના રોજ બલૂચિસ્તાનના નુશ્કી જિલ્લામાં પાકિસ્તાન ચૂંટણી આયોગ કાર્યાલય બહાર એક વિસ્ફોટ થયો હતો. સદભાગ્યે, આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નહોતા.
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने