Pak pm and putin : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની તાજેતરની તુર્કમેનિસ્તાન મુલાકાત પાકિસ્તાન માટે ફજેતી સાબિત થઈ છે ,. દ્વિ પક્ષીય બેઠક માટે નક્કી કરેલા સમય પ્રમાણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ મિટિંગ રૂમમાં પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા, પરંતુ પુતિનના વિલંબને કારણે તેઓ લગભગ 40 મિનિટ સુધી ખુરશીમાં બેઠા જ રહ્યા. પુતિન બેઠક સ્થળે ના આવતા, આખી દુનિયામાં પાકિસ્તાનની મોટી રાજનૈતિક ફજેતી બની છે.
Pak pm and putin : 40 મિનિટની રાહ પછી શાહબાઝ શરીફે ગુમાવી ધીરજ

મીડિયા અહેવાલો મુજબ, નક્કી કરેલા સમય પર શાહબાઝ શરીફ મિટિંગ રૂમમાં હાજર થયા, પરંતુ રશિયન પ્રમુખ પુતિન હાજર થયા નહીં. લાંબી રાહ પછી શરીફે પોતાની ટીમ અને અધિકારીઓને પૂછ્યું કે શું ચાલી રહ્યું છે? અને અકડાઈ ઉઠયા હતા .
Pak pm and putin : પુતિન તે સમયે તુર્કીયેના પ્રમુખ અર્દોઆન સાથે મીટિંગમાં હતા વ્યસ્ત
શાહબાઝ શરીફ રાહ જોઈ રહ્યા હતા, તે દરમિયાન પુતિન તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ અર્દોઆન સાથે ચર્ચામાં વ્યસ્ત હતા. આ બેઠક સમયસૂચિ કરતાં વધારે લાંબી ચાલતા રશિયન પ્રમુખ પાકિસ્તાન સાથેની મિટિંગમાં સમયસર હાજર રહી શક્યા નહોતા.સમાચાર મુજબ, પુતિન અને અર્દોઆનની બેઠક એટલી લાંબી હતી કે શરીફ પોતાની બેઠકના રૂમમાંથી ઊભા થઈને પુતિન–અર્દોઆન બેઠક ચાલી રહી હતી ત્યાં સુધી પહોંચી ગયા.
Pak pm and putin : 10 મિનિટમાં બહાર – અને હજુ પણ અજ્ઞાત છે બેઠકનું ભવિષ્ય

પુતિન–અર્દોઆનની ચર્ચા હજુ પણ ચાલુ હોય, શાહબાઝ શરીફ માત્ર 10 મિનિટ ત્યાં રોકાઈને પાછા બહાર આવી ગયા. મહત્વનું એ છે કે આ ઘટનાને પગલે હવે પુતિન અને પાકિસ્તાની વડાપ્રધાન વચ્ચે બેઠક થશે કે નહીં તેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
Pak pm and putin : પાકિસ્તાનની છબીને આંતરરાષ્ટ્રીય મંચ પર મોટો ઝટકો

આ સમગ્ર ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની રાજનૈતિક પ્રતિષ્ઠાને મોટો આંચકો આપ્યો છે. એક તરફ તુર્કમેનિસ્તાનના ત્રિપક્ષીય મંચ પર પાકિસ્તાનના વડાપ્રધાનને રાહ જોવી પડી • અને બીજી તરફ રશિયા–તુર્કીયે વચ્ચે વધતી વ્યૂહરચનાત્મક ચર્ચાઓ પણ તેમના માટે સંકટ છે,
બંને ઘટનાઓનું સંયોજન દર્શાવે છે કે રાજનૈતિક પ્રાથમિકતાઓમાં પાકિસ્તાન ક્યાંક પાછળ ધકેલાઈ રહ્યું છે.
આ ઘટના હવે વૈશ્વિક રાજનીતિમાં ચર્ચાનો મુદ્દો બની છે અને પાકિસ્તાનની રાજદુતિ કાબેલિયત પર ગંભીર સવાલો ઊભા કરે છે.
વધારે સમાચાર વાંચવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો




