ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડી.વાય ચંદ્રચૂડે કહ્યું છે કે, “જજોએ નિષ્પક્ષ હોવું જોઇએ. તમામ જજ અને વકીલો દેશના સામાન્ય નાગરિકો જેવા જ છે. સંવિધાન સૌને સાચો રસ્તો બતાવે છે. સંવિધાનમાં સ્વતંત્રતા બરાબરી જેવા મુદ્દાઓ ઉપર જે પ્રાવધાન આપવામાં આવ્યા છે તે આપણા દેશને એક સુત્રથી બાંધે છે. ઇમરજન્સીના સમયે પણ આપણા જજોએ હિંમત હારી ન હતી. ઇમરજન્સીના સમયે પણ ગુવાહાટી હાઇકોર્ટ દ્વારા જે રીતે કામ કરવામાં આવ્યું એ ખરેખર અભિનંદનને પાત્ર છે.”