દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા હવે રાજકીય પક્ષો અત્યારથી તૈયારીઓ કરી રહ્યાંછે. આ દરમિયાન હવે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણી બાદ તેમની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ કેન્દ્રમાં સરકાર બનાવશે. ચંદ્રશેખર રાવે કહ્યું જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો દેશભરમાં દલિત બંધુ યોજના લાગુ કરવામાં આવશે. વર્ષ 2021માં શરૂ કરવામાં આવેલી ‘દલિત બંધુ યોજના’માં અનુસૂચિત જાતિના પરિવારોને વ્યવસાય શરૂ કરવા માટે 100 ટકા ગ્રાન્ટ તરીકે 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ આપવામાં આવેલી ગ્રાન્ટને ચૂકવવાની જરૂર નથી.