ઓરિસ્સા ટ્રેન દુર્ઘટના, રેલમંત્રીના સુરક્ષાકવચ સામે સવાલો

0
208

ઓરિસ્સા ટ્રેન દુર્ઘટના,ઓરિસ્સાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાને લઇ સમગ્ર દેશના લોકોમાં શોકની લાગણી છે. ઓરિસ્સા ટ્રેન દુર્ઘટમાં એક સાથે ૩ ટ્રેન વચ્ચે ભીષણ અથડામણ, ૨૭૦થી વધુ લોકોના મોત, ૯૦૦થી વધુ લોકો ઘાયલ, હૈયાફાટ રુદન, પરિવારજનોની બુમો સાંભળી સમગ્ર વાતાવરણ શોકમય બન્યું છે.ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાકર દુર્ઘટનામાં દુઃખ વ્યક્ત કરતા રાજકીય શોક જાહેર કર્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીથી લઈને ઘણા રાજ્યના મુખ્યમંત્રી આ દુર્ઘટનાને લઈને દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનામાં શાલીમાર-ચેન્નાઈ સેન્ટ્રલ કોરોમંડળ એક્સપ્રેસ,બેંગ્લોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક માલગાડી ટ્રેનનો અકસ્માત થયો છે.જેમાં શાલીમાર-ચેન્નાઈ સેન્ટ્રલ કોરોમંડળ એક્સપ્રેસ ટ્રેન ટ્રેક પરથી ઉતારીને બીજા ટ્રેક પર ઉભેલી માલગાડી ટ્રેન સાથે અથડાઈ ગઈ.જયારે આ ગાડીના ડબ્બા બેંગ્લોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના ટ્રેક પર પણ પડ્યા હતા જેના લીધે બેંગ્લોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસણી પણ દુર્ઘટના સર્જાઈ.

આ દુર્ઘટનાને લઇ એકબાજુ જ્યાં સરકાર દ્વારા રાહત બચાવનું કાર્ય પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે અને NDRF, SRDF ની સાથે સાથે સ્થાનિક તંત્રને પણ બચાવકાર્યમાં લગાવી દેવામાં આવ્યું છે. રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવ આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

જયારે બીજી બાજુ હવે આ ઘટનાને લઈ રાજકારણ પણ ગરમાયું છે અને વિપક્ષી દળોએ હવે રેલ્વે મંત્રીના સુરક્ષા કવચ સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને રેલ્વે,મંત્રીના રાજીનામાંની માંગ કરી છે.જેમાં દુર્ઘટનાની ટીકા કરતા ટીએમસી નેતા અભિષેક બેનરજીએ રાજીનામાંની માંગ કરી છે.

યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસે કેન્દ્ર સરકાર પર હુમલો બોલ્યો હતો અને રેલ્વે મંત્રીનો એક જુનો વિડિયો શેર કરતા લખ્યું હતું કે, જયારે એક ટ્રેન બીજા રેલ્વે ટ્રેક પર આવી ગઈ ત્યારે કવચ ક્યાં હતું ? ૩૦૦ જેટલા લોકોના મોત, અંદાજે ૧૦૦૦ જેટલા ઘાયલ. આ દર્દનાક મોત માટે જવાબદાર કોણ ?

જુઓ ઓડિસાના ગોજારા અકસ્માતમાં 285ના મોત,પીએમ મોદીએ હાઇલેવલની બેઠક કરી