Tiranga Yatra: રાજકોટમાં તિરંગા યાત્રા, રાજયમાં આજથી 5 દિવસ સુધી તિરંગા યાત્રા

0
190
Tiranga Yatra: રાજકોટમાં તિરંગા યાત્રા, રાજયમાં આજથી 5 દિવસ સુધી તિરંગા યાત્રા
Tiranga Yatra: રાજકોટમાં તિરંગા યાત્રા, રાજયમાં આજથી 5 દિવસ સુધી તિરંગા યાત્રા

Tiranga Yatra in Rajkot: આગામી સ્વાતંત્ર્ય પર્વને લઈને રાજ્ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. આજથી 5 દિવસ એટલે કે, 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ છે. જે અંતર્ગત રાજ્યના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાજ્યકક્ષાના કાર્યક્રમો યોજાશે. જેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર મહાનગરોમાં 2 થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને રાજ્યના 75 આઈકોનિક સ્થળો પર ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે અને 50 લાખ તિરંગાનું વિતરણ રાજ્યમાં કરવામાં આવશે.

Tiranga Yatra: રાજકોટમાં તિરંગા યાત્રા, રાજયમાં આજથી 5 દિવસ સુધી તિરંગા યાત્રા
Tiranga Yatra: રાજકોટમાં તિરંગા યાત્રા, રાજયમાં આજથી 5 દિવસ સુધી તિરંગા યાત્રા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ તિરંગા યાત્રા (Tiranga Yatra) માં જોડાયા હતા. ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ રાજકોટ આવી પહોંચ્યા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વજુભાઈ વાળા, પૂર્વ સીએમ વિજય રૂપાણી, સાંસદ રામભાઈ મોકરીયા, પરશોત્તમ રૂપાલા, મોહન કુંડારીયા, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા સહિત કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં બીજેપી કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા હતા.

Tiranga Yatra: તિરંગાના રંગે રંગાયુ રાજકોટ

સ્વાતંત્ર્ય પર્વ પહેલા રાજકોટમાં બીજેપી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે બીજેપીના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુ વાળા સહિતના નેતાઓએ હાજરી આપી હતી.

ગુજરાતની ભૂમિ પર આવવાનું ગર્વની વાત: નડ્ડા

આ અવસરે જે.પી.નડ્ડાએ વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાને નમન  કર્યા હતા. જેપી નડ્ડાએ કહ્યું કે, ગુજરાતની ભૂમિ પર આવવાનું મારા માટે ગર્વ સમાન છે.

ગુજરાતની ભૂમિને મારા પ્રણામ. જ્યા જુઓ ત્યાં તિરંગો જ દેખાય છે. આઝાદ ભારતના નિર્માણમાં ગુજરાતનું મોટુ યોગદાન છે. ગુજરાત સંતો અને વિરોની ભૂમિ છે.  દેશ ક્યારેય મહાત્મા ગાંધીના યોગદાનને ભુલી ન શકે. દેશના નિર્માણમાં સરદાર પટેલનું મહત્વનું પર્દાપર્ણ છે. સરદાર પટેલે દેશને એક કર્યો. PM નરેન્દ્રભાઈ પણ ગુજરાતના તે ગર્વની વાત. ભારતના વિકાસમાં ગુજરાતની ભૂમિકા મહત્વની. તેમણે વધુમાં કહ્યું કે, સુરત,વડોદરા, અમદાવાદમાં તિરંગા યાત્રા નિકળશે. 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલશે.

Tiranga Yatra રાષ્ટ્રધ્વજની ગરિમા બુલંદ કરવાનો અનેરો અવસર

રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કરેલા સંબોધનમાં કહ્યું કે, તિરંગો લોકોને સાથે લાવે છે.
હર ઘર તિરંગા અભિયાન PMની પ્રેરણા છે. PM અને અમિત શાહ દેશને આગળ ધપાવી રહ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો