ઓપરેશન સિંદુર મામલે રાહુલ ગાંધી #rahulgandhi #tweet #sjaishankar #jaishankar – હવે ઓપરેશન સિંદૂરને લઈને રાજકારણ પણ જોર પકડવા લાગ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કર્યો અને આરોપ લગાવ્યો કે વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને પહેલાથી જ કહી દીધું હતું કે ભારત હુમલો કરવા જઈ રહ્યું છે.
આવું કરવા કોણે તમને પરમીશન આપી : ઓપરેશન સિંદુર મામલે રાહુલ ગાંધી
વિદેશ મંત્રી જયશંકરનો એક વિડીયો કર્યો પોસ્ટ
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ એક ખાનગી ન્યૂઝ ચેનલનો વીડિયો શેર કર્યો અને કહ્યું, “અમારા હુમલાની શરૂઆતમાં પાકિસ્તાનને જાણ કરવી એ ગુનો હતો. વિદેશ મંત્રીએ જાહેરમાં સ્વીકાર્યું છે કે ભારત સરકારે આ કર્યું હતું.” તેમણે આગળ પ્રશ્ન કર્યો, “આને કોણે અધિકૃત કર્યું? આના પરિણામે આપણી વાયુસેનાએ કેટલા વિમાનો ગુમાવ્યા?”આ મુદ્દે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વિદેશ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી.
આના પરિણામે આપણી વાયુસેનાએ કેટલા વિમાનો ગુમાવ્યા? : રાહુલ
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “વિદેશ મંત્રી – જે તેમના અમેરિકન સમકક્ષ દ્વારા કરવામાં આવી રહેલા દાવાઓનો જવાબ પણ આપતા નથી – તેમણે એક અસાધારણ ખુલાસો કર્યો છે. તેઓ તેમના પદ પર કેવી રીતે રહી શકે છે તે સમજની બહાર છે.

ઓપરેશન સિંદુર મામલે રાજનીતિ તેજ,
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ
વિદેશમંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાનને અમે હુમલાની જાણ કરી દીધી હતી
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે