જાસૂસી ઉપગ્રહ #operationsindoor #indopaktension #sizfire #induswater #NuclearLeak #narendramodi #isro – ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂરની સફળતાપૂર્વક પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવ્યા બાદ ભારતે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ભારતે અગાઉ ચાર વર્ષમાં 52 જાસૂસી ઉપગ્રહ બનાવવાનો નિર્ણય લીધો હતો, જોકે હવે આ કાર્યક્રમને ઘટાડીને એક વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે.
આ ઉપગ્રહની કામગીરી ‘મહત્ત્વાકાંક્ષી અવકાશ-આધારિત દેખરેખ પ્રોગ્રામ હેઠળ આગળ વધારવામાં આવી રહી છે, જેમાં ઈસરો અને ખાનગી ઉદ્યોગ કંપનીઓ સાથે મળીને આ લક્ષ્યાંકને એક વર્ષમાં પૂરો કરશે.એસબીએસ-3 પ્રોગ્રામ એ ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન ISRO અને ખાનગી ઉદ્યોગ વચ્ચેના સહયોગનું શાનદાર ઉદાહરણ છે.
ઈસરો આ પ્રોગ્રામ હેઠળ 21 ઉપગ્રહ બનાવશે, જ્યારે બાકીના 31 ઉપગ્રહની જવાબદારી ત્રણ ખાનગી કંપનીઓ અનંત ટૅક્નોલૉજીસ, સેંટમ ઈલેક્ટ્રોનિક્સ અને અલ્ફા ડિઝાઇનને સોંપવામાં આવી છે.
ઓપરેશન સિંદુર બાદ ભારત સરકારનો મોટો નિર્ણય
એક વર્ષમાં 52 જાસૂસી ઉપગ્રહ બનાવવાનો નિર્ણય
ઇસરો અને ખાનગી કંપની બનાવશે 52 ઉપગ્રહો
4 વર્ષનો કોન્ટ્રાક્ટ એક વર્ષમાં પૂરો કરવા અપાયો ટાર્ગેટ

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
Table of Contents
