ઓપરેશન સિંદૂરની ઈનસાઈડ સ્ટોરી #ForPakistan #Lashkar-e-Taiba #IndianArmy #pakistani #jem #operationsindoor #sindoor – મરકઝ સુભાન અલ્લાહ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરની બહાર NH-5 (કરાચી-તોરખામ હાઇવે) પર કરાચી પાસે સ્થિત છે. તે જૈશ-એ-મોહમ્મદ (JeM) નું મુખ્ય તાલીમ અને પ્રચાર કેન્દ્ર છે, જે 15 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ સેન્ટર જૈશ-એ-મોહમ્મદનું ઓપરેશનલ હેડક્વાર્ટર છે. તે ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના પુલવામા હુમલા સહિત અનેક આતંકવાદી યોજનાઓ સાથે જોડાયેલો છે.
ઓપરેશન સિંદૂરની ઈનસાઈડ સ્ટોરી
RAWએ સ્થળ પસંદ કર્યું, આર્મી-નેવી-એરફોર્સે ઓપરેશન પાર પાડ્યું ઓપરેશન સિંદૂરની ઈનસાઈડ સ્ટોરી
આતંકીઓના સૌથી મોટા સ્થળ મરકઝ સુભાન અલ્લાહનો નાશ
મરકઝ સુભાન અલ્લાહ જૈશ-એ-મોહમ્મદનું ઓપરેશનલ હેડક્વાર્ટર
પાકિસ્તાનની પ્રાંતીય અને ફેડરલ સરકારોના સમર્થન અને ગલ્ફ, આફ્રિકન દેશો (યુકે સહિત)માંથી એકત્ર કરાયેલા ભંડોળ સાથે વર્ષ 2015માં મરકઝ સુભાન અલ્લાહની સ્થાપના કરાઈ હતી. મસ્જિદના નામે ચાલતા આ સ્થળનો ઉપયોગ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને તાલીમ આપવા, આતંકી વિચારધારાનો પ્રચાર કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે થતો હતો. આ પરિસરમાં 600થી વધુ આતંકવાદીઓ રહેતા હતા. જૈશ-એ-મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર આ મસ્જિદમાં રહેતો હતો. જોકે, હાલ, મસૂદ અઝર ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં પાકિસ્તાની અધિકારીઓની રક્ષણાત્મક કસ્ટડીમાં રહે છે.
પાકિસ્તાન સરકાર, ગલ્ફ-આફ્રિકન દેશોના ભંડોળથી મરકઝની સ્થાપના કરાઈ
મસ્જિદના નામે જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને તાલીમ અપાતી હતી
આ સંકુલમાં 600થી વધુ આતંકીઓ રહેતા હતા
જૈશના ચીફ મૌલાના મસૂદ અઝહર આ મસ્જિદમાં રહેતો હતો
મરકઝ સુભાન અલ્લાહમાં પુલવામાના આતંકીઓને તાલિમ અપાઈ હતી
આ સાથે જૈશનો ડી-ફેક્ટો ચીફ મુફ્તી અબ્દુલ રઉફ અસગર, મસૂદ અઝહરનો સાળો અને જૈશની સશસ્ત્ર પાંખનો વડો યુસુફ અઝહર (ઉસ્તાદ ઘોરી), મસૂદ અઝહરના ભાઈ મૌલાના અમ્માર, મૌલાના તલ્હા સૈફ, મસૂદ અઝહરનો પુત્ર મોહમ્મદ અબ્દુલ્લા બિન મસૂદ પણ અહીં જ રહેતા હતા. મરકઝ સુભાન અલ્લાહ 2019ના પુલવામા હુમલાનું તાલીમ કેન્દ્ર હતું, જેમાં CRPFના 40 જવાન શહીદ થયા હતા.
ભારતીય વાયુ સેનાએ 7 મેને બુધવારે વહેલી સવારે ઓપરેશન સિંદુર હેઠળ મરકઝ સુભાન અલ્લાહને તોડી પાડ્યું હતું. આ મસ્જિદને તોડી પાડવા સ્કેલ્પ અને હેમર મિસાઈલોનો ઉપયોગ કરાયો હતો. આ ઓપરેશનનો આશય જૈશ-એ-મોહમ્મદના આતંકી માળખાનો નાશ કરવાનો હતો. મરકઝ સુભાન અલ્લાહના તાલીમ શિબિરો, શસ્ત્રોના ડેપો અને કમાન્ડ સેન્ટરો. મુફ્તી અબ્દુલ રઉફ અસગર અને યુસુફ અઝહર જેવા ટોચના જૈશ નેતાઓ આ સ્થળે છુપાયેલા હતા.
પાકિસ્તાનમાં આતંકીઓના મોટા હેડક્વાર્ટરનો નાશ ઓપરેશન સિંદૂરની ઈનસાઈડ સ્ટોરી
મરકઝ સુભાન અલ્લાહને તોડી પાડવા સ્કેલ્પ-હેમર મિસાઈલનો મારો કરાયો
રાફેલ જેટથી મરકઝમાં ડીપ કમાન્ડ સેન્ટરો-બન્કરો તોડી પડાયા
નાના ટાર્ગેટ માટે હેમર મિસાઈલોનો ઉપયોગ કરાયો
બ્રહ્મોસ મિસાઈલ, સ્પાઈસ 2000 અને પોપાય બોમ્બથી પણ હુમલો કરાયો
રાફેલ જેટથી લોન્ચ કરાયેલ અને 250-560 કિમી રેન્જના સ્કેલ્પ ક્રુઝ મિસાઇલનો ઉપયોગ ડીપ કમાન્ડ સેન્ટરો અને બંકરોનો નાશ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ સિવાય 20થી 70 કિ.મી.ની રેન્જ ધરાવતા લેસર અને ઈન્ફ્રારેડ ગાઈડેડ હેમર મિસાઈલનો ઉપયોગ બંકરો અને તાલીમ સુવિધાઓ જેવા નાના લક્ષ્યોને નષ્ટ કરવા કરાયો હતો. ભારતીય સૈન્યે સુપરસોનિક ગતિ અને 400 કિમી રેન્જવાળા બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ ડેપોનો નાશ કરવા માટે કર્યો હતો. ચોક્સાઈપૂર્વકના હુમલા માટે મિરાજ 2000 જેટમાંથી સ્પાઈસ 2000 અને પોપાય બોમ્બનો મારો કરાયો હતો. હેરોન ડ્રોનનો ઉપયોગ કરીને નાના પરંતુ મહત્વપૂર્ણ લક્ષ્યોને નષ્ટ કરાયા હતા.


ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે