Operation Mule Hunt:મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના તાર જૂનાગઢ સુધી, 253 કરોડના ટ્રાન્ઝેક્શન કેસમાં 8ની ધરપકડ

0
219
Mule Hunt
Mule Hunt

Operation Mule Hunt:ગુજરાતમાં સાયબર છેતરપિંડી સામે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત મોટી સફળતા મળી છે. કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના તાર જૂનાગઢ સુધી પહોંચતા સાયબર ક્રાઇમ શાખાએ મોટી કાર્યવાહી કરી છે. દેશમાં નોંધાયેલા 360થી વધુ ફરિયાદો સાથે સંકળાયેલા રૂ. 253 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Operation Mule Hunt:360 ફરિયાદો, 9 બેન્ક ખાતા અને 253 કરોડની હેરાફેરી

પોલીસ તપાસ મુજબ દેશભરમાં કુલ 9 બેન્ક ખાતાઓ પર અલગ-અલગ રાજ્યોમાંથી 360 ફરિયાદો નોંધાઈ હતી. આ ખાતાઓ મારફતે રૂ. 253 કરોડથી વધુની લેણદેણ કરવામાં આવી હતી. આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા જૂનાગઢ સાયબર પોલીસે કાર્યવાહી કરી અને ભાડે બેન્ક ખાતા પૂરા પાડનાર 8 આરોપીઓને પકડી પાડ્યા છે. એક આરોપી અગાઉથી જ અન્ય ગુનામાં જેલમાં હોવાનું સામે આવ્યું છે.

Operation Mule Hunt

Operation Mule Hunt:ભાડે ખાતા આપી કરોડોની હેરાફેરી

પોલીસ અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓ કમિશનના લાલચે પોતાના નામે બેન્ક ખાતા ખોલાવી તે સાયબર ચાંચિયાઓને ઓપરેટ કરવા આપતા હતા. આ ખાતાઓમાં ફ્રોડની રકમ જમા કરી બાદમાં અલગ-અલગ બેન્કોમાં ટ્રાન્સફર કરીને હેરાફેરી કરવામાં આવતી હતી.

Operation Mule Hunt: ‘કેવી રીતે કરાતો કાંડ?’

સાયબર ચોરો લોકોকে લાલચ આપી તેમની બેન્ક વિગતો મેળવી ઇન્ટરનેટ બેન્કિંગ સક્રિય કરતા અને ત્યારબાદ મોટા પાયે રકમની હેરાફેરી કરતા. આ કેસમાં પોલીસએ
આલેખ ઉર્ફે પવન હિરાણી, જાવિદ પઠાણ, ભરત દેત્રોજા, અરજણ ઉર્ફે અજીત ગરેજા, અલ્તાફ સમા, અલબક્ષ ઉર્ફે સોનુ સોઢા, ચિરાગ સાધુ અને રક્ષિત કાછડીયાની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે બેન્ક ખાતા કમિશન અથવા ટકાવારીના બદલે ભાડે અપાતા હતા.

Operation Mule Hunt:પોલીસની અપીલ

પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈને પણ પોતાની બેન્ક વિગતો, ડેબિટ કાર્ડ, ચેકબુક કે OTP આપશો નહીં. જો કોઈ વ્યક્તિ લાલચ આપી ખાતાની માહિતી માંગે તો તરત પોલીસ અથવા સાયબર સેલને જાણ કરવી.

Operation Mule Hunt

ઓપરેશન મ્યુલ હન્ટ’ શું છે?

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ એવા બોગસ ખાતાધારકો (મ્યુલ એકાઉન્ટ) સામે કાર્યવાહી થાય છે, જે કમિશનના લાલચે પોતાના ખાતા સાયબર ઠગોને ઓપરેટ કરવા આપે છે અને પોતે ગુનાના વાહક બને છે.

જામનગર જિલ્લામાં પણ કાર્યવાહી

જામનગર જિલ્લાના ધ્રોલમાંથી એક મ્યુલ એકાઉન્ટ મળી આવ્યું છે, જેમાં રૂ. 14.80 લાખની હેરાફેરી થઈ હતી. આ મામલે ધ્રોલ પોલીસ મથકમાં બે આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધી 20 એફઆઇઆર અને 44 આરોપીઓ સામે કાર્યવાહી થઈ છે.

વડોદરામાં પણ ચોંકાવનારો કિસ્સો

વડોદરાની બેન્ક ઓફ મહારાષ્ટ્રના એક ખાતામાં અલગ-અલગ રાજ્યોમાંથી 23 ફરિયાદો મળી હતી, જેમાં રૂ. 2.30 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ખાતેદાર હેમંત જાદવે પોતાનું ખાતું સાગર શાહને ઓપરેટ કરવા આપ્યું હતું. બંનેની શોધખોળ માટે પોલીસની ટીમો કાર્યરત છે.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સાયબર ફ્રોડના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Terror at Bondi Beach:ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર તહેવાર દરમિયાન યહૂદીઓ પર ફાયરિંગ, 10નાં મોત; 30 વર્ષમાં સૌથી મોટી માસ શૂટિંગ