ડૂંગળીના ભાવમાં વધારો,ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

0
148
ડૂંગળીના ભાવમાં વધારો,ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ડૂંગળીના ભાવમાં વધારો,ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ડૂંગળીના ભાવમાં વધારો

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ડૂંગળીનો ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો

ડૂંગળીની આવકમાં ઘટાડો થતા ભાવમાં વધારો દેશભરમાં અને રાજ્યમાં અલગ અલગ શહેરોમાં ટામેટા બાદ હવે ડુંગળી રડાવી રહી છે. ડુંગળીના ભાવમાં સતત વધારાને કારણે લોકોની મુશ્કેલી વધી છે.ડુંગળીના સરેરાશ ભાવમાં 57 ટકાનો વધારો થયો છે. ડુંગળી આમ તો તીખી કહેવાય પરંતુ હાલ આ તીખી ડુંગળીમાં થયેલો ભાવ વધારો અને તે પણ બમણો ભાવ વધારો. જેના કારણે લોકોએ ડુંગળી ખરીદી પર કાપ મુક્યો છે. ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીના બજેટ પર અને રસોડા પર સીધી અસર પડી છે.હાલમાં રિટેલ બજારમાં ડુંગળી ના ભાવ આસમાને પોહનચી ગયા છે…15 થી 20 રૂપિયા કિલો મળતી ડુંગળીના ભાવ રિટેલ બજારમાં 70 થી 80 રૂપિયો કિલો ભાવ પોહચી ગયો છે..હોલસેલ બજારમાં ડુંગળીની નવી આવક આવે નહીં ત્યાં સુધી ડુંગળીનો ભાવ વધારો જોવા મળશે.. ડૂંગળી હોલસેલ બજારમાં ડૂંગળીનું પ્રતિ કિલોએ 50 થી 62 રૂપિયા ના ભાવે વેચાણ થઈ રહ્યું છે..વાસણા APMC ના વેપારીઓ માનીએ તો વરસાદના કારણે ડુંગળીનો માલ બગડી જતાં ભાવમાં વધારો થયો છે.ત્યારે  હવે નવી આવક આવશે ત્યારે ભાવ અંકુશમાં આવશે…વાસણા APMC ના અધિકારીનું કેહવુ છે કે..ડુંગળી એક્સપોર્ટ પર અંકુશ લાવવાથી પણ ભાવ સ્થિર થઈ શકે. આગામી એક મહિના દરમિયાન  ડુંગળીના ભાવ વધતા  જોવા મળશે..અને ડૂંગળીની નવી આવક બજારમાં આવતા ભાવ ઉતરતા જોવા મળશે..ગુજરાત માં ડુંગળીની આવક મહારાષ્ટ્રમાં નાસિક ની આજુબાજુથી આવે છે..તેમજ સૌરાષ્ટ્ર માં મહુવા, ભાવનગર થી ડુંગળી આવે છે..તેમજ મધ્યપ્રદેશમાંથી ડુંગળી આવે છે..ત્યારે ડૂંગળીના ભાવમાં વધારો થતા મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

 વાંચો અહીં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપ પર કર્યાં પ્રહાર