ફાર્મા સિવાયના તમામ સેક્ટરમાં સુધારો જોવા મળ્યો
ચાલુ સપ્તાહના બીજા દિવસે એટલે કે, ૨ મે, મંગળવારે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. સ્ટોક બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ પાછળનું કારણ એશિયન સ્ટોક માર્કેટ્સમાં આવેલ સુધારો માનવામાં આવી રહ્યું છે. મંગળવારે સેન્સેક્સ ૨૪૨ના ઉછાળા સાથે ૬૧,૩૫૫ પર બંધ થયો હતો, જયારે નિફ્ટી ૮૩ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮,૧૪૮ પર બંધ થયો હતો. ફાર્મા સિવાયના તમામ સેક્ટરમાં સુધારો જોવા મળ્યો છે.