રવિવારે દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી

0
74
રવિવારે દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી
રવિવારે દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી

રવિવારે દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી

જમ્મુ-કાશ્મીરના 20 જિલ્લામાં પણ તિરંગા યાત્રા કાઢવામાં આવી

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રીનગરમાં તિરંગા યાત્રામાં ભાગ લીધો

રવિવારે દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.. 77માં સ્વતંત્રતા દિવસના પહેલા રવિવારે દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના 20 જિલ્લામાં પણ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રીનગરમાં તિરંગા યાત્રા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને દરેક ઘર પર ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી છે.આ સિવાય રાજધાની દિલ્હીમાં ત્રણેય સેનાઓએ ફુલ ડ્રેસ રિહર્સલ કર્યું હતું. વાયુસેનાના ધ્રુવ હેલિકોપ્ટરથી ત્રિરંગા પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. આ વખતે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર યોજાનાર કાર્યક્રમ માટે 1800 વિશેષ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં રોકાયેલા સરપંચ, શિક્ષકો, નર્સો, ખેડૂતો, માછીમારો અને મજૂરોનો સમાવેશ થશે.

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની  તિરંગા’ રેલી

ગ્રામજનો અને બાળકો સાથે રેલી

છત્તીસગઢના રાજનાંદગાંવમાં રેલી યોજાઈ

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના કર્મચારીઓએ સ્થાનિક ગ્રામજનો અને બાળકો સાથે છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના દૂરના ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત ગામોમાં ‘હર ઘર તિરંગા’ રેલી કાઢી હતી.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી

બાવળામાં તિરંગા યાત્રા નીકળી

મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા

 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાવળામાં તિરંગા યાત્રા નીકળી હતી. તિરંગા યાત્રા બાવળા ની APMC થી લઈને પક્ષી ભુવન, ટાવર ચોક, નવી બજાર, અને મુખી નાં ઢારે થઈ ને Apmc એ પરત ફરી હતી. આ તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપ ડોડીયા ,મયુરભાઈ ડાભી, જિલ્લા સંગઠન મંત્રી ભરતભાઈ મેર ,જિલ્લા પંચાયત સદસ્ય ઇશ્વરભાઇ મકવાણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ