કેટલાક ગુજરાતી સાહસિક ઉદ્યોગપતિઓ એવા છે કે તેમના જીવનમાંથી પ્રેરણાદાયી સંદેશ ચોક્કસ મળે. આજે વાત કરીશું ગોપાલ નમકીનના માલિક બિપીનભાઈ હદવાણીના સંઘર્ષ અને તેમની મહેનતની..દરેક લોકો ફરસાણ ખાવુ ખૂબ જ પસંદ છે પહેલા બધા કઈ સ્વાદ વગરનું જ ખાતા હતા પરંતુ ત્યારબાદ બજારમાં મીઠાશ અને નમકીન આવ્યું જે બાદ લોકો ખાવામાં આપનાવ્યું અને હાલમાં અનેક પ્રકારની પ્રોડક્ટ્સ બજારમાં છે.આજના સમયમાં ગુજરાતમાં દરેક ઘરમાં ગોપાલ નમકીન ફેમસ છે.ગોપાલના ગાંઠિયા, ચણાની દાળ, સેવ સિંગ, સેવ મમરા, વગેરે વિવિધ ફરસાણ દરેક લોકોમાં ખુબજ પ્રિય છે.આજ ના સમય મા ગુજરાત ના ઘેર-ઘેર જોવા મળતું તેમજ દરેક નાના ભુલ્કાવો ના મોઢું જાણીતું નામ એટલે ગોપાલ. આ ગોપાલ નું ફરસાણ નમકીન ઘણું પ્રખ્યાત છે અને નાના હોય કે મોટા બધા તેનો આનંદ લે છે. પછી ગોપાલ ના ગાંઠિયા,ચણાની દાળ,સેવ, સિંગ,તીખા-મોરા સેવ-મમરા અને ઘણી બધી બીજી ફરસાણ ની વાનગીઓ લોકપ્રિય છે. જોકે આ સફળતા પાછળ ગોપાલ નમકીન ના માલિક શ્રી બિપીનભાઈ હદવાણી નો સંઘર્ષ અને તેમની મહેનત જાણવા જેવી છે.સફળતા પામવાં જરૂરી છે શરૂઆત – આ મંત્ર તેમને કામ લાગ્યો, બિપીનભાઈ હદવાણી નું મૂળ ગામ જામકંડોરણા તાલુકા નું ભાદરા અને તેવો પોતાના પિતા અને ભાઇઓ સાથે ગામ મા ફરસાણ ની દુકાન ચલાવતા હતા.
બિપીનભાઇ વારંવાર કહે છે કે મારા પિતા કહેતા ‘આપણે જે ખાઇએ તે ગ્રાહકને ખવડાવવું’ તે સિધ્ધાંતને વળગી રહેતા આજે મને સફળતા મળી છે. મારી ફેક્ટરીનો માલ જ મારા ઘરમાં નાસ્તામાં ઉપયોગમાં લેવાય છે. તેને કારણે 2006માં જે ટર્નઓવર વાર્ષિક હતું તે આજે રોજનું છે.
ગામડું હોવાથી ગ્રાહકોની રાહ જોવી પડતી ક્યારેક મંદી તો કયારેક લગ્ન પ્રસંગો સમયે તેજી, પોતાના ધંધા ના વિકાસ અર્થે બિપીનભાઈએ એક રૂપિયા મા ચવાણું ના પેકેટ બનાવી ગામડે-ગામડે ફેરી કરવાનું ચાલુ કર્યું.થોડા સમય બાદ પૈસા ભેગા થતા રાજકોટ આવી પોતાના પિતરાઈ ભાઈ સાથે રૂપિયા ૮૫૦૦ નુ રોકાણ કરી ભાગીદારી મા ગણેશ નામે ધંધો શરુ કર્યો. આ ગણેશ નામ ના બ્રાંડ મા સેવ, ગાંઠિયા, દાળમુઠ, ચણાની દાળ, વટાણા જેવા ફરસાણ નો સમાવેશ કરવામાં આવ્યો અને તેના પેકેટ બનાવી વેચાણ શરુ કર્યું