નમસ્તે વીઆર લાઇવ ના ઓફબીટના પ્રોગ્રામ શ્રુંગારમાં હું પ્રતિક્ષા આપનું સ્વાગત કરું છું. દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ જેવી દેખાવાની કોની ઈચ્છા નથી હોતી જેની ત્વચા ખુબ ચમકદાર અને નરમ દેખાવમાં લાગે છે તેમના શાર્પ જો લાઈન, ડાઘ વગરની સ્કીન અને તાજગી ભરેલા ચેહરાનું રહસ્ય શું હશે? આપણી વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને તણાવ ભરેલી હોવાથી આપણી સ્કીન શુષ્ક અને બેજાન થઇ ગયેલ હોય છે. એવામાં ઘર અને ઓફીસના કામ થી બહાર નીકળતા હોવાના લીધે અને વધુ પડતો સ્ટ્રેસ લેવાના લીધે તમારા સ્વાસ્થ્યની સાથે સ્કીન પર પણ તેની અસર દેખાય છે.
આખો દિવસ કામ કર્યા બાદ હળવું મસાજ આપણને રાહત આપે છે. મસાજ તમારા શરીરને જ નહી સ્કીનને પણ સુકુન આપે છે. મસાજ ચેહરા માટે શા માટે જરૂરી છે. તો આવો અમે તમને જણાવીએ તે, કંઈ રીતે મસાજ કરવા પર તમે પોતાની સ્કીનમાં તેના ફાયદા દેખાશે.
દરેક વ્યક્તિને ગ્યોલીંગ અને હેલ્થી સ્કીન ગમે છે જો કે આ ચમકતી ત્વચા ને જાળવી રાખવા માટે ઘણી કેર કરવી પડે છે, ભલે તમને મેકઅપ કરવો ગમતો હોય પણ તંદુરસ્ત ત્વચા અલગ જ ચમક આપે છે. ચહેરાને ક્લીન્ઝિંગ, મોઇશ્ચરાઇઝિંગની સાથે ફેશિયલ મસાજની પણ જરૂર હોય છે. સ્કીન ગ્યોલીંગ કરવામાં અને ડાઘ ધબ્બા દુર કરવામાં આ બધાનું કારણ પાછળ ફેશ મસાજ છે. ચાલો જાણીએ કેવી રીતે ફેસ મસાજ કરવું અને એના કેવા કેવા ટુલ્સ બજારમાં ઉપલબ્ધ છે.
ચહેરા પર મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને ત્વચાને આરામ મળે છે, તણાવ અને થાક દૂર થાય છે. ચહેરાનો મસાજ ત્વચાને ચમકદાર અને ઝીણી રેખાઓને ચીકણી કરવાથી કોલેજન સંશ્લેષણમાં પણ મદદ મળી શકે છે. સારી સ્કિન મેળવવા માટે વ્યક્તિએ અઠવાડિયામાં 2થી 3 વખત તેમના ચહેરા પર મસાજ કરવો જોઈએ. આખરે આ ફેસ મસાજ ટૂલ્સ શું છે? તેના ફાયદા શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે? કોણે તેનો ઉપયોગ કરવો જોઈએ? ઘણીવાર લોકો આ બધા પ્રશ્નોનો વિચાર કર્યા વિના આ સાધનો ખરીદે છે. જ્યારે આ સાધનો દરેકની ત્વચા પર સમાન અસર દર્શાવતાં નથી.
ડર્મેટોલોજિસ્ટના કહેવા પ્રમાણે ફેસ મસાજ ટૂલ્સની 2 શ્રેણી છે. એક કેટેગરી જેડ રોલર અને ગુઆશા છે જે પથ્થરમાંથી બનેલી છે. બીજી શ્રેણી ડર્મા રોલર સ્ટેમ્પની છે. આ ત્વચામાં કોલેજીન વધારે છે. કોલેજીન સાથે ત્વચા યુવાન દેખાય છે. પરંતુ તે ચોક્કસ છે કે તેઓ ત્વચાને કોઈ નુકસાન પહોંચાડતાં નથી.
આ સાધનો લસિકા ડ્રેનેજમાં મદદ કરવા માટે રચાયેલ છે. ખરેખર ત્વચાની નીચે લસિકા એટલે કે લિમ્ફેટિક સિસ્ટમ હોય છે. તે લોહીમાંથી બહાર આવે છે અને ત્વચાની નીચે જમા થવા લાગે છે. જેના કારણે ચહેરા પર સોજો આવી જાય છે. જ્યારે ચહેરાને રોલર વડે માલિશ કરવામાં આવે છે, ત્યારે લોહીમાંથી લિમ્ફનું લિકેજ ફરી લોહીમાં જાય છે. સાદી ભાષામાં કહીએ તો ચહેરા પર વધુ સારું રક્ત પરિભ્રમણ થવાથી ચહેરા પરનો સોજો દૂર થઈ જાય છે અને ત્વચામાં ચમક આવે છે.
જ્યારે, ડર્મા રોલર અને ડર્મા સ્ટેમ્પનો વૈજ્ઞાનિક આધાર છે. તેમની મદદથી, ત્વચામાં માઇક્રો ઇજા થાય છે, જેના કારણે કોલેજન વધે છે. જો આ સાધનોનો ઉપયોગ 25 વર્ષની ઉંમરથી કરવામાં આવે તો વૃદ્ધત્વને નિયંત્રિત કરી શકાય છે અને ટાળી શકાય છે. જો ચહેરા પર વિટામિન સી અને હાઇડ્રોલિક સીરમ લગાવીને આ સાધનો વડે મસાજ કરવામાં આવે તો તેની અસર વધુ જોવા મળે છે. ડર્મા રોલર્સ .5 થી 3.5 મીમી સુધીના કદમાં આવે છે. પરંતુ જો સારવાર ઘરે જ કરવાની હોય, તો .5 અથવા 1 મીમીની સોયનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. જો પિમ્પલ્સ કે ડબલ ચિનની સમસ્યા હોય તો ફેસ મસાજના સાધનોને બદલે ત્વચારોગ વિજ્ઞાની પાસે તપાસ કરાવવી જોઈએ.
ચીનની ટેકનીક છે ગુઆશા અને જેડ રોલર. ગુઆશાનો ઉપયોગ ૨૫૦૦ વર્ષ પહેલા ચીનમાં સારવાર માટે થતો હતો. ૨૭૦૦ વર્ષ પહેલા ચીનમાં જેડ રોલર બનાવાયું હતું. જેડ રોલરને યુશી ગુનલુન કહેવામાં આવતું હતું. ત્યારે પણ આનો ઉપયોગ એન્ટી-એજીંગ માટે થતો હતો. જેડ રોલર અનેક પ્રકાર ના સ્ફટિકો થી બનેલા હોય છે જે સ્નાયુઓને આરામ મળે છે. ગુઆશા પણ પથ્થર નું બનેલું હોય છે જે શાર્પ જો લાઈન માટે સારું ટુલ્સ છે. આઈસ ગ્લોબલ જેને ફ્રીજમાં પાણી ભરી ને રાખ્યા બાદ ઉપયોગ માં લેવાય છે. અને ગોલ્ડ રોલર મસાજર જે સોનાનું બનેલું હોય છે અને તેના થી અલગ જ ગ્લો આવે છે. જે રીતે દરેક વ્યક્તિનું શરીર અલગ-અલગ હોય છે, એ જ રીતે તેમના ચહેરા અને ત્વચાની સમસ્યાઓ પણ અલગ-અલગ હોય છે. દરેક વ્યક્તિએ પોતાની સમસ્યા અનુસાર ફેસ મસાજનાં સાધનોનો ઉપયોગ કરવો જોઈએ.
વો ડબલ ચિન, હેવી ફેસ માટે ગુઆશા, પાતળા ચહેરા માટે કોલેજન બુસ્ટિંગ ટૂલ
કેટલાક લોકોના ચહેરા પર ઘણી ચરબી હોય છે. તે જ સમયે, કેટલાક લોકો ડબલ ચિનને કારણે પરેશાન છે. આવા લોકોએ ગુશાનો ઉપયોગ કરવો જોઈએ. કેટલાક લોકોનો ચહેરો ખૂબ પાતળો હોય છે, ગાલ અંદર બેસી જાય છે. આવા લોકોને કોલેજન વધારવાની જરૂર છે. આ લોકોએ કોલેજન બુસ્ટિંગ ટૂલનો ઉપયોગ કરવો જોઈએ.
ફ્લેબી ચહેરા માટે ફેસ લિફ્ટ પ્રો ટૂલ
આજકાલ, જસ્ટિન બીબરની જેમ, ઘણા લોકો તણાવને કારણે ચહેરાના પેરાલિસિસનો સામનો કરી રહ્યા છે. આ ચિંતાજનક સ્થિતિ છે કારણ કે ચહેરા પર લકવો થાય છે. આમાં ફેસ યોગ પણ કરી શકાતો નથી. ચહેરો અસમપ્રમાણ બને છે. આ કિસ્સામાં, ફેસ લિફ્ટ પ્રો ટૂલની મદદથી ચહેરા પર માઇક્રોકરન્ટ આપવામાં આવે છે. આ સાધનની મદદથી સ્નાયુઓ સક્રિય થાય છે.
ડાર્ક સર્કલ અને પફી આઇઝ માટે 24K મસાજર
જો કોઈ વ્યક્તિ આંખમાં સોજા અથવા શ્યામ વર્તુળોથી પરેશાન હોય, તો તેને 24K ફેસ મસાજર અથવા આંખના કપનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે. આ લસિકા ડ્રેનેજ તરફ દોરી જાય છે, જેના કારણે સોજો 1 મિનિટમાં દૂર થઈ જાય છે. 24K મસાજરમાં નાના સ્પાઇક્સ છે જે એક્યુપ્રેશર જેવા સાધન જેવું લાગે છે. તે આંખોની નીચે, કાળી રેખાઓ, નેકલાઇન અને કપાળની રેખાઓને સુધારે છે. 24K massager ની અસર તરત જ દેખાય છે.
આવો જાણીએ અલગ અલગ ક્રિસ્ટલસ અને રોલર વિષે
- સ્ફટિકનું બનેલું ફેસ રોલર
ચહેરાના રોલરો વિવિધ પ્રકારના ક્રિસ્ટલ્સમાંથી બનાવવામાં આવે છે. આ ક્રિસ્ટલ્સ ત્વચા પર પણ અલગ-અલગ રીતે કામ કરે છે. - રોઝ ક્વાર્ટઝ
આ સ્ફટિકને ‘ક્રિસ્ટલ ઓફ શુક્ર’ એટલે કે સુંદરતાની દેવીનો પથ્થર કહેવામાં આવે છે. તે ભાવનાત્મક ઉપચારક પણ માનવામાં આવે છે. આ રોલર ત્વચામાંથી ગંદકી દૂર કરે છે અને વ્યક્તિને તણાવમુક્ત રાખે છે. તે ત્વચાને ડિટોક્સ કરે છે
- ક્લિયર ક્રિસ્ટલ
આ પથ્થરને માસ્ટર હીલર કહેવામાં આવે છે. તેમાં સિલિકાનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે ત્વચાને જરૂરી મિનરલ્સ મળે છે અને તે સ્વસ્થ રહે છે.
- એમિથિસ્ટ
આ પથ્થર વ્યક્તિને ચિંતામુક્ત બનાવીને શાંત રાખે છે. ખીલ માટે આ શ્રેષ્ઠ ક્રિસ્ટલ છે.
- જેડ
જેડ નામનો સ્ટોન ઢીલી ત્વચા પર અસરકારક છે. તે ત્વચાના નવા કોષો ઉગાડે છે જે ત્વચાની સ્થિતિસ્થાપકતામાં સુધારો કરે છે, લસિકા ડ્રેનેજમાં મદદ કરે છે અને કરચલીઓ અટકાવે છે.
- લાલ જાસ્પર
આ પથ્થર હાયપરપીગ્મેન્ટેશન અને ડાર્ક સ્પોટ્સ દૂર કરે છે.
વીકમાં માત્ર ૩ વખત જ આ ટુલ્સથી મસાજ કરો. ચહેરાનાં સાધનો વડે મસાજ વીક 3 વખત માત્ર 3 થી 5 મિનિટ માટે કરવી જોઈએ. વાસ્તવમાં ચહેરાના સ્નાયુઓ ખૂબ જ પાતળા હોય છે, તેથી અહીંની ત્વચા અને સ્નાયુઓને આરામ કરવાની જરૂર છે. આ સાધનો 18 વર્ષ પછી ગમે ત્યારે વાપરી શકાય છે. આઇ રોલરનો ઉપયોગ બાળકો પણ કરી શકે છે કારણ કે તેમનો સ્ક્રીન સમય વધી ગયો છે. આ રીતે તેમની આંખોને આરામ મળે છે. બીજી તરફ, જો 15-16 વર્ષના બાળકને પિમ્પલ્સ હોય તો તે જેડ રોલરનો ઉપયોગ કરી શકે છે. પરંતુ 18 વર્ષ પછી, જો કોઈને ખીલ થાય છે, તો તેને ફેસ કપનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
- ટૂલ્સ વડે યોગ્ય દિશામાં માલિશ કરો
ઘણા લોકો આ સાધનોથી ખોટી રીતે માલિશ કરે છે. મસાજ હંમેશાં ચહેરાના સ્નાયુઓની સ્થિતિની વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ. ચહેરાની મસાજ મધ્યથી ઉપરની તરફ અને નાકથી કાન તરફ એટલે કે ચહેરાના બહારના ભાગ તરફ શરૂ કરવી જોઈએ. માલિશ હંમેશાં કપાળ પર ઉપરની તરફ અને ગરદન પર નીચેની તરફ કરવી જોઈએ. - ખોટી રીતે મસાજ કરવાથી નુકસાન
આજકાલ લોકો સોશિયલ મીડિયા પર રીલ્સ જોયા પછી આ ટૂલ્સથી મસાજ કરવાનું શરૂ કરી દીધું છે, જે ખોટું પણ હોઈ શકે છે કારણ કે કેટલીકવાર રીલ્સમાં ખોટી દિશા પણ દર્શાવવામાં આવે છે. કેટલાક વીડિયોમાં, આંખોને ચુસ્તપણે બંધ કરવાની સલાહ આપવામાં આવે છે જ્યારે ચહેરાની મસાજ કરતી વખતે, હાવભાવ વિના ચહેરો સામાન્ય રહેવો જોઈએ. એટલે કે, ચહેરો ચુસ્ત ન હોવો જોઈએ, તે હળવો હોવો જોઈએ, તો જ આ સાધનોની સારી અસર થાય છે.
· સ્કિનને સોફ્ટ બનાવે
સ્કિનને સોફ્ટ રાખવા માટે તમે હળવા હાથથી મસાજ કરો. ક્યારેય પણ પ્રેશરની સાથે મસાજ ન કરો, તેનાથી તમારી સ્કિનને નુકસાન પહોંચશે. જો તમે મસાજ કરવા માટે આંગળીઓનો વપરાશ કરવા માગતા નથી તો ફેસ રોલર અથવા આઈસ રોલરનો ઉપયોગ કરી શકો છો.
· મેળવો ગ્લોઈંગ સ્કિન
મસાજ કરવાથી તમારી સ્કીનમાં કસાવ આવે છે, જેના કારણે તમારી સ્કિન ગ્લો કરવા લાગે છે. તમે ટુવાલમાં કેટલાક બરફના ટુકડાના પીસ રાખી લો અને હળવા-હળવા હાથથી ચેહરા પર માલિશ કરો. મસાજ કરવાથી સ્કિનની સૂસ્તી પણ દૂર થઈ જાય છે. મસાજ કર્યા બાદ મોશ્વરાઈઝર લગાવવાનું ભૂલતા નથી.
· બ્લડ સર્કુલેશન વધારે
મસાજ કરવાથી તમારુ બ્લડ સર્કુલેશન વધારે છે. તેનાથી તમારી સ્કિનમાં ઓક્સીજનનું પ્રમાણ પણ વધે છે. ચેહરા પર સર્કુલર મોશનની સાથે ઉપર તરફથી મસાજ કરો. દરરોજ 5 મિનિટ મસાજ કરોં સ્કીન પણ નવી જાન લઈને આવે છે.
· કરચલીઓને ઓછી કરો
મસાજ કરવાથી કરચલીઓ આવવાની સમસ્યા ઓછી થઈ જાય છે. 30 વર્ષની ઉંમર બાદ ચેહરા પર કરચલીઓ અને ફાઈન લાઈંસ આવવા લાગે છે. તેને આવવાથી રોકવા માટે દરરોજ દિવસમાં 5 થી 8 મિનિટ સુધી મસાજ જરૂર કરો. મસાજ કરવા માટે તમે શ્રેષ્ઠ પ્રોડક્ટ્સનો વપરાશ કરો.
યોગ્ય રીતે મસાજ કરવા શું શું કરવું?
- તમારા હાથને સારી રીતે સાબુ કે હેન્ડવોશથી ધોઈ લો
- તમારા ચહેરાને પાણી અથવા ફેશવોશથી ધોઈ લો અને સૂકાવા દો
- ચહેરા પર કુદરતી ફેસ મસાજ જેલ લગાવો
- તમારા રોમછિદ્રો ખુલે તે માટે ચહેરા પર સ્ટીમ લો
- ત્વચા પર હળવો મસાજ કરવા માટે તમારી આંગળીઓનો ઉપયોગ કરો. સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. તમે રોલરનો પણ ઉપયોગ કરી શકો છો
મસાજ કરતી વખતે વધુ પડતું દબાણ આપવું નહીં. આંખોની આસપાસ એકદમ ધીમેથી મસાજ કરવો કારણ કે, તેની આસપાસની ત્વચા ખૂબ જ સેન્સીટિવ હોય છે. હળવા હાથે અને શાંતિથી મસાજ કરવો જોઇએ. મસાજ કરતા સમયે આખી બોડી ગળાથી લઇને પગ સુધી ઢાંકી દેવું જોઇએ. દરેક ઉપયોગ પછી સેનિટાઇઝ કરો. ચહેરા પર માત્ર સ્વચ્છ મસાજ સાધનોનો ઉપયોગ કરો. દરેક ટુલ્સના ઉપયોગ પછી તેને સેનિટાઈઝર અથવા સાબુ અને પાણીથી સાફ કરો. આ ટૂલ્સ બેક્ટેરિયા મુક્ત રાખશે. ગંદા સાધનોનો ઉપયોગ કરવાથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. આજે ઓફબીટમાં આટલું જ ફરી મળીશું બીજા વિષય સાથે નમસ્કાર.