આપણી સૌથી મોટી કમજોરી છે “હાર માનવી” તો સફળતા હાંસલ કરવા માટે ફરિવાર પ્રયત્ન કરવો અને પ્રયત્ન કરતા જ રેહવાનું આ કહેવાનું એક મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસન નું છે.. સમગ્ર વિશ્વમાં તેમની મહાન સિદ્ધિઓ માટે તે જાણીતા છે. આજે થોમસ એડીસન ને કોણ નથી જાણતું? આ મહાન વૈજ્ઞાનિકના નામે 10૦૦થી વધારે શોધોનો વિશ્વ રેકોર્ડ છે. ૧૦૦૦ પ્રયત્ન કર્યા પછી તેમને ઈલેક્ટ્રિક બલ્બની શોધને કારણે આખી દુનિયામાં પ્રકાશનો દેવદૂત કહેવામાં આવે છે.
એડિસનનો જન્મ 11 ફેબ્રુઆરી 1847 ના રોજ મિલાન ગામમાં થયો હતો, તેમના પિતાનું નામ સેમ્યુઅલ એડિસન અને માતાનું નામ નેન્સી એલિયટ હતું. એડિસન તેના સાત ભાઈ બેહનોમાં સૌથી નાનો હતો.એડીસને બે વાર લગ્ન કર્યા હતા અને ૬ બાળકો હતા. એડિસને તેનું મોટાભાગનું શિક્ષણ આર.જી. પાર્કર સ્કૂલ અને ધ કૂપર યુનિયન સ્કૂલથી થયું હતું . પણ, તેનું મન હંમેશા પ્રશ્નોથી ભરેલું રહેતું.તે બાળપણ થી ઘણા જીજ્ઞાશું હતા જ્યાં સુધી તે પોતે પરીક્ષણ ન કરે ત્યાં સુધી તે કંઈપણ માનતા ન હતા. આ પ્રકારના અભિગમને કારણે તેને શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. કારણકે એમના સવાલો કદી ખતમ જ નહોતા થતા. તેના શિક્ષકે કહ્યું હતું કે આ છોકરાનું મન સાવ ખાલી છે.એડીસન ની માતા પોતે એક શિક્ષિકા હતી તો શાળા છોડ્યા પછી તેમની માતાએ તેમને શિક્ષિત કર્યા. એડીસનનું બાળપણમાં વ્યક્તિત્વ ખૂબ જટિલ અને જીગ્નાશું હતું. તેમની ઉમર ૯ વર્ષ ની હતી ત્યારે માતાએ એક પુસ્તક આપી હતી જેમાં ઘરે બેસીને રસાયણ વિજ્ઞાન ના પ્રયોગો કરી શકાય.
આ રસાયણ પ્રયોગો કરવા માટે થોમસ ને પૈસા ની અને પ્રયોગશાળાની જરૂર હતી તો તેમને રેલ યાત્રીઓને અખબાર અને ટીકીટ વેચવાનું શરુ કર્યું. પછી રેલ્વે સ્ટેશન ના એક ખાલી ડબ્બા માં પ્રયોગ શાળા પણ બનાવી દીધી. એક વખત એક પ્રયોગ કરતા સમયે તેમના રસાયણ નીચે પડી જતા બહુ મોટી આગ લાગી ગઈ. આગ તો બુજાવી દીધી પણ ત્યાંના સુરક્ષા કર્મી એ થોમસ ને જોરદાર તમાચો આપી દીધો ત્યારથી એડીસનને એક કાન માં સાંભળવાનું ઓછું થઈ ગયું.એડિસનના આ પરાક્રમથી સ્ટેશન માસ્તર ખૂબ જ ખુશ થયા. તેની પાસે પૈસાના રૂપમાં આપવા માટે કંઈ નહોતું, પરંતુ તેણે એડિસનને ટેલિગ્રાફ શીખવવાનું વચન આપ્યું હતું. એડિસને આ વ્યક્તિ પાસેથી ટેલિગ્રાફ શીખ્યા અને ટેલીગ્રાફ ની પેહલી પેર્તેન શોધ કરી . પછી ના વર્ષે તે ન્યુયોર્ક ગયા અને થોડો સમય ગરીબી માં વિતાવ્યો પરંતુ થોડા દિવસો પછી સ્ટોક એક્સચેન્જની ઓફિસમાં નોકરી મળી ગઈ. તેમને ટેલિગ્રાફના સાધનો ત્યાના પ્રમુખને એક આશા એ રજુ કર્યા કે તેમને ૨૦૦૦ ડોલર મળશે પંરતુ પ્રમુખ તેના થી એટલા પ્રભાવિત થયા કે તેમને એડીસનને ૪૦ હજાર ડોલર આપ્યા. તે એડીસનની શરૂઆત હતી.
તેઓ માત્ર વૈજ્ઞાનિક જ નહીં પરંતુ સફળ ઉદ્યોગ સાહસિક પણ હતા. કપડાંની બાબતમાં, તે સંપૂર્ણપણે બેદરકાર હતા. ઉનાળો હોય કે શિયાળો આવે, તે એ જ પાતળા કપડાં પહેરે જે દસમાંથી નવ વખત એસિડવાળા અને ચીંથરેહાલ હોય. તે સંપૂર્ણપણે અભૂતપૂર્વ અને ધિક્કારવાળો હતો. પેરિસની સફર દરમિયાન, તેમણે જ્યારે પણ લેન્જેનડ ઓફ ઓનરની સજાવટ પહેરી હતી, પરંતુ અન્ય તમામ સમયે તેમણે તેમના લેપલ હેઠળ બેજ ફેરવી દીધો હતો કારણ કે તેમના સાથી અમેરિકનો એવું માનતા હતા કે તેઓ દેખાડો કરી રહ્યા છે. દરરોજ પોતાનું કામ કર્યા પછી, બાકીનો સમય તે પ્રયોગો અને પરીક્ષણમાં વિતાવતા. તેણે તેની કલ્પનાશક્તિ અને યાદશક્તિનો ઉપયોગ તેના વ્યવસાયને આગળ વધારવા માટે કર્યો. આ પ્રતિભાને કારણે, તેમણે જનરલ ઇલેક્ટ્રિક સહિત 14 કંપનીઓની સ્થાપના કરી, જે આજે પણ વિશ્વની સૌથી મોટી ટ્રેડિંગ કંપની તરીકે ઓળખાય છે.
એક મંદબુદ્ધિ બાળક કેવી રીતે બન્યો વિશ્વનો મહાન વૈજ્ઞાનિક બન્યો. એડિસન પાસે વિવિધ નવીનતાઓ ઉપરાંત તેમના નામ પરથી અનેક શોધો હતી. તેમની કેટલીક પ્રખ્યાત શોધો આ પ્રમાણે છે – આપોઆપ ટેલિગ્રાફ, અગ્નિથી પ્રકાશિત બલ્બ, કાર્બન ટેલિફોન ટ્રાન્સમીટર, ગ્રામોફોન , મોશન પિક્ચર કેમેરા , આલ્કલાઇન સ્ટોરેજ બેટરી , ઈલેક્ટ્રિકલ પેન , મોશન પિક્ચર કેમેરા , ટેલિફોન , સિનેમા પણ માં છેથોમસ એડિસન પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી અને ઔદ્યોગિક સજ્જતાના સ્પષ્ટ હિમાયતી હતા. સબમરીન, મશીનગન અને એરોપ્લેન સહિતની નવી ટેક્નોલોજીઓ ઝડપથી યુદ્ધમાં પરિવર્તન લાવી રહી છે. એડિસને ઓક્ટોબર 1915માં ન્યૂ યોર્ક ટાઈમ્સને કહ્યું તેમનું માનવું હતું કે યુદ્ધો થશે પણ સૈનિકો નથી લડે મશીનોથી લડાઈ થશે.. ઘણા અઠવાડિયા પછી ટાઇમ્સ સાથેની બીજી મુલાકાતમાં, એડિસને ટિપ્પણી કરી, “વિજ્ઞાન યુદ્ધને એક ભયંકર વસ્તુ બનાવશે વિચારવા માટે ખૂબ ભયંકર. છે..
ખૂબ જ ટૂંક સમયમાં આપણે એક બટન દબાવીને હજારો કે લાખોની સંખ્યામાં માણસોને નીચે ઉતારી શકીશું.”
જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ સંશોધન કાર્યમાં વ્યસ્ત રહ્યા. તેણે વધુ ગંભીર પ્રયોગો માટે અન્ય પ્રયોગશાળામાં ડેબ્યુ તરીકે મૃત્યુને પણ ગણાવ્યું. “મેં મારા જીવનનું કામ પૂરું કર્યું છે. હવે હું બીજા પ્રયોગ માટે તૈયાર છું”, આ લાગણી સાથે વિશ્વની મહાન પરોપકારી વિભૂતિએ ૧૮ ઓકટોબરના ૧૯૩૧ ના રોજ દુનિયા છોડી દીધી. પરતું તે મુત્યુ પામ્યા નથી..
આજે પણ તેમની શોધ દ્વારા એડીસન આ દુનિયામાં જીવે છે.. શું ક્યારેય બીજો થોમસ એડિસન બનશે? કોણ જાણે છે, ક્યાં હોઈ શકે છે. આપણા બધામાં થોડું એડિસન છુપાયેલું છે, ફક્ત અનલૉક થવાની રાહ જોઈ રહ્યા છીએ. તો આવી જ પ્રેરણાત્મકવાતો સાથે ફરી મળીશું