OFFBEAT 270 | ઘરેલું નુસખા : લસણ તેમજ એક કળી લસણના ફાયદા | VR LIVE

    0
    221

    OFFBEAT 270: દરેક વ્યક્તિના ઘરના રસોડામાં લસણ હંમેશા રહે છે. જો તમે રોજ લસણની એક કળી ખાઓ છો તો તેનાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે. લસણ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહેશે. આ સિવાય લસણ પાચનક્રિયામાં ફાયદો આપે છે. લસણ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. દરરોજ લસણની માત્ર 1 કળી ખાવાથી તમારું હાઈ કોલેસ્ટ્રોલ, પાચન અને રોગપ્રતિકારક શક્તિ બધુ જ યોગ્ય રહેશે. તો ચાલો જાણીએ  

    લસણ ખાવાથી થતા ફાયદા

    કોલેસ્ટ્રોલ રહેશે કંટ્રોલ

    દરરોજ લસણની એક કળી ખાવાથી તમારું ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થશે. તમને જણાવી દઈએ કે લસણમાં એલિસિન નામનું કમ્પાઉન્ડ હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે.

    પાચનક્રિયામાં થશે સુધારો

    તમને જણાવી દઈએ કે દરરોજ લસણ ખાવાથી જ તમારું પાચન સારું રહેશે. આ સિવાય ગેસ્ટ્રિક જ્યુસનું pH પણ સુધરશે. આ ઉપરાંત, લસણનો અર્ક ગેસ્ટ્રિક મ્યુકોસલ સ્તરને પણ ઠીક કરશે. ઉલ્લેખનીય છે કે લસણમાં એન્ટિમાઈક્રોબિયલ ગુણો જોવા મળે છે. જે આંતરડામાં રહેલા વિવિધ પ્રકારના પરોપજીવી અને માઇક્રોબિયલ ઇન્ફેક્શનને દૂર કરે છે.

    બ્લડપ્રેશરમાં રહેશે કંટ્રોલ

    બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ લસણ ખાવું ફાયદાકારક સાબિત થશે. કારણકે લસણમાં હાજર એલિસિન બ્લડ પ્રેશર પર સકારાત્મક પ્રભાવ પાડે છે. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે લસણ ખાઈ શકાય છે. જો તમે મધ સાથે લસણનું સેવન કરશો તો હાઈ બ્લડ પ્રેસરમાં આરામ મળે છે.

    રોગપ્રતિકારક શક્તિ બનશે મજબૂત

    લસણ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. લસણમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે શરીર માટે ફાયદાકારક છે. લસણમાં એન્ટી-ઇંફ્લેમેટરી તત્વ પણ જોવા મળે છે જે આપણને વિભિન્ન પ્રકારના ઈન્ફેક્શનથી બચાવી શકે છે.ઉલ્લેખનીય છે કે લસણ ખાવું હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. જો તમારા દાંતમાં દુખાવો થતો હોય તો લસણને પીસીને દાંત પર લગાવો. આમ કરવાથી તમને રાહત મળશે.

    વજન ઘટાડે છે લસણ

    જો તમે વધતા વજનથી પરેશાન હોવ તો તમારા માટે લસણ કામની વસ્તુ સાબિત થઇ શકે છે. કારણ કે, ખાલી પેટે લસણ ખાવાથી વજન ખૂબ જ ઝડપથી ઘટે છે. લસણમાં કેટલાંક ખાસ પ્રકારના તત્વો હોય છે, જેનાથી શરીરમાં જામેલી ચરબી છૂમંતર થઇ જાય છે. પેટની ચરબી ઘટાડવામાં પણ લસણ ફાયદાકારક હોય છે.

    કેન્સર સામે રક્ષણ

    એન્ટી ઓક્સિડેંટ, એન્ટી ઇન્ફ્લેનમેટરી અને એન્ટી કાર્સિનોજેટિક, આ એવા તત્વો છે જે લસણમાં હોય છે. તેનો લાભ કેન્સરથી બચાવમાં થાય છે. આ જ કારણ છે કે સવારે ખાલી પેટ લસણ ચાવવું ખૂબ જ લાફકારક હોય છે. જો તમે એવું કરો છો તો તમને કેન્સર થવાનું જોખમ ઓછુ રહે છે.

    લસણના એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણોમાં વધારો કરે છે.લસણના પોષકતત્વોની વાત કરવામાં આવે તો તે માત્ર રસોઇમાં સ્વાદ વધારવા જ નહીં પણ અનેક બીમારીઓની દવા તરીકે પણ ઉપયોગીછે. પ્રત્યેક 100 ગ્રામ લસણમાં 150 ગ્રામ કેલેરી, 33 ગ્રામ કાર્બ્સ, 6.36 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે. લસણ વિટામિન B1, B2, B3, B6, ફોલેટ અને વિટામિન સી ઉપરાંત કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંકનો ઉત્તમ સ્ત્રોત છે. લસણને કોઇ પણ પ્રકારે સેવન કરવાથી તેનો ફાયદો મળી રહે છે. જો તમે સવારે ઉઠતાવેંત જ કાચુ લસણ ખાશો અને તેની સાથે ગરમ પાણી પીશો તો અનેક સ્વાસ્થ્ય લાભ મળી શકે છે.

    બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો

    ખાલી પેટ લસણનું સેવન કરવાથી હાઇ બ્લડપ્રેશરના લક્ષણોઘટાડી શકાય છે. લસણ શરીરના બ્લડફ્લૉમાં વધારો કરે છે ઉપરાંત લિવર તેમજ મૂત્રાશયની કામગીરીને સુધારે છે. આ સિવાય લસણ તમારાં તણાવમાં ઘટાડો કરવા માટે પણ ઉપયોગી છે. લસણમાં રહેલા સલ્ફર ઘટક જે ગ્લૂટાથિયોન ના સ્તરમાં વધારો કરે છે. તે એક એન્ટીઓક્સિડન્ટ્સ છે જે તણાવને દૂર કરવામાં મદદ કરે છે.

    ડાયરિયાનો સસ્તો અને અકસીર ઇલાજ

    જો તમને વારંવાર ડાયરિયા થતો હોય તો લસણની મદદથી તેનાથી છૂટકારો મેળવી શકાય છે, તે તમારી નર્વસ સિસ્ટમ માટે પણ સારું છે. આ સિવાય લસણ તમારી ભૂખને ઉત્તેજિત કરશે અને પાચનક્રિયાને સરળબનાવશે.

    કોલેસ્ટ્રોલમાં ઘટાડો

    લસણ ટોટલ અને એલડીએ ના લેવલને ઘટાડી શકે છે. હાઇ કોલેસ્ટ્રોલવાળા દર્દીઓએ તેનું દરરોજ સેવન કરવું જોઇએ. કોલેસ્ટ્રોલ વધવાથી હૃદ​યરોગની બીમારીઓનું જોખમ વધી જાય છે.

    શરીરને અંદરથી રાખશે સ્વસ્થ, લિવર બનશે મજબૂત

    લિવરને મજબૂત બનાવવા માટે કાચા લસણનું સેવન કરવાથી ફાયદો મળશે. લસણ લિવરને સ્વસ્થ રાખે છે જે તમને લાંબુ જીવન પ્રદાન કરશે, ઇન્ફેક્શનથી લડવામાં ઇમ્યૂનિટીને સ્ટ્રોંગ કરશે. ઉપરાંત તેના સલ્ફર ઘટકો શરીરના અંગોને અંદરથી જ સાફ રાખશે. લસણ લોહીમાં ભળતા લેડ સ્તરમાં ઘટાડો કરી શરીરમાંથી વિષાક્ત પદાર્થોને દૂર કરે છે.

    લસણને શાકભાજીમાં ઉપયોગ કરવા ઉપરાંત કાચુ ખાવાથી તેના વધારે લાભ મળે છે. આ માટે દરરોજ વાસી મોંઢે લસણની બે કળીને પાણીની સાથે ચાવીને ખાઇ શકો છો.તેના માટે આપ ડોક્ટર કે એક્સ્પર્તની સલાહ લઇ શકો છો કે કેટલી માત્રામાં લસણને ભૂખ્યા પેટ સેવન કરવાથી આપનાં સ્વાસ્થયને ફાયદો થાય છે .

    લસણ તેમજ એક કળી લસણના ફાયદા
    ઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

    दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

    यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

    पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने