ઘરેલું નુસખા – ગરમીમાં આંખો આવે અને આંખ ને લગતા સામાન્ય રોગની સારવાર
આજે ઘરેલું નુસખામાં કરીશું ગરમીમાં આંખો આવે અને આંખ ને લગતા સામાન્ય રોગની સારવાર
ઉનાળામાં ઘણાં શહેરોમાં તાપમાન 45 ડિગ્રીથી વધુ રહે છે. ત્યારે લોકો બહાર નીકળે છે તો તડકા અને ગરમ હવાને કારણે આંખોને ઘણું નુકસાન થાય છે. ગરમ હવાને કારણે આંખ સુકાઈ જાય છે તો વધુ સમય માટે તડકામાં રહો છો તો આંખમાં એલર્જીક રિએક્શન થવાનું જોખમ પણ ઘણું વધી જાય છે. આંખના પોપચા એ શરીરનો એક સંવેદનશીલ ભાગ છે. કેટલીકવાર પોપચા પર સોજો આવવાથી પણ ખંજવાળની સમસ્યા થાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છો.
- સોજો માટે સારવાર– સોજો પોપચાંની સારવાર તેના કારણ પર આધાર રાખે છે. જો આપને આંખોમાં ઇન્ફેકશન થયું હોય, તો ચેપને દૂર કરવા માટે એન્ટિબાયોટિક આંખના ટીપાં, મલમ અથવા અન્ય દવાઓનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે.
- ગરમ કાપડ– પાંપણોનો સોજો ઓછો કરવા માટે એક વાસણમાં ગરમ પાણી લો. હવે આ ગરમ પાણીમાં કપડાને બોળીને નિચોવીને પાંપણ પર લગાવો. આવું દિવસમાં બે વાર કરો. આમ કરવાથી ગ્રંથિઓને બંધ કરી દેતું તેલ પણ નીકળી જાય છે જેથી સોજો ઓછો થાય છે અને ખંજવાળની સમસ્યાને પણ દૂર થાય છે.
- પાંપણોને સારી રીતે ધોઈ લો – કેટલીકવાર પોપચા પર પપળી જામી થાય છે, જે ખંજવાળ અને સોજોનું કારણ બને છે. આ સ્થિતિમાં, બેબી શેમ્પૂથી પોપચાને ધોઈ લો. આનાથી માત્ર પોપચા સાફ નથી થતી, પણ સોજો પણ દૂર થાય છે.
- આંખના ટીપાંનો ઉપયોગ કરો – તમારી આંખોમાં મોશ્ચર જાળવી રાખવા માટે કૃત્રિમ આંસુનો ઉપયોગ કરો. એન્ટિહિસ્ટેમાઈન ટીપાં એલર્જીને દૂર કરવામાં મદદ કરી શકે છે અને જો એલર્જીને કારણે તમારી પોપચાં પર સોજો આવે તો તે પણ ખૂબ મદદરૂપ છે.
- ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દષ્ટિ વધે છે.
- આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે.
- હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્તા પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલુ, રાતી રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે.
- રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. આંખોની રતાશ અને બળતરા મટે છે.
- ધાણા, વરિયાળી અને સાકર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી રોજ જમ્યા પછી પાણી સાથે લેવાથી આંખની બળતરા, આંખમાંથી પાણી પડવું, લાલ આંખ રહેવી, આંખે અંધારા આવવા જેવા દર્દો મટે છે.
- ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને સવાર સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે.
- બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં નાખવાથી રતાંધણાપણું મટે છે.
- પાકાં ટામેટાંનો રસ સવાર-સાંજ પીવાથી આંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે.
- સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધણાપણું મટે છે.
- કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાંખવાથી રતાંધણાપણું મટે છે.
- આંખમાં ચીપડાં બાઝતાં હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાંખવાથી આરામ થાય છે.
- સરગવાનાં પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગ મટે છે. અને આંખનું તેજ વધે છે.
- આંખમાં ઠંડા પાણીની છાલક રોજ સવાર-સાંજ મારવાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.
- કોથમીરનો રસ કાઢી, ચોખ્ખાા કપડાથી ગાળી, તેનાં બબ્બેઆ ટીપાં આંખમાં નાખવાથી આંખો સારી થાય છે. ખીલ, ફુલું, છારી વગેરે મટે છે, ચશ્માંરના નંબર ઊતરે છે.
- મધ અને સરગવાનાં પાનનો રસ આંખમાં નાખવાથી આંખના બધા રોગો મટે છે.
- નાગરવેલનાં પાનનો રસ આંખમાં નાખવાથી દુઃખતી આંખો સારી થાય છે.
- જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
- ધાણાને પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી, તે પાણીથી આંખો ધોવાથી દુઃખતી આંખો સારી થાય છે.
- શુદ્ધ મધ અને ખાખરાનો અર્ક સરખે ભાગે લઈ, બરાબર એકરસ કરી, બાટલીમાં ભરી રાખો. રોજ રાત્રે સૂતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ચશ્મારનાં નંબર ઘટે છે.
- સાકર અને તેનાથી ત્રણ ગણા ધાણા લઈ, બન્નેાનું ચૂર્ણ કરી, પાણીમાં ઉકાળી, ઠંડુ થાય ત્યારે કપડાંથી ગાળી, ટલીમાં ભરી લેવું, એ પાણીનાં બબ્બેુ ટીપાં દરરોજ સવાર સાંજ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે.
- આંખમાં દાડમનો રસ નાખવાથી નંબર ઊતરે છે.
- દરરોજ સવાર-સાંજ ગુલાબજળનાં ટીપાં આંખોમાં નાખવાથી આંખોની લાલાશ તરત દૂર થાય છે.
- તંદુરસ્ત ગાયના તાજા છાણને કપડાંથી ગાળી તે રસમાં લીંડી પીપર ઘસીને રોજ રાત્રે અંજન કરવાથી રતાંધણાપણું મટે છે.
કાળઝાળ ગરમીની આંખ પર કેવી અસર થાય છે?
ઉનાળામાં કાળઝાળ ગરમીમાં અલ્ટ્રાવાયોલેટ રેડીયેશન ત્રણ ગણું વધું હોય છે જેની આંખ પર વધું અસર પડે છે. તડકાને કારણે UV કિરણોથી આંખની ઉપર બનેલા ટીયર સેલ એટલે કે આંખો પરના આંસુના કોષોનાં સ્તરને નુકસાન થવા લાગે છે. આ સ્થિતિ કોર્નિયા માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે. આ ઋતુમાં બહાર ઉડતી ધૂળ અને કન્સ્ટ્રકશનના લીધે આંખોમાં એલર્જીનું કારણ બની શકે છે. ગરમીનાં કારણે આંસુ સુકાઈ જાય છે. જેના કારણે લોકોને આંખોમાં ડ્રાયનેસની સૌથી વધુ સમસ્યા થવા લાગે છે.
આંખોની જાળવણી
આંખોને તંદુરસ્ત રાખવા તથા તેને રોગગ્રસ્ત થતી બચાવવા પૈષ્ટીક ખોરાક, નિયમિત કસરત,પૂરતી ઊંઘ, આંખોની યોગ્ય સફાઈ, આંખોનુ ધૂળ ધુમાડા અને તડકા થી સનગ્લાસીસ દ્વારા રક્ષણ, નિરવ્યસની જીવન, બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવા આનુષંગિક રોગો ની યોગ્ય સારવાર તથા નિયમિત સંપૂર્ણ બોડી ચેક-અપ કરાવવુ અત્યંત જરૂરી છે. આંખમા કોઈ પણ તકલીફ ન હોય તો પણ વર્ષ મા એકવાર આંખના નિષ્ણાત ડોક્ટર પાસે આંખની તપાસ અવશ્ય કરાવવી જોઈએ જેનાથી આંખમા પેદા થઈ શકતી સમસ્યાઓ ની આગોતરી જાણ અને તેની સમયસર થઈ શકતી સમસ્યાઓ ની આગોતરી જાણ અને તેની સમયસર સારવાર થઈન શકે.આપણી અનમોલ આંખોની સ્વસ્થ રાખવાનો આ સૈથી શ્રેષ્ઠ માર્ગ છે.