હિન્દી સાહિત્યના પ્રખ્યાત લેખક અને કવિ હરિવંશ રાયનો જન્મ 27 નવેમ્બર 1907 ના રોજ યુપીના પ્રતાપગઢ જિલ્લાના બાબૂપટ્ટી ગામમાં થયો હતો. તેમની શ્રેષ્ઠ રચનાઓમાંની એક ‘મધુશાલા’ ના કારણે હિન્દી સાહિત્યમાં તેમનું નામ અમર થયું હતું. જ્યારે પણ તેમનું નામ લેવામાં આવે છે ત્યારે તેમની આ રચનાને સૌથી પહેલા યાદ કરવામાં આવે છે. તેમણે ‘મધુશાલા’, ‘મધુબાલા’, ‘મધુકલશ’, ‘દો ચટ્ટાને’ અને તેમની આત્મકથા ‘ક્યા ભૂલૂં, ક્યા કરું’ જેવી 50 કરતાં વધુ રચનાઓ લખી હતી. હરીવંશ રાય બચ્ચન ના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જાણીએ.