OFFBEAT 24 | પ્રેરણાત્મક – રતન ટાટાની પ્રેરણાત્મક સફળતા | VR LIVE

0
635

આપણે સફળ લોકોથી પ્રેરણા લેવી જોઈએ જો એ લોકો સફળ થઈ શકે છે તો આપણે કેમ નહિ?? પંરતુ પ્રેરણા લેતા સમયે આંખો હમેશા ખુલી રાખવી જોઈએ. આજે એવા જ એક સફળ ઉદ્યોગપતિ ની પ્રેરણાત્મક વાત કરીશું જેનું નામ છે “રત્ન ટાટા”

રતન ટાટા ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ માંના એક છે. રતન ટાટા હજારો લોકો માટે એક આદર્શ છે, તેમણે પોતાના જીવનમાં સખત મહેનત અને સંઘર્ષના કારણે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાલ 1991માં જીઆરડી ટાટાના રીટાયર્ડ થયા ત્યારથી રતન ટાટાએ ટાટા ગ્રુપની કમાન સંભાળી હતી અને ૨૨ વર્ષે ચેરમેન બન્યા અને 28 ડિસેમ્બર 2012ના રોજ રતન ટાટાએ ટાટા ગ્રુપના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું. જોકે રતન ટાટા હજુ પણ ટાટા ગ્રુપના ટ્રસ્ટના ચેરમેન છે. 
ટાટા ગ્રૂપ ઉપરાંત,રતન ટાટા ટાટા સ્ટીલ,ટાટા મોટર્સ,ટાટા પાવર,ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ,ટાટા ટી,ટાટા કેમિકલ્સ,ઈન્ડિયન હોટેલ્સ અને ટાટા ટેલિ સર્વિસિસના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેમના નેતૃત્વ હેઠળ,રતન ટાટાએ ટાટા જૂથને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું કામ કર્યું છે. તે દરમિયાન ટાટા કંપનીએ ટેટલી, જેગુઆર, લેન્ડરોવર, કોરસ જેવી મોટી મોટી વિદેશી કંપનીઓને ખરીદી હતી અને એ જ વસ્તુ ભારતના સૌથી મોટા સફળ બિઝનેસમેન બનાવે છે. આટલું સફળતા જોયા પછી પણ પોતાના દેશ માટે રતન ટાટા હંમેશા આગળ પડતા રહ્યા છે .
ભારતીય નાગરિકો ને નથી ભૂલ્યા. હંમેશા પોતાનાથી પહેલા ભારત દેશને મહત્વ આપ્યું છે. ભારતને ગમે ત્યારે કોઈ મુસીબત કે જરૂરિયાત આવી છે તો રતનટાટા સૌથી પહેલ કરે છે અને મદદ પણ કરી છે. રતનટાટા ભારત દેશ માટે પોતાની સંપતિમાંથી અબજો સંપતિ દાન કરી છે આ દાનપુણ્ય કરવાના લીધે જ આજે તેમને દેશના લોકોનો એટલો પ્રેમ-ભાવ અને લાગણી મળે છે. રતન ટાટા પીપલ્સ પર્સન તરીકે પણ ઓળખાય છે. 
રતન ટાટાનું પ્રારંભિક જીવનઃ- 
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ બોમ્બેમાં થયો હતો. 1940ના દાયકામાં જ્યારે રતન ટાટાના માતા-પિતા સોનુ અને નવલ એકબીજાથી અલગ થયા ત્યારે રતન ટાટા 10 વર્ષના હતા અને તેમના નાના ભાઈ જીમી માત્ર 7 વર્ષના હતા. આ પછી આ બંને ભાઈઓનો ઉછેર તેમની દાદી નવજાબાઈ ટાટા દ્વારા થયો હતો. રતન ટાટાએ તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેમ્પિયન સ્કૂલમાંથી પૂર્ણ કર્યું, ત્યારબાદ તેમણે કેથેડ્રલ અને જ્હોન કોનનમાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું, ત્યારબાદ તેમણે 1962માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ સાથે સ્નાતક થયા. આ બધા પછી રતન ટાટાએ 1975માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ પણ પૂરો કર્યો.
રતન ટાટાની કારકિર્દી 
રતન ટાટાએ ભારત પાછા આવતા પહેલા થોડા સમય માટે કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં જોન્સ અને એમોસ ખાતે કામ કર્યું હતું. રતન ટાટાએ પોતાના કરિયરની શરૂઆત ટાટા ગ્રુપથી કરી હતી,રતન ટાટા 1961માં ટાટા ગ્રુપ સાથે જોડાયેલા હતા. રતન ટાટાએ ટાટા ગ્રુપની ઘણી કંપનીઓમાં યોગદાન આપ્યું હતું, ત્યારબાદ 1971માં તેઓ નેશનલ રેડિયો એન્ડ ઈલેક્ટ્રોનિક્સ કંપની (નેલ્કો)માં જોડાયા હતા.તેમણે નેશનલ રેડિયો એન્ડ ઈલેક્ટ્રોનિક્સ (નેલ્કો)ને પ્રારંભિક સફળતા હાંસલ અપાવી છે .

ટાટાએ ક્યારેય લગ્ન કર્યા નથી અને તેમને સંતાન નથી. ૧૨ ફેબ્રુઆરી ૨0૨૦ માં, રતન ટાટાએ એક ઈન્ટરવ્યું માં પૂછવામાં આવ્યું કે તમે લગ્ન કેમ નથી કર્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ” હું જયારે લોસ એન્જેલસમાં નોકરી કરવા  ગયેલો ત્યારે ત્યાં રહેવા વાળી એક સુંદર છોકરી સાથે પ્રેમ થયેલો. રતન ટાટાએ અને એ અમેરિકન છોકરીએ લગ્ન કરવાનું નક્કી કરેલું પણ તેમની દાદીની તબિયત ખરાબ થઇ જવાથી તેમને ભારત પરત ફરવું પડયું. રતન ટાટાને તેમની દાદી ખુબ વહાલાં હતાં તેથી તેમને તુરંત નોકરી અને છોકરી બને છોડી ને ભારત જવું પડ્યું. એ પછી હું ચાર વખત લગ્ન કરવાની નજીક આવ્યો હતો અને દરેક વખતે હું ડરથી અથવા એક યા બીજા કારણસર પીછેહઠ કરતો હતો.”અવ-નવીપ્રેરણાત્મક સફળ લોકો ની સફળ વાતો સાથે ફરી મળીશું