OFFBEAT 18 | મનોરંજન – RRR ફિલ્મે તોડ્યા તમામ રેકોર્ડ્સ, વશ ફિલ્મે ગુજરાતમાં તહલકો મચાવ્યો | VR LIVE

0
520

૧. ઝીનત અમાન ઇન્સ્ટાગ્રામ પર આવ્યા? નવી પોસ્ટમાં પોતે કર્યો ખુલાસો?

બોલીવુડ પીઢ અભિનેત્રી ઝીન્નત અમાને ૧૧ ફેબ્રુઆરીએ ઇન્સ્ટાગ્રામ પ ડેબ્યુ કર્યું. તે બાદ અભિનેત્રી તસ્વીરો સાથે રસપ્રદ વાતો ફેન્સ સાથે શેર કરતી રહે છે. થોડા અઠવાડિયા માં જ ઇન્સ્ટા પર ૮૨.૮ કે કરતા વધુ ફોલોઅર્સ થઈ ગયા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઝીનત અમાનના ચાહકોની યાદી ઘણી લાંબી છે. ઝીનત કદાચ 71 વર્ષની ઉંમરે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરનાર પ્રથમ મહિલા છે.

ઝીનત અમાને ચાહકોનો આભાર માન્યો અને તેમને લેટેસ્ટ તસ્વીર શેર કરી છે જેમાં તે ખુરશી પર બેઠેલા જોવા મળે છે. આ સાથે તેમને એક લાંબી પોસ્ટ પણ લખી છે. તેમને સંદેશાઓ, પ્રેમ અને ટિપ્પણીઓ માટે તેમના ચાહકો અને પ્રિયજનોનો આભાર માન્યો છે. તેમને કહ્યું આટલા બધાના મેસેજ નો જવાબ આપવો શક્ય નથી કૃપા કરીને હ્રદયપૂર્વક આભાર સ્વીકારો.

ઝીનત અમાનનું નામ સાંભળતા જ મનમાં પહેલું ચિત્ર ભૂતકાળની ગ્લેમરસ અભિનેત્રી નું આવે છે. ઝીનતને બોલિવૂડની ટ્રેન્ડ સેટર કહેવામાં આવતી હતી. તે સમય દરમિયાન તે જે પણ પહેરતી હતી તે ફેશનનો ભાગ બની ગઈ હતી. ઝીનતના આગમન પછી હિન્દી સિનેમામાં ફેશનનો અર્થબદલાયો અને તેણે બોલ્ડનેસ દ્વારા ફેશનનો નવો અધ્યાય લખ્યો. રાજ કપૂરની ફિલ્મ સત્યમ શિવમ સુંદરમ માં ઝીનતે ખૂબ જ ગ્લેમરસ પાત્ર ભજવ્યું હતું. આ પછી અભિનેત્રી પર અશ્લીલ હોવાનો આરોપ લાગ્યો હતો. હવે ઘણા વર્ષો પછી અભિનેત્રીએ આ આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે.કે એ મારું કામ હતું અને એ સંપૂર્ણપણે મેં મારું કામ નિભાવ્યું છે.

૨.તુમ વહી કરો જો તુમ્હારા જી કરદા’ – મીરા રાજપૂત

મીરા રાજપૂત એ ભલે કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતી નથી પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને પોતાના ચાહકોને ભરપૂર એન્ટરટેઈનમેન્ટ પૂરુ પાડે છે. ઇન્સ્ટાગ્રામ પર જુદી-જુદી પોસ્ટ્સ શેર કરીને તે તેના પારિવારિક જીવનની ઝલક હંમેશા તેના ચાહકો સાથે શેર કરે છે. હાલ જ તેઓએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેના પતિ અને લોકપ્રિય અભિનેતા શાહિદ કપૂર દિલ ખોલીને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. કદાચ આ મનમોહક વીડિયો જોઈને તમારા ફેસ પર પણ સ્માઈલ આવી જશે.

‘તુમ વહી કરો જો તુમ્હારા જી કરદા’ – મીરા રાજપૂત
આ વીડિયોની સાથે જ મીરાએ એક સ્વીટ કેપ્શન પણ આપ્યું છે, ‘હંમેશાં જીવનમાં આટલા જ ખુલ્લા દિલથી નાચતા રહો અને હસતા રહો. તેણીએ લખ્યું હતું કે, ‘આ વર્ષ તમારા માટે તે સાબિત થઈ શકે કે, જબ તુમ વહી કરો જો તુમ્હારા જી કરદા.’ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, અભિનેતા પોતાના નાઈટ ડ્રેસમાં જોવા મળે છે. વીડિયોની શરુઆતથી જ તે ફિલ્મ ‘સિંઘ ઇઝ કિંગ’ના ‘જી કરદા’ ગીત પર ડાન્સ કરવાનું શરૂ કરે છે. તેના શાનદાર મૂવ્સ અને તેના હાવભાવની સાથે આ વીડિયો ચાહકોને ભરપૂર મનોરંજન પૂરુ પાડી રહ્યો છે.

૩. એસએસ રાજા મૌલીની “RRR” એ HCR ફિલ્મ એવોડર્સમાં ચાર ટ્રોફી જીતી

એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી ‘RRR’ને હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન ફિલ્મ એવોર્ડ્સમાં ‘શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ’નો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ નિર્દેશક રાજામૌલી અને અભિનેતા રામ ચરણે આનંદ અને ગર્વ સાથે એવોર્ડ સ્વીકાર્યો. તેણે HCA ફિલ્મ એવોર્ડ્સમાં વધુ ત્રણ એવોર્ડ પણ જીત્યા છે. પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી, રામ ચરણે તેમની ખુશી વ્યક્ત કરી અને કહ્યું, “મને સ્ટેજ પર આવવાની અપેક્ષા નહોતી કારણ કે મને મારા ડિરેક્ટર દ્વારા તેમની સાથે આવવા માટે કહેવામાં આવ્યું હતું, તેથી… અમને બધાને આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ પ્રેમ, તે માત્ર એક મહાન પ્રતિસાદ છે, તેથી અમે વધુ સારી ફિલ્મો સાથે પાછા આવીશું અને તમારા બધાનું મનોરંજન કરીશું. તમારો ખૂબ ખૂબ આભાર, આભાર HCA!”

રાજામૌલીએ આ પુરસ્કાર ભારતીય ફિલ્મ નિર્માતાઓને સમર્પિત કર્યો અને કહ્યું, “આહા! શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ…ફરીથી ભારતમાં મારા તમામ સાથી ફિલ્મ નિર્માતાઓ માટે, આપણા બધા માટે માનવું છે કે આપણે ખરેખર આંતરરાષ્ટ્રીય ફિલ્મો બનાવી શકીએ છીએ! તે માટે HCA નો આભાર. …તેનો અર્થ ઘણો છે. ખૂબ ખૂબ આભાર…ખૂબ. જય હિંદ!

૪. તુ ઝૂથી મેં મક્કા: રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર મૂવી હોળી પર રિલીઝ થવાની હોવાથી મુવી સારી ચાલશે તેવી અટકળો ચાલી રહી છે.

2023 ની ભારતીય હિન્દી -ભાષાની રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જે લવ રંજન દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે.  તે લવ ફિલ્મ્સ અને ટી-સિરીઝ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છેઅને તેમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર છે જ્યારે અનુભવ સિંહ બસ્સી , ડિમ્પલ કાપડિયા અને બોની કપૂર સહાયક ભૂમિકાઓ ભજવે છે.  રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર અભિનીત ‘તુ જૂઠી મેં મક્કર’ એ તાજેતરના સમયમાં બોલીવુડની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે. નવા ઓનસ્ક્રીન કપલને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો હોવાથી, આ ફિલ્મ આ હોળીમાં થિયેટરોમાં આવવાની છે. તાજેતરના સમયમાં મૂવી થિયેટરોએ મૂવી જોનારાઓની મોટી લહેર જોઈ છે.

આ ફિલ્મમાં રણબીર અને શ્રદ્ધા પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. બંને વચ્ચેની રોમેન્ટિક કેમિસ્ટ્રીની ફિલ્મ જોનારાઓમાં ચર્ચા છે. ગીતો પણ રંગીન ટાઈપના છે તેરે પ્યાર મેં” , “પ્યાર હોતા કી બાર હૈ”, “ શો મી ધ ઠુમકા, “ ઓ બેદરદિયા જેવા છે અને આશા રાખી રહ્યા છે કે ફિલ્મ જોરદાર હિટ થશે. ફિલ્મનું મોટા પાયે શૂટિંગ દિલ્હી , મુંબઈ , સ્પેન અને મોરેશિયસમાં કરવામાં આવ્યું હતું . આ મુવી યશરાજ ફિલ્મ્સ દ્વારા થીયેટરમાં અને પછી નેટફ્લિક્ષ પર રીલીઝ થશે.

૫. ગુજરાતી સિનેમા માં તહેલકો મચાવી દે તેવી સસ્પેન્સ,થ્રીલર અને રોમાંચથી ભરપુર ફિલ્મ “વશ”

અનપ્રેડિક્ટેબલ અંત સાથે, સસ્પેન્સ થ્રિલરનો આનંદ આપતી ફિલ્મ વશમાં જાનકી બોડીવાલા હિતેન કુમારની કનોડિયા, નીલમ પંચાલ, આર્યન સંઘવી, રોનક મડગટ ની જબરજસ્ત કાસ્ટ છે, હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા અને હિતેન કુમાર વચ્ચે હોડ જામી હોય તેવું લાગે છે. દરેકે પોતાના પાત્રને આત્મસાત કરીને અભિનય કર્યો છે. પરફૉર્મન્સ માટે એમ કહી શકાય કે ક્યાંય પણ એવું અનુભવાતું નથી કે ફિલ્મમાં આ પાત્રો અને એક્ટર્સ એકબીજાથી જૂદાં પડે છે દરેકે દરેક એક્ટરે પોતાના પાત્રને મક્કમતાથી જકડી રાખ્યા છે. આથી પરફૉર્મન્સમાં આ ફિલ્મને ફુલ માર્ક્સ મળે છે.

ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડિરેક્શન જબરજસ્ત છે. સિનેમેટોગ્રાફી પણ જોરદાર કરવામાં આવી છે. કનેક્ટિવિટી કે લૉજિકને બાજુએ મૂકીને આ ફિલ્મ જુઓ તો ખૂબ જ સુંદર રીતે ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ છે. ગુજરાતી સિનેમામાં આ પહેલા આવા વિષય પર ફિલ્મો બની નથી, આ ફિલ્મ એક નવો બેન્ચમાર્ક સેટ કરી રહી છે. ગુજરાતી ફિલ્મ ના દિગ્દર્શકો અને મેકર્સ પર એવો આરોપ હતો કે આપણે હોલીવુડ સ્ટાઇલની સાઈકો થ્રીલર નથી બનાવી શકતા, બસ એવુજ ફિલ્મ ના લેખક અને દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકે કરી બતાવ્યું છે.

હોરર કે સાયકૉલૉજિકલ થ્રિલર જોવાનું ગમતું હોય તો આ ફિલ્મ ચોક્સ જોવી જોઇએ. ડાર્ક વિષય છે અને ઘણાં એવા દ્રશ્યો છે જે છાતીનાં પાટિયા બેસાડી દે અને માટે જ ફિલ્મની શરૂઆતમાં મેકર્સે પોતે જ સૂચના આપી છે કે બાળકો તથા ગર્ભવતી મહિલાઓએ આ ફિલ્મ જોવી ટાળવી જોઈએ. ગુજરાતીપણાંની ફ્લેવર રાખીને એક ભયના ઓથાર નીચે દર્શકોની જકડી રાખનારી આ ફિલ્મ જોવા જેવી ખરી પણ એ રિસ્ક તમે લેવા કેટલા તૈયાર છો એ તમારે વિચારવાનું રહ્યું.