હવે બોલીવુડ કલાકારો પણ ED ના રડારમાં, શ્રદ્ધા કપૂર સહિત 5 કલાકારોને ED નું તેડું, જાણો શું છે મામલો

0
76
મહાદેવ એપ
મહાદેવ એપ

છત્તીસગઢના મહાદેવ બેટિંગ એપ સંલગ્ન મની લોન્ડરિંગ મામલામાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરને પૂછપરછ માટે બોલાવી છે. તેની સાથે હાસ્ય કલાકાર કપિલ શર્મા, અભિનેત્રી હુમા કુરેશી અને હિના ખાનને પણ સમન પાઠવીને અલગ અલગ તારીખ પર પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે. ઈડી આ મામલે પહેલેથી જ બોલીવુડ અભિનેતા રણબીર કપૂરને સમન મોકલીને 6 ઓક્ટોબરના રોજ રાયપુરની ઈડી ઓફિસમાં પૂછપરછ માટે હાજર થવાનો નિર્દેશ પાઠવી ચૂકી છે. એવું કહેવાય છે કે શ્રદ્ધા કપૂરે બે અઠવાડિયાનો સમય માંગ્યો છે. 

રાયપુર ઓફિસમાં હાજર થાઓ
ઈડી અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂર સહિત ચાર કલાકારોને સમન પાઠવીને અલગ અલગ તારીખો પર રાયપુર ઓફિસમાં હાજર થવાનો નિર્દેશ પાઠવવામાં આવ્યો છે. ઈડી પીએમએલએ હેઠળ બધાના નિવેદનો નોંધીને એ જાણવાની કોશિશ કરશે કે એપ બનાવનારાઓએ

મોટી રકમ લઈને કર્યો પ્રચાર
એવું માનવામાં આવી રહ્યું છે કે આ  કલાકારોને કેસમાં આરોપી બનાવવામાં આવશે નહીં. એવું પણ માનવામાં આવે છે કે આ કલાકારોએ મહાદેવ એપનો પ્રચાર કર્યો હતો અને કેટલાકે એપના એક ડાઈરેક્ટરના વિદેશમાં થયેલા લગ્નમાં મહેમાનોનું મનોરંજન કર્યું હતું. આરોપ છે કે આ તમામ કલાકારોએ તગડી રકમ લઈને એપનો ખુબ પ્રચાર કર્યો હતો. જેની ઝાળમાં ફસાઈને અનેક લોકોએ આ એપમાં પોતાની જીવનભરની મૂડી લગાવી અને કંગાળ થઈ ગયા. 

શું છે આ મહાદેવ બેટિંગ એપ કૌભાંડ
રિપોર્ટ મુજબ રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રાકરે મહાદેવ બેટિંગ એપ બનાવી હતી. આ એપ દ્વારા કથિત રીતે પોકર, બેડમિન્ટન, ટેનિસ, ક્રિકેટ, અને કાર્ડ સહિત વિવિધ લાઈવ ગેમ્સમાં ગેરકાયદેસર સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેના દ્વારા ગેરકાયદેસર સટ્ટાબાજી વેબસાઈટોને સક્ષમ બનાવવા માટે પ્રમોટ કરાય છે. આરોપ છે કે તેના દ્વારા સંચાલકોએ લગભગ 5 હજાર કરોડનો નફો રળ્યો અને તેનો મોટો હિસ્સો દેશ બહાર મોકલી દીધો. આ એપની પાકિસ્તાન સાથે પણ લિંક હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.