સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ગૃહમાં ‘વોટના બદલે નોટ’ કેસમાં સુનાવણી પૂર્ણ કરી છે, સુપ્રીમ કોર્ટની બેંચે ‘વોટના બદલે નોટ’ ચુકાદો અનામત રાખ્યો છે. બે દિવસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે ગૃહમાં મત માટે લાંચ (વોટના બદલે નોટ )માં સામેલ સાંસદો/ધારાસભ્યો સામે કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવી કે નહીં.
સુનાવણી દરમિયાન, એટર્ની જનરલ આર વેંકટરામાણીએ છૂટ નક્કી કરવા માટે કાર્યાત્મક પરીક્ષણનું સૂચન કર્યું અને કહ્યું કે તે પરિણામના ડર વિના, ધારાસભ્ય/સાંસદની ફરજ નિભાવવા માટે જરૂરી બોલવું અથવા મતદાન કરવાના કાર્યો સુધી વિસ્તારીત થઇ શકે છે.
વાસ્તવમાં, બંધારણની કલમ 105(2) સંસદ સભ્યો (સાંસદો)ને સંસદ અથવા કોઈપણ સંસદીય સમિતિમાં તેઓએ જે કંઈપણ કહ્યું હોય અથવા તો મત આપ્યો તેના સંદર્ભમાં કાર્યવાહીથી પ્રતિરક્ષા પ્રદાન કરે છે. જ્યારે વિધાનસભાના સભ્યો (ધારાસભ્યો) માટે બંધારણની કલમ 194(2) આ જ સમાન સુરક્ષા પ્રદાન કરે છે.
આ પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચુડે કહ્યું હતું કે ;
શું ગૃહમાં પણ કોઈ ગુનાહિત કૃત્યના કિસ્સામાં વિશેષાધિકારનું કવચ કામ કરશે?
શું આપણે કાયદાના દુરુપયોગની આશંકાના આધારે રાજકીય ભ્રષ્ટાચારને છૂટછાટ આપવી જોઈએ?
ચીફ જસ્ટિસે ચંદ્રચુડે વધુમાં કહ્યું કે,
“કાયદાના દુરુપયોગની શક્યતા કોર્ટ તરફથી રક્ષણ માટે જવાબદાર બનાવે છે. અમે ફક્ત ખૂબ જ સૂક્ષ્મ મુદ્દા પર વિચારણા કરીશું, જ્યારે કેસમાં ફોજદારી કૃત્ય સામેલ હોય ત્યારે પણ વિશેષાધિકારનું રક્ષણ ઉપલબ્ધ થશે કે કેમ તે અંગે, કારણ કે કાયદા અને કાયદા હેઠળ મળેલી સુરક્ષાની જોગવાઈઓનો ઉપયોગ રાજકીય ભ્રષ્ટાચાર કરવા માટે કરી શકાતો નથી.”
CJIએ કહ્યું કે, લાંચના મુદ્દાને થોડા સમય માટે ભૂલી પણ જઈએ. તો પણ એ પ્રશ્ન છે કે ધારો કે, ગૃહમાં કોઈ સાંસદ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો કે તે મહત્વપૂર્ણ મુદ્દા પર તેણે મૌન જાળવી લીધું, તો આવા કિસ્સામાં વિશેષાધિકારનો મુદ્દો વાજબી છે.
જસ્ટિસ પીએસ નરસિમ્હાએ કહ્યું કે, અમે આ કેસની સુનાવણી બંધારણીય જોગવાઈ અને તેના ઉપયોગની વચ્ચે સંતુલન જાળવવાના દૃષ્ટિકોણથી કરી રહ્યા છીએ.
વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને દલીલ કરી હતી કે, કોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ કારણ કે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ કેસમાં સુપ્રીમ કોર્ટે તાર્કિક અને મજબૂત નિર્ણય આપેલો છે, તેનાથી બધુ સ્પષ્ટ થઇ જાય છે.
બંધારણની કલમ 10 દ્વારા સંચાલિત રાજકીય નીતિશાસ્ત્ર :
CJI ચંદ્રચુડે કહ્યું કે કોઈ કોર્ટ કોઈને એમ નહિ પૂછે કે તમે તમારા ભાષણમાં ‘આ કે તે’ વાત કેમ કહી..? અથવા તમે શા માટે કોઈ ચોક્કસ વ્યક્તિને જ મત આપ્યો? આ તમામ રાજકીય નૈતિકતા બંધારણની કલમ 10 દ્વારા નિર્દેશન આપે જ છે.
આ પહેલા 20 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગૃહમાં ‘વોટના બદલે નોટ’ લાંચમાં સામેલ સાંસદો/ધારાસભ્યો સામે કાયદાકીય કાર્યવાહીમાંથી છૂટ પર પુનર્વિચાર કરવા સંમતિ આપી હતી.
પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ કેસના ચુકાદા પર પુનર્વિચાર :
પાંચ જજોની બંધારણીય બેન્ચે 1998ના પીવી નરસિમ્હા રાવ કેસમાં તેના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. આ કેસ સાત ન્યાયાધીશો (સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ, જસ્ટિસ પીએસ નરસિમ્હા, જેબી પારડીવાલા, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ મનોજ મિશ્રા)ની બંધારણીય બેંચને મોકલવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જે રાજકારણની નૈતિકતાને અસર કરે છે. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે જો સાંસદો કે ધારાસભ્યો ગૃહમાં મતદાન કરવા માટે લાંચ લે છે તો શું તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં..?
1998નો નરસિમ્હા રાવનો ચુકાદો સાંસદોને કાર્યવાહીમાંથી મુક્તિ આપે છે. હવે આ ચુકાદા પર પુનર્વિચાર કરવામાં આવશે.
દેશ, દુનિયા અને રાજનીતિને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –
બિહાર જાતિ આધારિત વસ્તીગણતરી કેસ: સુપ્રીમકોર્ટનો સ્ટે લગાવવાનો ઇનકાર
સુકેશે જેક્લિનના ફોટા પર ટિપ્પણી કરવા બદલ મીકા સિંહને ફટકારી કાનૂની નોટિસ
સાઉથ એક્ટર વિશાલે કરેલા આક્ષેપોના આધારે CBFC લાંચ કેસ હવે CBIના હવાલે
શિખર ધવને પત્ની આયેશાથી છૂટાછેડા લીધા, કોર્ટે સ્વીકાર્યું – પત્નીએ આચર્યું એ માનસિક ક્રૂરતા
ગેમિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રણબીર કપૂરને સમન્સ
“ન્યાયની અપેક્ષા રાખો, બદલો લેવાની નહીં”: સુપ્રીમ કોર્ટ નો EDને કડક ઠપકો