ઈઝરાયેલ પેલેસ્ટાઈન યુદ્ધ (war) : ‘जंग तो ख़ुद ही एक मसला है, जंग क्या मसलों का हल देगी..‘ 20મી સદીમાં આ પંક્તિઓ લખનાર સાહિર લુધિયાનવી આજે જીવિત હોત તો તેઓ અત્યંત નિરાશ થયા હોત. વિશ્વમાં નવું યુદ્ધ (war) શરૂ થઇ ગયું છે. ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ ક્યારેય લાંબો સમય ટકી નથી, પરંતુ 7 ઓક્ટોબરના રોજ સવારે ગાઝા પટ્ટી પર નિયંત્રણ ધરાવતા હમાસે ઇઝરાયેલના અનેક વિસ્તારોમાં હજારો રોકેટ છોડ્યા હતા . જવાબમાં, ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ વળતી કાર્યવાહી કરતા પહેલા એક નિવેદન જારી કર્યું, ‘અમે યુદ્ધમાં છીએ’. વિશ્વના કોઈપણ ખૂણામાં, કોઈપણ બે દેશો વચ્ચે યુદ્ધ (war) થાય, પરંતુ તેના પરિણામો સમગ્ર વિશ્વને ભોગવવા પડે છે. આ વાત આપણે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી શીખ્યા.
હાલની સ્થિતિમાં પણ, વિશ્વ એક કરતા વધુ યુદ્ધનો સામનો કરી રહ્યું છે અથવા યુદ્ધ હેઠળ તણાવના સાક્ષી બની રહ્યા છે જ્યાં બે દેશો યુદ્ધની અણી પર ઉભા છે. રશિયા-યુક્રેન હોય, અઝરબૈજાન-આર્મેનિયા, ચીન-તાઈવાન, ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા હોય કે પછી ભારત-ચીન. ઝડપથી વધી રહેલી પ્રતિસ્પર્ધા વચ્ચે વિશ્વનો મોટો હિસ્સો તણાવનો સામનો કરી રહ્યો છે. ચાલો જાણીએ કે હાલમાં વિશ્વમાં ક્યાં ક્યાં યુદ્ધ ચાલી રહ્યું છે અથવા યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન :
ગાઝા તરફથી હમાસના ભીષણ હુમલા બાદ ઇઝરાયેલે ‘યુદ્ધ’ની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ‘આ લડાઈમાં જીત અમારી જ થશે’. હમાસે દક્ષિણ ઇઝરાયેલમાં રહેણાંક વિસ્તારો પર હજારો રોકેટ છોડ્યા હતા. આ યુદ્ધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. અત્યાર સુધીમાં 5000 થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે અને બંને તરફથી 500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયેલનું કહેવું છે કે હમાસ હુમલામાં અત્યાર સુધી ઈઝરાયેલના 300થી વધુના મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે.
ચીન-તાઈવાન :
વર્ષોથી ચીન અને તાઈવાન વચ્ચે તણાવ ચાલુ છે. છેલ્લા એક વર્ષમાં ઘણી વખત આવી પરિસ્થિતિઓ સર્જાઈ છે જેમાં એવું લાગે છે કે યુદ્ધ ટાળી શકાય તેમ નથી. ચીની ફાઈટર પ્લેન, યુદ્ધ જહાજો અને ડ્રોન વારંવાર તાઈવાન સ્ટ્રેટમાં જઈને તાઈવાનને ધમકી આપે છે. તેમજ ચીન તાઈવાનને અલગ દેશ તરીકે સ્વીકારવા જ તૈયાર નથી.
ચાઇના તાઇવાનને ચીનનો ભાગ હોવાનો દાવો કરે છે અને જો જરૂરી હોય તો બળ દ્વારા પણ તેને મેઇનલેન્ડ ચીનમાં એકીકૃત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ઔપચારિક સંબંધો ન હોવા છતાં, અમેરિકાએ તાઈવાનને તેની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવાનું વચન આપ્યું છે.
રશિયા-યુક્રેન :
આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 592 દિવસ પૂરા થઈ ગયા છે. 24 ફેબ્રુઆરી, 2022ના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ‘સ્પેશિયલ ઓપરેશન’ના નામે યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી હતી. થોડા મહિનામાં આ લડાઈને બે વર્ષ પૂરા થઈ શકે છે પરંતુ ન તો કોઈ હાર્યું છે કે ન તો કોઈ જીતી શક્યું છે. બંને દેશો વચ્ચે સામાન્ય માણસ હાલાકીનો સામનો કરી રહ્યા છે.
પુતિનને આશા હતી કે રશિયા થોડા દિવસોમાં કિવ પર કબજો કરી લેશે અને યુદ્ધનો અંત આવશે, પરંતુ પશ્ચિમી દેશો દ્વારા યુક્રેનને આપવામાં આવેલા હથિયારો અને મદદે યુદ્ધની તસવીર બદલી નાખી છે.
અઝરબૈજાન-આર્મેનિયા :
અઝરબૈજાન અને આર્મેનિયા લાંબા સમયથી એકબીજા સામે યુદ્ધ કરી રહ્યા છે. યુદ્ધવિરામ પર સહમત હોવા છતાં, બંને વારંવાર સમયાંતરે એકબીજા પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. ગત મહિને સર્જાયેલી સ્થિતિએ ફરી એક નવું યુદ્ધ શરૂ થવાનો ભય ઉભો કર્યો છે.
અઝરબૈજાને ‘આતંક વિરોધી ઓપરેશન’ના નામે આર્મેનિયા સામે યુદ્ધની ઘોષણા કરી હતી. અઝરબૈજાને આર્મેનિયાના કબજા હેઠળના નાગોર્નો-કારાબાખમાં તેના સૈનિકો મોકલ્યા અને ચેતવણી આપી કે જ્યાં સુધી આર્મેનિયન સૈન્ય આત્મસમર્પણ નહીં કરે ત્યાં સુધી ઓપરેશન બંધ નહીં થાય. બંને દેશો વચ્ચે તણાવ એવો છે કે યુદ્ધ ગમે ત્યારે શરૂ થઈ શકે છે.
ફક્ત ઈઝરાયેલ જ નહીં જ દુનિયાના અનેક દેશ અત્યારે યુદ્ધનો સામનો કરી રહ્યું છે. યુદ્ધની સ્થિતિની તસ્વીર જોવા સ્ક્રોલ કરો –
દેશ, દુનિયાને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –
ISRO દરરોજ 100 થી વધુ સાયબર હુમલાનો ભોગ બને છે : એસ સોમનાથ
એશિયન ગેમ્સ : મેડલમાં ભારત સેન્ચૂરીને પાર, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ,મેઘાલયના 27 નાગરિકો ફસાયા
Cricket World Cup 2023 : આખરે કેમ ક્રિકેટ વૈશ્વિક બની શકી નથી ?
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીના વખાણ કર્યા,શશિ થરૂરે કહી આ વાત