Noida Employee Protest: નોઈડામાં પગાર વધારા મુદ્દે હિંસક બબાલ ખાનગી કંપનીના કર્મચારીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ પર પથ્થરમારો

0
103
Noida Employee Protest
Noida Employee Protest

Noida Employee Protest: હરિયાણાના ગુરુગ્રામ બાદ હવે ઉત્તર પ્રદેશના નોઈડામાં પણ કર્મચારીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. નોઈડા ફેઝ-2 વિસ્તારમાં આવેલી એક મોટી ખાનગી કંપનીના કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદમાં હિંસામાં ફેરવાઈ ગયું હતું. તોડફોડ અને આગજનીને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

Noida Employee Protest

Noida Employee Protest: શાંતિપૂર્ણ પ્રદર્શન અચાનક હિંસક બન્યું

નોઈડા ફેઝ-2 સ્થિત મધરસન’ (Motherson) કંપનીના હજારો કર્મચારીઓ સોમવારે સવારે પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓ સાથે કંપનીના ગેટ પાસે એકઠા થયા હતા. શરૂઆતમાં આ પ્રદર્શન શાંતિપૂર્ણ હતું, પરંતુ અચાનક વાતાવરણ તંગ બની ગયું હતું. ઉશ્કેરાયેલા કર્મચારીઓએ કંપનીની બહાર પાર્ક કરેલા ખાનગી વાહનોમાં તોડફોડ શરૂ કરી હતી અને જોતજોતામાં અનેક વાહનોને આગને હવાલે કરી દીધા હતા.

Noida Employee Protest: પોલીસ પર પથ્થરમારો અને લાઠીચાર્જ

હિંસક બનેલા ટોળાને કાબૂમાં લેવા માટે જ્યારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, ત્યારે પ્રદર્શનકારીઓએ પોલીસ પર પણ પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિ વણસતા પોલીસે આકરી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી:

  • ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસ (આંસુ ગેસ) ના ગોળા છોડ્યા હતા.
  • પ્રદર્શનકારીઓને પાછળ ધકેલવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

હાલની સ્થિતિ

હાલમાં આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂ હેઠળ છે. જોકે, આ હિંસામાં કેટલાંક વાહનો અને મિલકતોને મોટું નુકસાન પહોંચ્યું છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે તોડફોડ કરનારા તત્વોની ઓળખ કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સમામાં લક્ઝરી બસની ટક્કરથી મંદિરનો શેડ ધરાશાયી, પૂજા કરી રહેલી મહિલાનો ચમત્કારિક બચાવ