HomeDeshMaharashtra Tragedy: મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે કાળમુખો અકસ્માત, 9...

Maharashtra Tragedy: મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે કાળમુખો અકસ્માત, 9 લોકોના કમકમાટીભર્યા મોત

Maharashtra Tragedy: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મુરબાડ વિસ્તારમાં આજે સોમવારે સવારે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા સિમેન્ટ મિક્સર અને મુસાફરો ભરેલી વાન વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 9 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Maharashtra Tragedy: પુલ પર સર્જાયો કાળમુખો અકસ્માત

મળતી માહિતી મુજબ, આ અકસ્માત સવારે અંદાજે 11:30 વાગ્યાની આસપાસ મુરબાડના ગોવિલી ગામ પાસે આવેલા રૈતા પુલ પર સર્જાયો હતો. એક પેસેન્જર વાન સામેથી આવી રહેલા સિમેન્ટ મિક્સર સાથે સીધી અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા.

Maharashtra Tragedy: 9 લોકોના ઘટનાસ્થળે મોત, 3 ગંભીર

આ દુર્ઘટનામાં વાનમાં સવાર 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત બાદ બચાવ કામગીરી માટે સ્થાનિક લોકો અને પોલીસની ટીમો દોડી આવી હતી. ઘાયલ થયેલા 3 લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટ્રાફિક જામ અને તપાસ

અકસ્માત સાંકડા રૈતા પુલ પર થયો હોવાથી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલમાં પોલીસે ગુનો નોંધી મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માતના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

https://x.com/DGPMaharashtraનોઈડામાં પગાર વધારા મુદ્દે હિંસક બબાલ ખાનગી કંપનીના કર્મચારીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ પર પથ્થરમારો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments