No Tickets for Those Over 60: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક સંપન્ન થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. ખાસ કરીને નાની નગરપાલિકાઓ માટે પક્ષે આ વખતે અલગ વ્યૂહરચના અપનાવી છે.

No Tickets for Those Over 60: ઉમેદવારો માટેના 3 કડક માપદંડ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે આ વખતે ઉમેદવાર પસંદગીમાં શિસ્ત અને નવી પેઢીને પ્રાધાન્ય આપવા માટે ત્રણ મુખ્ય ફિલ્ટર નક્કી કર્યા છે:
- ઉંમર મર્યાદા: 60 વર્ષથી વધુની વય ધરાવતા કાર્યકરોને ટિકિટ ન આપવાનો નિર્ણય.
- થ્રી-ટર્મ ફોર્મ્યુલા: જેઓ સતત ત્રણ ટર્મથી ચૂંટાય છે, તેમને આ વખતે પડતા મૂકવામાં આવશે.
- નો-પરિવારવાદ: પક્ષના પદાધિકારીઓના સગા-સંબંધીઓને ટિકિટ આપવા પર પ્રતિબંધ.
No Tickets for Those Over 60: C અને D વર્ગની નગરપાલિકાઓ માટે ‘લોકલ’ પ્લાન
બેઠકમાં મનપા અને મોટા શહેરો ઉપરાંત નાના નગરો પર વિશેષ ધ્યાન અપાયું છે. C અને D વર્ગની નગરપાલિકાઓમાં સ્થાનિક સામાજિક સમીકરણો જળવાય તે માટે ઉમેદવારો નક્કી કરવાની સત્તા સ્થાનિક સ્તરે સોંપવામાં આવી છે.
- જિલ્લાવાર વિગત: અમરેલી, આણંદ, સુરત અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં ફેલાયેલી અંદાજે 30થી વધુ C અને D વર્ગની નગરપાલિકાઓ માટે ઝોનવાઈઝ સૂચનો મેળવી યાદી તૈયાર કરાઈ છે.
No Tickets for Those Over 60: ટૂંક સમયમાં જાહેરાતની શક્યતા
મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ ઝોનવાઈઝ ફીડબેક આપ્યા બાદ ઉમેદવારોના નામો લગભગ નક્કી થઈ ગયા છે. આ કડક નિયમોને કારણે ઘણા જૂના જોગીઓના પત્તા કપાઈ શકે છે, જ્યારે નવા અને યુવા ચહેરાઓને ચૂંટણી જંગમાં ઉતરવાની તક મળશે. ભાજપ ગમે ત્યારે ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




