નીતિશ કુમારની કેન્દ્રને ચેતવણી,વાંચો અહીં

0
251
નીતિશ કુમારની કેન્દ્રને ચેતવણી
નીતિશ કુમારની કેન્દ્રને ચેતવણી

મુખ્યમંત્રી નીતીશ કુમારે ફરી એકવાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ ઊઠાવી છે. તેમણે આ વખતે કેન્દ્ર સામે નિશાન તાકતાં કહ્યું કે પોતાની જીદ છોડો અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપો. બિહારના મુખ્યમંત્રીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તે વિશેષ રાજ્યના દરજ્જાની માગને લઈને અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. વિશેષ રાજ્યનો દરજ્જો આપો નહીંતર સમગ્ર બિહારમાં આંદોલન થશે’ મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એકવાર વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે. ગુરુવારે (16 નવેમ્બર) પટનાના બાપુ ઓડિટોરિયમમાં આયોજિત ઉદ્યોગ વિભાગના કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, મુખ્યમંત્રી નીતિશ કુમારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

બિહારને ‘વિશેષ રાજ્યનો દરજ્જો આપો : નીતિશ કુમાર

નીતિશ કુમારની કેન્દ્રને ચેતવણી

કેન્દ્ર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે હવે દરેક જગ્યાએ અભિયાન ચલાવવામાં આવશે કે જો તમારે બિહારનો ઉત્કર્ષ કરવો હોય તો તેને વિશેષ દરજ્જો આપો, જો તમે નહીં આપો તો તેનો અર્થ એ છે કે તમે બિહારનો ઉત્કર્ષ કરવા નથી માંગતા. માત્ર પ્રમોટ કરવા માંગે છે.નીતીશ કુમારે કહ્યું, “હવે અમે જે કામ કરી રહ્યા છીએ તેની દરેક વિગત દરેક ગામમાં મોકલીશું. અમે આજે જ અધિકારીઓને જણાવ્યું છે. અમારા અધિકારીઓ દરેક જગ્યાએ જઈને પૂછશે કે શું કામ થયું છે કે નહીં? કામ થયું છે તો તમને લાભ મળ્યો કે નહીં?કોઈ સમસ્યા હોય તો અમને જણાવો, અધિકારીઓ નોંધ લેશે અને લાભ આપવાનો પ્રયાસ કરશે.આ અમારો ઉદ્દેશ્ય છે.મુખ્યમંત્રી નીતિશ કુમારની કેન્દ્ર સરકાર સામે ચીમકી સામે આવી છે

વાંચો અહીં શિવમૂર્તિ શરણને ગુરુવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા