Nitish Kumar:બિહારના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત: નીતિશ કુમાર લડી શકે છે રાજ્યસભાની ચૂંટણી, સીએમ પદ છોડશે?

0
124
Nitish Kumar

Nitish Kumar:બિહારના રાજકારણમાં ફરી એકવાર ‘ભૂકંપ’ આવવાની શક્યતા દેખાઈ રહી છે. સત્તાના ગલિયારાઓમાં વહેતા થયેલા તાજા અહેવાલ મુજબ, મુખ્યમંત્રી નીતિશ કુમારને તેમની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU) રાજ્યસભામાં મોકલી શકે છે. જો આ નિર્ણય લેવામાં આવશે, તો નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે, જે બિહારના રાજકારણ માટે સૌથી મોટો ઉલટફેર સાબિત થશે.

 Nitish Kumar:શું ભાજપનો મુખ્યમંત્રી બનશે?

Nitish Kumar

જો નીતિશ કુમાર રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય થાય અને રાજ્યસભામાં જાય, તો બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? તે મોટો પ્રશ્ન છે. રાજકીય વર્તુળોમાં એવી પ્રબળ ચર્ચા છે કે જો નીતિશ કુમાર પદ છોડે, તો ભાજપના કોઈ નેતાને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવી શકે છે.

 નીતિશ કુમારનો રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે નીતિશ કુમાર બિહારના ઈતિહાસમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી રહેનારા નેતા છે. તેઓએ અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક 9 વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.

Nitish Kumar: મહત્વની હિલચાલ: સંજય ઝા દિલ્હી રવાના

આ અટકળો વચ્ચે જેડીયુના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા અચાનક દિલ્હી રવાના થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે આ બેઠકોની વહેંચણી અને ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરી શકે છે.

 દીકરા નિશાંતનું નામ પણ ચર્ચામાં હતું

Nitish Kumar

શરૂઆતમાં એવી ચર્ચા હતી કે નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવશે. પરંતુ તાજેતરના અહેવાલો મુજબ, હવે ખુદ નીતિશ કુમારનું નામ જ મોખરે છે.

આ પણ વાંચો :ધુળેટીનો પર્વ માતમમાં ફેરવાયો: ગુજરાતમાં ડૂબી જવાથી 17 જિંદગીઓ હોમાઈ, અનેક પરિવારોમાં છવાયો શોક