Nitin Patel Explosive Statement:ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલનું એક નિવેદન ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કડી ખાતે યોજાયેલા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં નીતિન પટેલે મંચ પરથી જ પોતાના આગવા અંદાજમાં નિવેદનો કરીને રાજ્યના રાજકારણમાં ગરમી ફૂંકી દીધી હતી.

Nitin Patel Explosive Statement:કડીના રાજકારણનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે,
“ધારાસભ્ય બહાર ગામના છે, હું બહાર ગામનો નથી. હું કડીને 50 વર્ષથી ઓળખું છું. કોણ ખાડા પાડે છે, કોણ પૂરે છે, તેની બધી ખબર છે.”
આ નિવેદન સ્પષ્ટપણે સ્થાનિક નેતૃત્વ અને હાલની વ્યવસ્થા પર આડકતરા પ્રહાર તરીકે જોવામાં આવી રહ્યું છે.

Nitin Patel Explosive Statement:હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી — ગ્રાન્ટ અને ભ્રષ્ટાચાર પર નિશાન
નીતિન પટેલે કાર્યકરોને સંબોધતા વધુમાં કહ્યું કે,
“અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ખબર નથી કે ક્યાં વાપરવી. સાચું કામ કરો તો સારું, નહીંતર ક્યાં જાય છે તે ભગવાન જાણે. હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે.”
આ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું —
“હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી.”
તેમના આ નિવેદનથી તેમણે પોતાના રાજકીય વજન અને પ્રભાવનો સંકેત આપ્યો હોવાની ચર્ચા છે.
Nitin Patel Explosive Statement:મંત્રીમંડળ અને ધારાસભ્યો પર આડકતરા પ્રહાર
પૂર્વ નાયબ મુખ્યમંત્રી અહીં અટક્યા નહોતા. તેમણે તાજેતરમાં રાજીનામું આપનારા મંત્રીઓ અને મંત્રીમંડળની કાર્યશૈલી પર પણ કટાક્ષ કર્યો.
“હમણાં બે-ત્રણ મંત્રીઓને રાજીનામું આપવું પડ્યું. એમના ટેકેદારોમાંથી કેટલાકે ખોટું કર્યું હોઈ શકે. એટલે જ મને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. હું બોલું છું તો ઘણા લોકોને ગમતું નથી, પરંતુ કડીમાં હું બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં.”
આ નિવેદનોથી સ્પષ્ટ છે કે નીતિન પટેલ હજુ પણ ભાજપની આંતરિક રાજનીતિ અને નિર્ણયપ્રક્રિયા અંગે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
Nitin Patel Explosive Statement:કોંગ્રેસનો પ્રહાર — “ભાજપમાં સત્તાની સાઠમારી છે”
ભાજપના વરિષ્ઠ નેતાના આ નિવેદન પર કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે.
પાર્ટીના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું —

“નીતિન પટેલે ધારાસભ્ય બહારના છે અને કોણ ખાડા પાડે છે તેની ખબર છે એવું કહીને સ્પષ્ટ રીતે પોતાના જ પક્ષના નેતાઓ પર ચાબખો માર્યો છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે,
“ભાજપમાં સત્તાની સાઠમારી અને વરિષ્ઠોને પૂરા કરવા જે પરંપરા નરેન્દ્ર મોદીના સમયથી ચાલી છે, એ જ સ્થિતિ આજે નીતિન પટેલની છે.”
મનીષ દોશીએ એ પણ જણાવ્યું કે નીતિન પટેલે જે ગ્રાન્ટ અને ભ્રષ્ટાચારની વાત કરી છે, તે સ્પષ્ટ કરે છે કે ભાજપ સરકાર ભ્રષ્ટાચારના કાદવમાં ગળાડૂબ છે.
Nitin Patel Explosive Statement:ભાજપમાં આંતરિક જૂથવાદની ચર્ચા ફરી તીવ્ર
નીતિન પટેલના આ “વિસ્ફોટક” નિવેદન બાદ રાજ્યની રાજકીય હવામાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
ભાજપમાં જૂથવાદ, વરિષ્ઠ નેતાઓની અવગણના અને આંતરિક અસંતોષ ફરી સપાટી પર આવ્યો હોવાના સંકેત મળી રહ્યા છે.
જોકે, નીતિન પટેલે પોતાના નિવેદનને “કાર્યકરો માટે ચેતવણી” ગણાવ્યું છે, પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે તેમના શબ્દોમાં અનુમાનિત અસંતોષ અને આંતરિક રાજનીતિનો સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :




