Nitin Gadkari Announces: ભારત બનશે ટોલ-ફ્રી બેરિયર-લેસ: હાઈટેક ANPR ટોલ સિસ્ટમ આવશે

0
91
Nitin Gadkari
Nitin Gadkari

Nitin Gadkari Announces: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આગામી એક વર્ષમાં દેશમાંથી ટોલ બૂથ સંપૂર્ણ ખતમ થઈ જશે અને તેની જગ્યાએ બેરિયર-લેસ, હાઈટેક ટોલ સિસ્ટમ લાગુ થશે. ગડકરીએ જણાવ્યું કે હાલમાં દેશમાં લગભગ 4,500 હાઈવે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે, જેની કિંમત અંદાજે 10 લાખ કરોડ રૂપિયા છે.

Nitin Gadkari Announces

સરકાર ટોલ કલેક્શન સિસ્ટમને આધુનિક બનાવવા માટે હાલ 10 જગ્યાએ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી ચૂક્યું છે. હેતુ એવો છે કે ભવિષ્યમાં વાહનોને ટોલ માટે રોકાવું ન પડે અને આખી વસૂલી પ્રક્રિયા સંપૂર્ણ ઓટોમેટિક બને.

Nitin Gadkari Announces: નવી ટોલ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા તૈયાર કરાયેલ NETC (National Electronic Toll Collection) સિસ્ટમ દેશમાં એકસરખું અને ઇન્ટર્ગ્રેટેડ ટોલિંગ પ્લેટફોર્મ છે. તેનું મુખ્ય સાધન FASTag છે, જેમાં RFID ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.

હવે આ FASTag સાથે Automatic Number Plate Recognition (ANPR) ટેકનોલોજી જોડવામાં આવી રહી છે.

  • ANPR કેમેરા વાહનની નંબર પ્લેટ વાંચશે
  • RFID રીડર FASTag ટેગને સ્કેન કરશે
  • ટોલ રકમ સીધા બેંક ખાતામાંથી કપાઈ જશે

આ આખી પ્રક્રિયા સેકન્ડોમાં પૂરી થઈ જશે અને ટોલ પ્લાઝા પર કતારો, રાહ જોવી પડે તેમ, અને રોકડ ચુકવણીની મુશ્કેલી વધતી જશે.

Nitin Gadkari Announces

Nitin Gadkari Announces: નિયમ તોડનારને દંડ

જેઓ FASTag વગર મુસાફરી કરશે અથવા નિયમોનું પાલન નહીં કરે તેમને ઈ-નોટિસ, પેનલ્ટી, કે FASTag સસ્પેન્શન જેવી કાર્યવાહીનો સામનો કરવો પડશે.

કેન્દ્ર સરકારનો આ પ્રયાસ હાઈવે મુસાફરીને ઝડપી, સરળ અને પારદર્શક બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Anganwadi Workers:બાળકલ્યાણને વેગઃ રાજ્યભરમાં 9000 આંગણવાડી બહેનોની નિમણૂક પૂર્ણ