NIRAJ CHOPRA :  ભારતના સ્ટાર ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપડા ઑલિમ્પિક પહેલા આવતીકાલે આ  પદક માટે ઉતરશે મેદાને

0
90
NIRAJ CHOPRA
NIRAJ CHOPRA

NIRAJ CHOPRA :  ભારતને જેના પર ગર્વ છે તેવા ભાલાફેંકના વિશ્વવિજેતા નીરજ ચોપડા આગામી મહીને શરુ થનારી સમર ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ  લેવા જઈ રહ્યા છે ત્યારે આ પહેલા ભારતને વધુ એક ગોલ્ડ મેડલ જીતવાની આશા નીરજ ચોપડા પાસે છે.  

NIRAJ CHOPRA

NIRAJ CHOPRA :   આગામી 26 જુલાઈએ પૅરિસમાં શરૂ થનારી સમર ઑલિમ્પિક ગેમ્સમાં પણ ભાલાફેંકનો ગોલ્ડ મેડલ જીતીને વિજેતાપદનું પુનરાવર્તન કરી શકાય એ હેતુથી ભારતના લશ્કરી જવાન નીરજ ચોપડા શુક્રવારે એક મોટી કસોટીમાંથી પસાર થવું પડશે. શુક્રવારે પ્રતિષ્ઠિત ડાયમંડ લીગ નામની ટોચની સ્પર્ધાનો પ્રથમ તબક્કો યોજાશે. આ એક દિવસની હરીફાઈમાં નીરજ ઉપરાંત વિશ્ર્વના બીજા ઘણા સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે એટલે એ બધાની વચ્ચે મેડલ જીતવો નીરજ માટે બહુ મોટો પડકાર બની રહેશે.


NIRAJ CHOPRA :   26 વર્ષનો નીરજ ઑલિમ્પિક ચૅમ્પિયન તેમ જ એશિયન ચૅમ્પિયન છે

NIRAJ CHOPRA

NIRAJ CHOPRA :   શુક્રવારની દોહાની હરીફાઈમાં ગ્રેનાડાનો ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન ઍન્ડરસન પીટર્સ તેમ જ ઑલિમ્પિક્સમાં તથા વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ જીતી ચૂકેલો ચેક રિપબ્લિકનો યાકુબ વાદલેચ પણ ભાગ લેશે.જર્મનીનો જુલિયન વેબર યુરોપિયન ચૅમ્પિયન છે અને તે પણ શુક્રવારે નીરજ ચોપડા માટે પડકારરૂપ બનશે.

NIRAJ CHOPRA :   જોકે નીરજ માટે 2023નું વર્ષ ઘણું સારું રહ્યું હતું. તે ઘણા મોટા ચંદ્રક જીત્યો હતો અને દોહા ખાતે ડાયમંડ લીગનું ચૅમ્પિયનપદ ઍન્ડરસન પીટર્સ તથા યાકુબ વાદલેચ જેવા ચૅમ્પિયનોની હાજરીમાં હાંસલ કર્યું હતું.
 

NIRAJ CHOPRA

NIRAJ CHOPRA :  દોહાની ડાયમંડ લીગમાં ભારતનો જ એશિયન ગેમ્સ સિલ્વર-મેડલિસ્ટ કિશોર જેના પણ ભાગ લઈ રહ્યો છે. નીરજે કરીઅર દરમ્યાન ભાલો વધુમાં વધુ 89.94 મીટર દૂર ફેંક્યો હતો. કિશોર જેનાનો બેસ્ટ પર્ફોર્મન્સ 87.54 મીટરનો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.