જમ્મુ-કાશ્મીર ઘાટીમાં NIAએના દરોડા

0
129

NIAએ જમ્મુ-કાશ્મીર ઘાટીમાં દરોડા પાડ્યા

NIAના કાશ્મીર ખીણમાં છ સ્થળોએ દરોડા

 આતંકવાદ સાથે જોડાયેલા કેસમાં કાર્યવાહી

NIAએ દરોડા પાડ્યા છે. સોમવારે જમ્મુ-કાશ્મીર ઘાટીમાં લગભગ અડધો ડઝન સ્થળો પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડા આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલા એક કેસની તપાસના સંદર્ભમાં પાડવામાં આવ્યા છે. સુરક્ષા દળો સાથે એજન્સીની ટીમો બાંદીપોરા, કુલગામ, પુલવામા અને શોપિયાં પહોંચી હતી. આ ચાર જિલ્લામાં છ સ્થળોએ તપાસ કરી હતી

અગાઉ મંગળવારે, રાજ્ય તપાસ એજન્સી (SIA) એ શ્રીનગરમાં રાષ્ટ્રવિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓ માટે સોશિયલ મીડિયાના દુરુપયોગના સંબંધમાં ઘાટીના ચાર જિલ્લામાં છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જે વ્યક્તિઓ અને સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તે વિદેશી સહયોગીઓ સાથે મળીને ખીણમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપવાની શંકા છે.SIA અધિકારીના જણાવ્યા અનુસાર, એજન્સીએ કુપવાડા, અનંતનાગ, પુલવામા અને શ્રીનગર જિલ્લામાં છ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. તપાસ એજન્સીએ સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે વિદેશી સહયોગીઓ સાથે કથિત રીતે સહયોગ કરવાના સંબંધમાં કેસ નોંધ્યો હતો.આ ઓળખાયેલી સંસ્થાઓ પર આતંકવાદ અને તેના સમર્થનનો પણ આરોપ છે. તાજેતરના ભૂતકાળમાં, SIA, NIA અને SIU એ સમગ્ર રાજ્યમાં અલગતાવાદી અને આતંકવાદી પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરી છે. અગાઉ મંગળવારે, રાજ્ય તપાસ એજન્સીએ શ્રીનગરમાં રાષ્ટ્રવિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓ માટે સોશિયલ મીડિયાના દુરુપયોગના સંબંધમાં ઘાટીના ચાર જિલ્લામાં છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જે વ્યક્તિઓ અને સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી તે વિદેશી સહયોગીઓ સાથે મળીને ઘાટીમાં આતંકવાદ પ્રોત્સાહન આપવાની શંકા છે.