New year Jyotish :  જાણો આવનારું વર્ષ કેવું રહેશે ? જાણીતા જ્યોતિષી ચેતન પટેલના શબ્દોમાં

0
134
New year Jyotish
New year Jyotish

New year Jyotish :  ટૂંક સમયમાં જ નવું વર્ષ શરુ થવા જઈ રહ્યું છે, ત્યારે આજે જાણીશું આપનું નુતન વર્ષ કેવું રહેશે? જાણો જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર આગામી નવું વર્ષ મેષ, વૃષભ, મિથુન, કર્ક,  સિંહ, કન્યા , તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન રાશિ માટે કેવું વર્ષ રહેશે…

New year Jyotish :  મેષ રાશિ :

New year Jyotish

 વિક્રમ.સ.૨૦૮૧ના વર્ષની શરૂઆતમાં ગુરૂ  ગોચરમાં વૃષભ રાશિમાં તમારી રાશિથી બીજા  ધનમાં  ભ્રમણ કરશે  જે  વેપાર ધંધા નોકરી માં મોટા ધન લાભ અપાવશે યસ નામ અને  પ્રગતિ કરાવશે કૌટુંબિક ધન પ્રાપ્તિના યોગ રહે

તા. ૧૪-૦૫-૨૦૨૫ થી  ગુરુ  મિથુન રાશિ માં આવતા  તમારી રાશિ થી ત્રીજા પરાક્રમ સ્થાને રહે છે. જે  ભાઈ- બહેન  સાથે  મતભેદો ઊભા કરી શકે .  નાના મોટા પ્રવાસો કે નોકરી ધંધા ઘર  સ્થળાંતર ના યોગ બને

તા.૧૮-૧૦-૨૦૨૫થી ગુરુ  કર્ક રાશિમાં આવતા તમારી રાશિ થી ૪ થા સુખ  સ્થાનમાં આવશે.  જે પણ ધન અને જમીન મકાન  વાહન અને માતા નું સુખ અપાવશે તે અંગે મોટા લાભ કરાવશે

વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં  હોવાથી તમારા અગિયારમાં લાભસ્થાને ભ્રમણ કરે છે. જે આર્થિક  સુખમાં વધારો કરે.  વેપાર ધંધા   નોકરી માં મોટા ધન લાભ આપે સમાજમાં માન આપે   દરેક કાર્યમાં સફળતા મળે

 તા. ૨૯-૦૩-૨૦૨૫ થી શનિ મીન રાશિમાં આવતા તમારી રાશિ થી બારમાં વ્યય સ્થાનમાં આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાથે  માથા પરથી  પસાર થાય  જે શારીરિક  માનસિક, આર્થિક  તકલીફ ઊભી કરે  દરેક જગ્યા એ રુકાવટો લાવે

 સ્રીઓ માટે  :  આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. વર્ષ  ની શરૂઆત માં દરેક જગ્યા એ લાભ રહે ત્યારબાદ  ૨૯ માર્ચ થી શનિ  મીન રાશિમાં આવતા દામ્પત્યજીવનમાં અણબનાવ ઊભા કરી શકે કૌટુંબિક  કે આર્થિક તકલીફો  આપે  પેટને લગતી  નાની મોટી તકલીફો  થઈ શકે

વિદ્યાર્થીઓ માટે :- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ  શરૂઆત માં  સારું મહેનત પ્રમાણે લાભ પણ માર્ચ ૨૦૨૫ થી મધ્યમ પસાર થાય, વિદ્યા પ્રાપ્તિમાં અવરોધો આવે. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવાના પ્રયત્ન માં કઠિનાઈ ઓ આવે  જેથી વધુ મહેનત કરવી

New year Jyotish :  વૃષભ રાશિ

New year Jyotish

 વિક્રમ સવંત ૨૦૮૧ ના  વર્ષ ની શરૂઆતમાં ગુરુ વૃષભ રાશિનો  તમારી રાશિ થી  પહેલા દેહ ભાવ માં રહેશે, જે  નોકરી ધંધા માં નાનો મોટો  આર્થિક અવરોધ કે ભય ઊભો થાય  ખર્ચ પર કાબુ રાખો નોકરી ધંધામાં બહુ મોટા ફેરફાર ના કરવા

તા. ૧૪-૦૫-૨૦૨૫થી  મિથુન નો ગુરૂ તમારી રાશિ થી  બીજા ઘનભાવે રહેશે.  જે  આર્થિક બાબતો માટે શુભ બનતો જશે  રોકાયેલા કાર્યો પૂરા થશે કુટુંબ માં વડીલ તરફથી  ધન કે  સંપત્તિ મેળવવાના બને.  આવશ્યકતા માટે નાણાંની સગવડ સરળતાથી  થતી જશે 

તા. ૧૮-૧૦-૨૦૨૫થી  કર્ક રાશિ નો ગુરુ તમારી રાશિ થી ત્રીજા સ્થાનમાં ભ્રમણ કરશે. ભાઈ બહેન થી ક્લેશ કરી શકે  વિવાદ થી  દૂર રહેવું  નાના મોટા સાહસ થી લાભ થાય  સ્થાન પરિવર્તન કે યાત્રા પ્રવાસ  ના યોગ ઊભા થાય

વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં  હોઈ તમારા દસમા કર્મ સ્થાને  રહેશે  જે    નોકરી વ્યવસાય માં લાભ આપે  આવકની સ્થિરતા રહે મન ની શાંતિ આપે   થોડી વધુ મહેનત ના યોગ બનાવે પણ લાભ મળે  

તા. ૨૯-૦૩-૨૦૨૫થી શનિ તમારી રાશિ થી અગિયારમા લાભ ભાવે રહેશે, જેની તમારા  સુખમાં વધારો કરવો. દરેક કામમાં  વિલંબ દૂર થાય સફળતા મળે, શારીરિક નાની-મોટી તકલીફો હોય તે પણ દૂર થાય

સ્ત્રી ઓ માટે :  આ વર્ષ  શરૂઆત માં  મધ્યમ પસાર થાય. પણ  માર્ચ ૨૦૨૫ થી ખુબ સારો સમય શરૂ થાય જે દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે દરેક કર્યો માં લાભ આપે

વિદ્યાર્થીઓ માટે :  આ વર્ષ શરૂ માં કઠિન  ઈતર પ્રવૃત્તિ છોડી અભ્યાસ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરશો તો લાભ થશે માર્ચ ૨૦૨૫ થી સમય સુધરી જશે પરિણામ સારું આવશે  ઉચ્ચ અભ્યાસના યોગ પણ સારા રહે

New year Jyotish :  મિથુન રાશિ

New year Jyotish

વિક્રમ સંવત ૨૦૮૧ વર્ષ ની શરૂઆત માં વૃષભ નો  ગુરુ તમારી રાશિ થી  બારમાં વ્યય  સ્થાને રહે છે.  વ્યાધિ અને પીડા ના યોગ કરે   જે નોકરી ધંધામાં સમસ્યા  ધન ખર્ચ ના અનેક યોગો બનાવે  વિના મતલબ ના  કાર્યો માં ખૂબ ખર્ચ થાય 

તા ૧૪-૫-૨૦૨૫ થી  ગુરુ પ્રથમ ભાવ માં  પસાર થશે  કોઈ ઉતાવળીયો નિર્ણય તકલીફ આપે  શારીરિક સમસ્યા પણ આવી શકે  ભાઈ-ભાંડુ સાથે મનદુઃખના પ્રસંગો  બની શકે

 ૧૮-૧૦-૨૦૨૫ થી ગુરુ કર્ક રાશિ નો તમારી રાશિ થી બીજા ધન ભાવે આવે છે અહીં ગુરૂ  દરેક કામ માં ધન લાભ કરાવશે કીટુંબિક ધન-સંપત્તિ મળવાના  યોગ બને

વર્ષ ની  શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં  તમારી રાશિ થી નવમા ભાગ્યભાવે રહેશે  જે ભાગ્ય માં વિઘ્નો, રૂકાવટો તેમજ વિલંબ કરાવે વિદેશ ને લગતા કાર્યોમાં રૂકાવટ થાય   તમારી મહેનતનું ફળ વિલંબ  બાદ મળે વડીલવર્ગને બિમારીના યોગ બને   તમારી સહન શક્તિની કસોટી થાય

 તા.૨૯-૦૩-૨૦૨૫થી શનિ  મીન રાશિનો તમારી રાશિ થી દસમા  કર્મ ભાવે આવે છે જે  રોકાયેલા કાર્યો પૂરા કરશે ધન લાભ  મળવાના યોગ શરૂ થશે જેથી મન ને  શાંતિ થશે થોડી વધુ મહેનત ના યોગ બનાવે પણ લાભ થાય

 સ્ત્રીઓ માટે : આ વર્ષ શરૂઆત માં   મધ્યમ પસાર થાય માર્ચ ૨૦૨૫ થી રોકાયેલા કાર્યો પૂરા થાય  આર્થિક લાભ મળી શકે

વિદ્યાર્થીઓ માટે :- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. આળસના કારણે પરિણામ નબળું આવે મહેનત કરશો તો માર્ચ બાદ સારું પરિણામ મળે

New year Jyotish :  કર્ક રાશિ

New year Jyotish

વિક્રમ સંવત ૨૦૮૧ના વર્ષની શરૂઆતમાં કર્ક નો  ગુરુ તમારી રાશિ થી અગિયાર માં લાભ ભાવ માં ભ્રમણ કરશે  જે વેપાર ધંધા નોકરી માં આર્થિક રીતે લાભદાયી નીવડે પ્રગતિ કરાવે સામાજિક પ્રતિષ્ઠા વધતી જણાય. કૌટુંબ્લિક માત મોભો વધતો જણાય

 ૧૪-૫-૨૦૨૫ બાદ ગુરૂ  મીન રાશિમાં ગોચર ભ્રમણ કરતા તમારી રાશિ થી બારમા વ્યયભાવે આવશે. આબારમે  ગુરુ  કષ્ટ વ્યાધિ અને પીડા આપે  ,શારીરિક તકલીફો વધતી જાય. ભાગ્યમાં અડચણો આવે  રુકાવટો ઉભી થાય

૧૮-૧૦-૨૦૨૫ થી ગુરૂ તમારી  રાશિમાં આવશે જે  શંકા ભય અને પીડા ઊભી કરે માનસિક,સંકટ મુશ્કેલીમાં ઉમેરો થાય  આવક કરતાં ખર્ચ વધે

વર્ષની શરૂઆતમાં કુંભ નો  શનિ  તમારી રાશિ થી આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે જે કષ્ટ પીડા અને શારીરિક નાની મોટી તકલીફો આપે. પડવા-વાગવા  ના યોગ બને આકસ્મિક  જવાબદારીઓ તમારી પરેશાની વધારે. સતત પ્રયત્નશીલ ઓવા છતાં તમે યોગ્ય ફળ ન  મળે નુકશાની વધે  દગો ફટકો થાય   યાત્રા પ્રવાસ  કષ્ટદાથી નીવડે ,સૈયમ પૂર્વક સમય પસાર કરવો

તા ૨૯-૩-૨૦૨૫થી શનિ  મીન નો થતાં તમારી રાશિ થી નવમા  ભાગ્યભાવે રહેશે  જે ભાગ્યવૃદ્ધિમાં   વિલંબ કરાવે નાણાંકીય   અવરોધો ઊભા થાય  નોકરિયાત વર્ગને ઉપરી વર્ગ સાથે અણબનાવ બને નહીં તેની કાળજી રાખવી

સ્ત્રીઓ માટે : આ વર્ષ મિશ્ર ફળદાથી ગણાય, આંતરિક – કૌટુંબિક તેમજ આર્થિક અનેક સમસ્યાઓ ઉદભવે. સંતાન સાથે  મતભેદો  ઉભા થઇ શકે .

વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ થોડું કઠિન કહી શકાય  સારા પરિણામ  માટે તમારે કઠોર પરિશ્રમ કરવાની જરૂર જણાય, વિદેશ જવા માં વિલંબ થઈ શકે  .

New year Jyotish :  સિંહ રાશિ

New year Jyotish

વિક્રમ સંવત ૨૦૮૧  ની શરૂ આત  થી વૃષભ નો  ગુરૂ  તમારી રાશિ થી દસમા ભાવે રહે છે જે આજીવિકા સંબંધી કાર્યોમાં ફેરફાર કરાવે મુસાફરી કે પ્રવાસ કરાવે  નોકરિયાત વર્ગને નોકરીમાં  ફેરફાર કે બદલી ના યોગ બને

તા.૧૪-૦૫-૨૦૨૫ થી મિથુન નો  ગુરુ તમારી રાશિ થી અગિયારમા લાભભાવે આવે છે જે  વેપાર ધંધા નોકરી માં વૃદ્ધિના  યોગ બનાવે છે સમાજ માં યસ નામ પ્રતિષ્ઠા , વધારે આવક ના સાધનો ઊભા થાય ધન પ્રાપ્તિના યોગ બને

તા.૧૮-૧૦-૨૦૨૫થી કર્ક નો  ગુરૂ તમારી રાશિ થી બારમાં વ્યયસ્થાને ભ્રમણ કરશે . જે ખોટા ખર્ચ નુકશાની અને વ્યય ના યોગ ઊભા કરે  જમીન જાયદાદ અંગે ના પ્રશ્નો  ઉભા થઇ શકે

વર્ષની શરૂઆતામાં કુંભ નો શનિ તમારી રાશિ થી  સાતમા સ્થાનમાં રહે છે જે લગ્ન જીવન ભાગીદારી નોકરી  માં વાદવિવાદ થી બચવું લગ્ન માં વિલંબ ના યોગ બને.

તા.૨૯-૦૩-૨૦૨૫થી મીન રાશિ નો શનિ તમારી રાશિ થી  આઠમા ભાવે ભ્રમણ કરતા જે આરોગ્ય અંગે કષ્ટદાયી ગણાય  શારીરિક તકલીફો વધે આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધે નોકરિયાત વર્ગે નોકરી માં સ્થિર રહેવું

સ્ત્રી વર્ગ માટે:  એકંદરે આવક ની દ્રષ્ટિએ   વર્ષ  સારું   વાદવિવાદથી દૂર રહેવું વર્ષની મધ્યથી કાર્ય સફળતાના યોગ બને  રોકાયેલા પ્રશ્નો પુરા થાય

વિદ્યાર્થીઓ માટે :  આ વર્ષે શરૂઆતથી જ લાભદાયી પુરવાર થાય  અભ્યાસમાં ધીમી ગતિએ સફળતાના યોગ બને મહેનત થી ધાર્યું પરિણામ મળી શકે

New year Jyotish : કન્યા રાશિ

New year Jyotish

વિ.સં. ૨૦૮૧ વૃષભ  નો  ગુરુ  વર્ષની શરૂઆતમાં  તમારી રાશિ થી નવમાં ભાવે ભ્રમણ કરશે  જે નોકરી ધંધા વ્યવસાયમાં સફળતાના યોગ બનાવે છે ભાગ્યોદય થઈ શકે મોટો ધનલાભ  પણ થાય વિદેશ જવાના યોગ ઊભા થાય  લગ્નના યોગ બને સંતાન પ્રાપ્તિ ના પણ યોગ બને .

 તા.૧૪-૫-૨૦ ૨૫ થી મિથુન  ગુરૂ તમારી રાશિ થી  દસમા કર્મભાવે આવશે  જે નોકરી ધંધામાં નાના-મોટા ફેરફાર અને   પ્રવાસના યોગ ઊભા કરે  આવકનું પ્રમાણ બધી શકે જમીન મકાન પ્રોપર્ટી કે ગાડી પાછળ ખર્ચ થાય.

 તા.૧૮-૧૦-૨૦૨૫થી કર્ક રાશિ નો ગુરૂ  તમારી રાશિ થી અગિયારમા લાભભાવે ભ્રમણ કરશે . જે આવક વેપાર કે નોકરી માં આર્થિક ધનલાગના યોગ ઊભા કરે . સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠામાં વધારો થાય સંતાન યોગ ઊભા થાય

વર્ષની શરૂઆતમાં કુંભ રાશિ નો શનિ તમારા છઠ્ઠા રોગ-શત્રુભાવે રહેશે. શનિ આ સ્થાનમાં અનુકૂળ છે. કોર્ટ કચેરી લડાઈ ઝઘડા હરીફાઈ વગેરેમાં જીત થાય મોટા આર્થિક લાભ મળે શત્રુ વિજય યોગ થાય  ધંધાકીય મુસાફરી  ના યોગ બને

તા. ૨૯-૦૩-૨૦૨૫થી  મીન રાશિ નો શનિ તમારી રાશિ થી સાતમા ભાગીદારી સ્થાનમાં ભ્રમણ કરશે જેથી લગ્ન જીવન નોકરી વગેરેમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી રાખવી પેટની ગરબડ કે સમસ્યા થઈ શકે આરોગ્ય સાચવવું

સ્ત્રીઓ માટે :-સ્ત્રીઓ માટે આ વર્ષ ફળદાયી ગણાય  વર્ષ ની મધ્ય થી આરોગ્ય સુધરતું જણાય નોકરી ધંધા વ્યવસાયમાં લાભ થાય આર્થિક તકલીફો દૂર થાય 

વિદ્યાર્થીઓ માટે : વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું પસાર થાય. મહેનત ના પ્રમાણ માં ધાર્યું  ફળ પ્રાપ્ત થાય. વિદેશ જવાના યોગ ઊભા થઈ શકે  હરિફાઈ માં જીત ની પ્રાપ્તિ થાય

New year Jyotish :  તુલા રાશિ

New year Jyotish

વિ.સં. ૨૦૮૧ના વર્ષની શરૂઆતમાં  વૃષભ રાશિ નો ગુરુ તમારી રાશિ થી આઠમા સ્વાનમાં  થી ભ્રમણ કરશે  જેથી  નોકરી વેપાર માં નુકશાની રૂકાવટ કે . આર્થિક-શારીરિક નુકસાનના યોગ બને આરોગ્ય નું ધ્યાન રાખવું  મોટા સાહસ થી દુર રહેવું

 તા.૧૪-૦૫-૨૦૨૫થી  મિથુન રાશિ નો ગુરુ તમારી રાશિ થી નવમાં ભાગ્યભાવે આવશે. જે સુખ સફળતા અને  લાભ ના યોગ ઊભા કરે   ભાગ્યોદય  જેવા કાર્યો થાય વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય પારિવાર માં શુભ પ્રસંગો આવે ખૂબ સારા લાભોની પ્રાપ્તિ થાય

 તા.૧૮-૧૦-૨૦૨૫થી કર્ક રાશિ નો ગુરૂ તમારી રાશિ થી  દસમા કર્મભાવે આવશે. અહીં તે જે તમારા ધંધા-રોજગારમાં પરિવર્તન લાવશે. ધંધા-વાવસાયમાં પ્રગતિ થાય. કેટલાક મહત્ત્વના કાર્યો પૂર્ણ થાય.

વર્ષની શરૂઆતમાં કુંભ નો શનિ તમારા પાંચમા સ્થાનમાં ભ્રમણ કરે છે. જે આર્થિક બાબતે અશુભ પરિણામ આપે નાની  મોટી નુકશાની થઇ શકે ધંધા નોકરીનાં રૂકાવટ આવે  સંતાનો અંગે ના  પ્રશ્નો ઉભા થાય 

તા.૨૯-૦૩-૨૦૨૫થી  મીન રાશિ નો  શનિ તમારી રાશિ થી  છઠ્ઠા રોગ-શત્રુસ્થાને આવશે જે દરેક કાર્યો માં સફળતા મેળવી આપે રોકાયેલા કાર્યો પૂરા કરે , કોર્ટ કચેરી માં જીત આપે આરોગ્ય માં સુધારો કરે  શત્રુ પર વિજય પ્રાપ્ત કરાવે

સ્ત્રીઓ માટે : આ વર્ષ  શરૂઆત માં મિશ્ર ફળદાથી ગણાય પરંતુ માર્ચ ૨૦૨૫ બાદ  સારો સમય શરૂ થાય જે રોકાયેલા કર્યો પૂરા કરે સુખ શાંતિ ની પ્રાપ્તિ કરાવે

વિદ્યાર્થીઓ માટે :-  આ વર્ષ ની   શરૂઆત  કસોટીમય ગણાય ખૂબ મહેનત કરવી જરૂરી આત્મવિશ્વાસ થી અભ્યાસ કરશો તો સારું પરિણામ મળશે  માર્ચ ૨૦૨૫ થી સમય  વર્ષ સારું ગણી શકાય 

New year Jyotish : વૃશ્ચિક રાશિ

New year Jyotish

વિક્રમ સંવત ૨૦૮૧ના વર્ષની શરૂઆતમાં વૃષભ નો  ગુરુ તમારી રાશિ થી સાતમાં ભાવમાં ભ્રમણ કરતા નોકરી ધંધા માં  લાભ રાજ સન્માન  યસ પ્રતિષ્ઠા  સાથે  કાર્ય સફળતા ના યોગ  અહીં તે સારું ફળ આપનાર છ લગ્ન યોગ ઊભા થાય  ઘરમાં  માંગલિક કાર્યો  આવે

તા.૧૪-૫-૨૦૨૫થી મિથુન નો ગુરૂ તમારી રાશિ થી આઠમા સ્થાનમાં આવશે જે   શારીરિક તકલીફ આપી શકે  ઘરમાં ક્લેશ ઊભો થઈ શકે  નોકરી વ્યવસાય માં  આકસ્મિક સમસ્યા થઈ શકે એકંદરે સમય શાંતિથી પસાર કરવો એમ9તા સાહસ થી બચવું

તા.૧૮-૧૦-૨૦૨૫થી કર્ક નો ગુરુ તમારી રાશિ થી નવમા ભાગ્યભાવે આવશે  અહીંથી ફરી તમારો સારો સમય  શરૂ  થશે દરેક કાર્ય માં  સારા લાભ  મળશે ભાગ્યવૃદ્ધિની તકો શરૂ થતી જણાય

વર્ષની શરૂઆતમાં કુંભ નો  શનિ તમારી રાશિ થી ચોયા સુખભાવે રહેશે  નુકશાની અને શત્રુ તા માં યોગ ઊભા કરે છે નોકરી વ્યવસાય ઘર પરિવારમાં  વાદ વિવાદ થી દૂર રહેવું.  કોર્ટ કચેરી થી બચવું નહીં હોય તો નાણાંકીય તકલીફોનો સામનો કરવો પડે, શેર-શટા  જેવા  કાર્યોથી દૂર રહેવું, આર્થિક, માનસિક તેમજ શારીરિક તકલીફોનો સામનો કરવો પડે

તા.૨૯-૦૩-૨૦૨૫થી  મીન રાશિ નો  શનિ તમારી રાશિ થી પાંચમા સ્થાનમાં રહેશે જે પણ આર્થિક બાબતો માટે અશુભ ગણાય  શારીરિક તકલીફો  આપી શકે સંતાન ના પ્રશ્નો ઉભા થાય  ખર્શ પર કાબૂ રાખવો  ધીરજ પૂર્વક સમય પસાર કરવો

સ્ત્રીઓ માટે  : આ વર્ષ સંઘર્ષ ભર્યું પસાર થાય ઘર પરિવાર કે દામત્ય જીવન માં વિવાદો થી દુર રહેવું નોકરી માં ટકી રહેવું  પેટ-આંતરડા  કે પાચન ની નાની-મોટી તકલીફ  થઈ શકે  આર્થિક તંગી રહ્યા કરે  ખર્ચ પર કાબૂ રાખવો

 વિદ્યાર્થીઓ માટે :  આ વર્ષ શરૂઆતે ફાયદા કારક  સારું છે વિદેશ જવાની તમારી ઈચ્છા પૂર્ણ થતી જણાય  તમારા કાર્યો સફળ થતાં જણાય મે ૨૦૨૫ થી અભ્યાસ માં  ધ્યાન વધુ આપવું થોડો કઠિન સમય શરૂ થાય એકંદરે સારું વર્ષ ગણાય

New year Jyotish :  ધન રાશિ

New year Jyotish

  તા.૧૪-૦૫-૨૦૨૫થી  મિથુન રાશિ નો ગુરૂ તમારી રાશિ થી સાતમા સ્થાનમાં રહેશે જેથી કાર્ય સિદ્ધિના યોગો શરૂ થશે  વેપાર ધંધા નોકરીમાં આવક વધશે કામ સફળ થશે સંબંધો મધુર થશે તબિયત સારી થશે 

વિક્રમ સંવત ૨૦૮૧ ના  વર્ષની શરૂઆતમાં વૃષભ નો  ગુરુ તમારી રાશિ થી છઠ્ઠા રોગ-શત્રુ ભાવમાં ભ્રમણ કરે છે. આ સ્થાને ગુરુ અશુભ  ફળદાયી ગણાય  નોકરી વ્યવસાય માં અણબનાવ નુકશાન થઈ શકે આરોગ્ય બાબતે ખૂબ જ સાવચેત રહેવું  નાના મોટા રોગ કે સમસ્યા ઊભી થઇ શકે

લગ્ન ઈચ્છુ કોના લગ્નના યોગ ઉભા થાય દાંપત્ય જીવનમાં મધુરતા આવે યસ નામ ની પ્રાપ્તિ થાય

 તા.૧૮-૧૦-૨૦૨૫થી  કર્ક રાશિ નો ગુરૂ તમારી રાશિ થી આઠમા સ્થાનમાં આવશે જે  નાની મોટી પીડા અને ક્લેશ આપી વધુ ખર્ચ કરાવે ધન ની અછત ઊભી કરી શકે

 વર્ષ ની શરૂઆત માં કુંભ રાશિ નો શનિ તમારી રાશિ થી  ત્રીજા પરાક્રમ સ્થાને રહેશે વેપાર ધંધા નોકરીમાં  સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત કરવશે  આકસ્મિક ધન પ્રાપ્તિ કરાવે  તમારી જીવનશૈલીમાં પરિવર્તન આવશે  સારો ધન લાભ થાય તેમજ કાર્યો માં સફળતા પ્રાપ્ત થાય  સમાજ માં પ્રતિષ્ઠા વધે

તા. ૨૯-૦૩-૨૫થી શનિ તમારી રાશિ થી ચોથા સુખસ્યાને આવશે જે માતા- પિત  સાથે અણબનાવ  ઊભો કરે નહિ તેની કાળજી રાખવી , આર્થિક, માનસિક અને શારીરિક તકલીફોનો  એકાએક સામનો કરવો પડે. શેર-સટ્ટાકીય  કાર્યોથી દૂર રહેવું નુકશાની વેઠવી પડે

સ્ત્રીઓ માટે : આ વર્ષની શરૂઆત ઘણી શુભ થાય  સામાજિક કાર્યો  માં યશ નામ થાય  નોકરિયાત બહેનો ને કાર્ય સિદ્ધિ અને ધન પ્રાપ્તિ ના યોગ રહે , ૨૯ માર્ચ ૨૦૨૫ પછી નબળો સમય રહે ત્યારબાદ સમય શાંતિ થી પસાર કરવો ખર્ચ પર કાબૂ રાખવો.

વિદ્યાર્થીઓ માટે: આ વર્ષ શરૂઆત માં  મિશ્ર ફળદાયી ગણાય પરંતુ માર્ચ ૨૦૨૫ થી  ઉત્તમ સમય શરૂ થશે જે અભ્યાસ માં સફળતા તેમજ અભ્યાસ અંગે વિદેશ જવામાં સફળતા મળે

New year Jyotish :  મકર રાશિ

New year Jyotish

વિક્રમ સંવત ૨૦૮૧ ના  વર્ષની શરૂઆતમાં વૃષભ નો  ગુરુ તમારી રાશિ થી પાંચમા ભાવે ભ્રમણ કરશે જે નોકરી તેમજ વ્યવસાય માં કાર્ય સફળતા અને ધન પ્રાપ્તિ ના યોગ ઊભા કરશે  જીવન માં  સુખ સફળતા મળે  સંતાનો ના પ્રશ્નો હલ થાય  નોકરીમાં પ્રમોશનના યોગ થાય વિદેશ જવાનું સપનું પૂરું થાય

તા. ૧૪-૫-૨૦૨૫થી મિથુન રાશિ નો ગુરુ તમારી રાશિ થી  છઠ્ઠા  રોગ-શત્રુભાવે આવરો જે   શારીરિક સમસ્યા  તેમજ  અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસ ઘાત ના યોગ બનાવે નોકરી વ્યવસાયમાં તકરારથી બચવું આવક ઘટે

૧૮-૧૦ -૨૦૨૫થી  કર્ક રાશિ નો ગુરુ તમારી રાશિ થી સાતમા ભાવે આવતા  કાર્ય સફળતા ના યોગ શરૂ થશે દામ્પત્યજીવનમાં મધુરતા આવે નોકરી માં નવી તક મળે  એકંદરે સમય ખૂબ જ અનુકૂળ બની જાય

વર્ષની શરૂઆતમાં કુંભ નો  શનિ તમારી રાશિ થી બીજા ધનભાવે ભ્રમણ કરે છે  અહીં તમારે સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થાય છે જે  શારીરિક -માનસિક ચિંતા  બેચેની આપે  તમારે અનેક તકલીફોનો સામનો કરવી પડે ઉતરતી પનોતી  માં ધીરજ પૂર્વક સમય પસાર કરવો મોટા સાહસ કે મોટા ખર્ચ થી બચવું કોઈની સાથે તકરાર કે કોર્ટ કચેરીમાં ઉતરવું નહીં પનોતી નો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે

તા. ૨૯-૦૩-૨૦૨૫થી શનિ તમારી રાશિ થી ત્રીજા પરાક્રમ સ્થાને આવશે. તમને પનોતીમાંથી મુક્તિનો અહેસાસ થશે રોકાયેલા કાર્યો પૂરા થશે  લોકો તરફથી સારો પ્રતિસાદ અને સપોર્ટ મળશે  ફરી સાહસિક કર્યો દ્વારા પ્રગતિ  થશે  વેપાર ધંધા નોકરીમાં ધન લાગતા યોગ ઊભા થશે એકંદરે સારી સફળતા મળે યશ નામ મળે

સ્ત્રીઓ માટે : આ વર્ષ  શરૂઆત એ બેચેની ચિંતા અને  તકલીફો લાવનારું બને. પરંતુ માર્ચ ૨૦૨૫  થી તમામ સમસ્યાઓનો અંત આવે સારા ધન યોગ ઉભા થાય ક્લેશ  દૂર થાય રોકાયેલા કાર્યો પૂરા થતા જણાય

વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ ની શરૂઆત ઉત્તમ થવાની છે સફળતા મળશે થોડું  પરિશ્રમ કરવાવાળું  વર્ષ ગણાય માર્ચ ૨૦૨૫ બાદ ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ માટે તમારે કમર કસવી પડશેખૂબ  વધુ મહેનત  બાદ સફળતા મેળવી શકશો વર્ષના અંતમાં થોડી કઠિનાઈ ઊભી થઈ શકે

New year Jyotish :  કુંભ રાશિ

New year Jyotish

વિક્રમ સંવત ૨૦૮૧ના વર્ષની શરૂઆતમાં  વૃષભ રાશિ નો ગુરુ   તમારી રાશિથી ચોથા ભાવે  ભ્રમણ કરશે  જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભના યોગ ઊભા કરે સફળતા પ્રાપ્તિ કરાવે કૌટુંબિક જીવનમાં પણ ખૂબ લાભ કરાવે જમીન મિલકત પ્રોપર્ટીના લાભ કરાવે

તા. ૧૪-૫-૨૦૨૫થી ગુરૂ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં આવરો જે સુખ સફળતાના યોગ ઊભા કરે સંતાન પ્રાપ્તિના યોગ થાય બાળકોના પ્રશ્નો પુરા થાય  ધાર્મિક યાત્રા મુસાફરીના યોગ  બને 

તા ૧૮-૧૦-૨૦૨૫થી ગુરુ તમારી રાશિથી  છઠ્ઠા  રોગ શત્રુ સ્થાને આવરો,  જે નાની મોટી શારીરિક સમસ્યા ઊભી કરે ધંધામાં નાની મોટી તકલીફ કે રૂકાવટ આવે નોકરીમાં કઠિનાઈ નો સામનો કરવો પડે લાંબા પ્રવાસ કાર્ડમાં ખાવા પીવામાં ધ્યાન રાખવું વાદવિવાદથી બચવું કોર્ટ કચેરી થી દુર રહેવું

વર્ષની શરૂઆતમાં કુંભ ના  શનિ થી પનોતીનો બીજો  તબક્કો તાંબાના પાપે  છાતી પરથી પસાર થશે જે  વેપાર ધંધા નોકરી માટે લક્ષ્મી દાયક કે ધન દાયક ગણી  પરંતુ પનોતી હોવાથી શારીરિક માનસિક ચિંતા અને બેચેની સમય સમયે રહ્યા કરે  રોકાયેલા કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળે  પનોતી નો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે

તા. ૨૯-૦૩-૨૫ થી શત્તિ તમારી રાશિ થી  બીજા ધન ભાવે આવશે. અહીં તમારી સાડાસાતી પનીતીનો ત્રીજો અને છેલ્લો તઠાલકો રૂપાના પાયે પગ પરથી પસાર થવાનો છે જે પણ એકંદરે લાભદાયી રહેશે રોકાયેલા કાર્યોમાં સફળતા અપાવશે વારસાગત લાભ અપાવે જમીન મકાન પ્રોપર્ટી થી ધન  લાભ થાય શનિ ઉપાસના શરૂ રાખવી વધુ ખર્ચને કારણે નાણાંકીય ખેંચ વધતી જણાય જેથી ખર્ચ પર કાબુ રાખવો

સ્ત્રીઓ માટે :- સ્ત્રીઓ માટે આ વર્ષે માનસિક શારીરિક રીતે મધ્યમ ગણાય

પરંતુ આર્થિક અને સુખની દ્રષ્ટિએ સારું ગણાય પનોતી હોવા છતાં પણ ઘણા લાભ મળશે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના શરૂ રાખવી તેનાથી કૌટુંબિક સુખ અને ધનની પ્રાપ્તિ થશે શારીરિક સમસ્યા દૂર થશે

 વિદ્યાર્થીનો માટે : આ વર્ષ એકંદરે વધુ મહેનત બાદ જ સફળતા એવું નિશ્ચિત સ્થળ આપશે ઓછી મહેનત કરશો તો પરિણામ નબળું આવી શકે છે પાસ થવામાં મુશ્કેલી નહીં રહે પરંતુ માર્ક ઓછા રહેશે ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવામાં કઠિનાઈથી સફળતા મળે એકંદરે વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતા મળે

New year Jyotish :  મીન રાશિ

New year Jyotish

વિક્રમ સંવત ૨૦૮૧ ના  વર્ષની શરૂઆતમાં વૃષભ નો  ગુરુ તમારી રાશિ થી  ત્રીજા  ભાવે ભ્રમણ કરે છે જેથી નોકરી વ્યવસાયમાં સ્થળ પરિવર્તનના યોગ બને નાનો મોટો ફ્લેશ થાય  થોડી ઘણી આર્થિક સમસ્યા ઊભી થાય

 તા. ૧૪-૦૫-૨૦૨૫થી  મિથુન રાશિ નો ગુરુ  તમારી રાશિથી ચોથા સુખ ભાવમાંથી  ભ્રમણ કરશે જે  વેપાર ધંધા નોકરીમાં ધનલાભનું સૂચન કરે છે આવકમાં વધારો થશે માલ મિલકત વધશે મકાન વાહન ગાડી સુખ વધશે વૈભવ માં વધારો થઈ શકે યસ પ્રતિષ્ઠા ની પ્રાપ્તિ કરાવે

 તા.૧૮-૧૦-૨૦૨૫ થી કર્ક નો ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવે પસાર થશે જે  પણ તમામ ક્ષેત્રમાં મોટી સફળતાના યોગ ઉભા કરે મોટા ધનલાભ થાય સમાજમાં યસ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય સંતાનોના પ્રશ્નો હાલ થાય શુભ અને માંગલિક પ્રસંગો આવે યાત્રા પ્રવાસ કે ધાર્મિક કાર્યોના યોગ બને

 વર્ષની શરૂઆતમાં કુંભ નો શનિ તમારા બારમા વ્યયસ્થાને આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાસે માંથા પરથી પસાર થાય છે  જે માનસિક ચિંતા અને બેચેની ઉપજાવી વેપાર ધંધા નોકરીમાં નાની મોટી સમસ્યા આપે પનોતી નો સમય હોવાથી હનુમાનજીની ઉપાસના કરવી શનિદેવની ઉપાસના કરવી સમય શાંતિથી પસાર કરવો ખૂબ મોટા સાહસો થી બચવું ઉતાવળિયા નિર્ણયો ના લેવા

તા.૨૯-૦૩-૨૫થી શનિ મીન રાશિમાં પ્રવેશ કરતા તમારી રાશિમાં આવશે. અહીં સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી પરથી પસાર થશે. અહીં તમે કર્મને ધર્મ માનીને  સંયમ પૂર્વક કાર્ય કરશો તો મુશ્કેલી ઓછી રહેશે ખૂબ મોટા સાહસો થી બચવું શાંતિથી સમય પસાર કરવો ખર્ચ પર કાબુ રાખવો થોડી ઘણી કસોટી નો સમય ગણી શકાય શની ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરશો તો સુડીનો ઘા સોય થી ટડી જશે શનિદેવ કાર્ય અનુસાર ફળ આપતા દેવ છે કોઈનું  અહિત  નહીં કરો ઉત્તમ કાર્ય કરશો તો નુકસાન નહીં થાય આ સમય પણ શાંતિથી પસાર થશે આ જ સમયમાં ગુરુ પોઝિટિવ છે જેથી તકલીફ ઓછામાં ઓછી પડશે

સ્ત્રીઓ માટે : આર્થિક શારીરિક રીતે લાભપ્રદ રહે પરંતુ માનસિક ચિંતા અને બેચરની રહ્યા કરે તેમણે પણ શનિ ઉપાસના હનુમાનજીની ઉપાસના કરવી જરૂરી કૌટુંબી ક્લેશથી દૂર રહેવું કચેરીથી બચવું. ખર્ચ પર કાબુ રાખવો. મિશ્ર ફળ ગણી શકાય કૌટુંબિક તકલીફો કે મનદુઃખના પ્રસંગો બને માનસિક શાંતિ રાખવી

 વિદ્યાર્થીઓ માટે  : આ વર્ષ  શરૂઆતની કઠિનાઈ બાદ સફળતા આપતું વર્ષ ગણી શકાય પરંતુ આ વર્ષ થોડી ઘણી વધુ મહેનત માગી લે તે પ્રમાણે મહેનત કરશો તો ચોક્કસ સારું પરિણામ મળશે શનિ ક્યારે પણ વિદ્યાર્થીઓને પનોતીમાં નડતો નથી કોઈ પણ શંકા રાખવી નહીં

તેમ છતાં પણ માનસિક ચિંતા રહેતી હોય તો શનિદેવ અને હનુમાનજીના દર્શન કરવા અને હનુમાન ચાલીસા કરવા  ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જેવું હોય તો ઉતાવળિયા નિર્ણય ન લેવા ધીમે ધીમે પ્રયત્ન કરવા સફળતા પ્રાપ્ત થશે

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો