New Rules: FASTag, સિલિન્ડરની કિંમત, સોનું કરમુક્ત અને SBI ડેબિટ કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર

0
382
New Rules: FASTag, સિલિન્ડરની કિંમત અને SBI ડેબિટ કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર
New Rules: FASTag, સિલિન્ડરની કિંમત અને SBI ડેબિટ કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર

New Rules – 1st April: એવા ઘણા ફેરફારો 1લી એપ્રિલથી અમલમાં આવ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જેમાં ગેસના ભાવમાં ફેરફાર, ફાસ્ટ ટેગના નવા નિયમો, કેટલાક મહત્વપૂણ ક્રેડિટ કાર્ડમાં ફેરફારનો સમાવેશ થાય છે. અહીં આપણે આવા ફેરફારો વિશે જાણીશું.

New Rules From 1st April:

 New Rules From 1st April
New Rules From 1st April

કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો

19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ સ્થાનિક એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 1st April થી દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1,764.50 રૂપિયા, કોલકાતામાં 1,879 રૂપિયા, મુંબઈમાં 1717.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1930 રૂપિયા થઈ ગઈ છે.

New Rules : FASTag ના નવા નિયમો

જો તમે તમારી કારનું FASTag KYC બેંકમાં કરાવ્યું નથી, તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બેંકોએ KYC કરાવવાની છેલ્લી તારીખ 31મી માર્ચ રાખી હતી. મતલબ કે જો તમારી પાસે KYC નથી તો તમારે ટોલ ટેક્સમાં બમણી રકમ રોકડમાં ચૂકવવી પડશે.

New Rules: SBI ડેબિટ કાર્ડ ફી

SBIએ ડેબિટ કાર્ડની મેન્ટેનન્સ ફીમાં 75 રૂપિયાનો વધારો કર્યો છે. આ નિયમ (New Rules) પણ 1st April લાગુ થઈ ગયો છે.

કેટલાક ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર

SBI ક્રેડિટ કાર્ડે તેની રિવોર્ડ પોઈન્ટ એક્રુઅલ પોલિસીમાં ફેરફાર કર્યો છે. વાસ્તવમાં, હવે એકત્રિત કરેલા પોઈન્ટનો ઉપયોગ ભાડાની ચૂકવણી માટે થઈ શકશે નહીં. આ SBI દ્વારા જારી કરાયેલા તમામ ક્રેડિટ કાર્ડને અસર કરશે.

ICICI બેંકે તેના ક્રેડિટ કાર્ડ્સમાં એરપોર્ટ લાઉન્જ એક્સેસના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકોએ અગાઉના ક્વાર્ટરમાં તેમના ક્રેડિટ કાર્ડ પર ઓછામાં ઓછા રૂ. 35,000 ખર્ચવા પડશે, તો જ તેમને લાઉન્જમાં પ્રવેશ મળશે. તેવી જ રીતે યસ બેંકે પણ આ મર્યાદા વધારીને 10,000 રૂપિયા કરી છે.

મ્યુચ્યુઅલ ફંડ | Mutual Funds

1 એપ્રિલથી, જે રોકાણકારોએ તેમનું KYC ફરીથી કરાવ્યું નથી તેમને MF વ્યવહારો કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આમાં SIP, SWP અને રિડેમ્પશનનો સમાવેશ થાય છે.

NPS માં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન

PFRDA એ 1 એપ્રિલથી નેશનલ પેન્શન સ્કીમમાં સુરક્ષા વધારવા માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન લાગુ કર્યું છે. હવે CRA સિસ્ટમ એક્સેસ હેઠળ, પાસવર્ડ સિવાય, આધાર આધારિત વેરિફિકેશન પણ થશે. મતલબ કે હવે આધારમાં નોંધાયેલા નંબર પર OTP માટેનો મેસેજ પણ મોકલવામાં આવશે.

સોનું કરમુક્ત

1 એપ્રિલથી, તમારે ભૌતિક સોનાને ઈ-ગોલ્ડમાં અથવા ઈ-ગોલ્ડને ભૌતિક સોનામાં રૂપાંતર કરવા માટે કોઈ મૂડી લાભ કર ચૂકવવો પડશે નહીં. મતલબ કે હવે સોનું મોંઘુ થઈ રહ્યું છે તેવી કહેવત પણ ખતમ થઈ જશે અને ગ્રાહકોને સોના પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન મળશે. જો કે, તમે રૂપાંતર પછી તેને વેચો છો, તો તમારે LTCG નિયમો અનુસાર ટેક્સ ચૂકવવો પડશે.

લક્ઝરી કાર ખરીદવી મોંઘી

ભારત સરકારે દેશમાં પહેલાથી જ BS-6 એન્જિન લાગુ કરી દીધું છે. જેનો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે અને બીજા તબક્કામાં સંક્રમણ સાથે ઓટો કંપનીઓ પર બોજ વધી રહ્યો છે. તેથી, તે તેનો બોજ ગ્રાહકોમાં વહેંચી રહી છે.

આ માટે, જો તમે 1 એપ્રિલ પછી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા ખિસ્સા પર વધુ બોજ પડશે. હોન્ડા, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ જેવી કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓ 1 એપ્રિલથી તેમના વાહનોના વિવિધ વેરિઅન્ટની કિંમતો વધારવા જઈ રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો