New rules 2024: આજના ટેક્નોલૉજી યુગમાં ડીપફેક અને AI દ્વારા થતાં ફ્રૌડ અને ગેરરીતિઓનાં કારણે સરકાર દ્વારા અનેક કાયદામાં ફેરફાર લાવી રહી છે. ત્યારે 1 જાન્યુઆરી, 2024 (New rules 2024) થી, મોબાઇલ ફોન યુઝર્સે નવા સિમ કાર્ડ માટે બાયોમેટ્રિક વિગતો આપવી પડશે. આ સાથે જ ગૂગલજીમેલ (Gmail Account) એકાઉન્ટ અને પર્સનલ જીમેલ એકાઉન્ટ પર નવા નિયમો લાગુ થશે. લોકર કરાર 31 ડિસેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે. આ સિવાય ઘણા UPI ID બંધ કરવામાં આવી રહ્યા છે.
જો તમે મોબાઈલનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે 1 જાન્યુઆરી, 2024 થી, 5 મોટા ફેરફારો (New rules 2024) થઈ રહ્યા છે, જેની સીધી અસર મોબાઈલ યુઝર્સ પર પડશે. આવી સ્થિતિમાં તમારે 31 ડિસેમ્બર પહેલા તમામ કામ પૂર્ણ કરી લેવા જોઈએ. અન્યથા તમે મોબાઈલ ફોન દ્વારા UPI પેમેન્ટ કરી શકશો નહીં. તેમજ સિમ કાર્ડ બ્લોક થઈ શકે છે. મતલબ કે એક રીતે તમારો ફોન એક ડબ્બો બની જશે.
1. UPI પેમેન્ટ થઈ જશે બંધ (New rules 2024)
જો તમે એક વર્ષ કે તેથી વધુ સમયથી UPI ID નો ઉપયોગ કર્યો નથી, તો તમારું UPI ID 31 ડિસેમ્બર, 2023 પછી નિષ્ક્રિય થઈ જશે.આનો અર્થ એ છે કે 1 જાન્યુઆરી, 2023 થી, તમે Google Pay, Phone Pay અને Paytmજેવી UPI ચૂકવણીનો ઉપયોગ કરી શકશો નહીં.તેનાથી બચવા માટેતે યુપીઆઈ આઈડી 31 ડિસેમ્બર સુધી તમારે તે ID પરથી ટ્રાજેકશન કરવું પડશે.
2. જીમેલ (GmailAccount) એકાઉન્ટ બંધથઈ જશે
જીમેલ એકાઉન્ટ (GmailAccount)કે જેનો ઉપયોગ એક કે બે વર્ષથી કરવામાં આવ્યો નથી. ગૂગલ આવા તમામ જીમેલ એકાઉન્ટ બંધ કરી દેશે.
નવો નિયમ વ્યક્તિગત જીમેલ એકાઉન્ટ પર જ લાગુ થશે. જ્યારે નવો નિયમ શાળાઓ અને બિઝનેસ એકાઉન્ટ પર લાગુ થશે નહીં. આવી સ્થિતિમાં, જો તમે જુના જીમેલ એકાઉન્ટ(GmailAccount)નો ઉપયોગ કર્યો નથી, તો તેને સક્રિય રાખવાની સલાહ છે.
3. નવા વર્ષથી નવા સિમ કાર્ડમાટે કડક નિયમો
નવા વર્ષથી સિમ કાર્ડ (SIM card) મેળવવું મુશ્કેલ બનશે, કારણ કે સરકાર નવા નિયમો લાગુ કરી રહી છે, જેના કારણે નવું સિમ લેતી વખતે બાયોમેટ્રિક વિગતો (biometric details) આપવી પડશે. આ બિલ રાજ્યસભા (RajyaSabha) અને લોકસભા (LokSabha) માં પસાર થઈ ચૂક્યું છે. આ પછી બિલ હવે નવા વર્ષથી કાયદાનું રૂપ લઈ લશે.
4. ડિમેટ ખાતા (Demat Account) માં નોમિની અપડેટ જરૂરી
ડીમેટઅકાઉન્ટ હોલ્ડારે 31મી ડિસેમ્બર સુધીમાં નોમિનીની માહિતી અપડેટ કરવાની રહેશે. અગાઉ આ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર હતી, જેને ત્રણ મહિના વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે.
5. લોકર એગ્રીમેન્ટ અપડેટ કરાવવું જરૂરી (New rules 2024)
ભારતીય રિઝર્વ બેંકે (RBI) 31 ડિસેમ્બર 2023 સુધીમાં લોકર કરાર (locker agreement)નું નવીકરણ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.તમને જણાવી દઈએ કે લોકરનો નવો નિયમ (new locker rule) નવા વર્ષથી લાગુ થવાનો છે.આવી સ્થિતિમાં તમારે 31 ડિસેમ્બર સુધીમાં લૉકરની મંજૂરી આપવી પડશે.અન્યથા તમે તમારા લોકરનો ઉપયોગ કરી શકશો નહીં.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો