New Election Chief for Gujarat:રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થાય તે પહેલાં વહીવટી સ્તરે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) તરીકે ફેરફાર કરવામાં આવ્યો છે.
New Election Chief for Gujarat:IAS સંદીપ સાંગલે સંભાળશે રાજ્યની ચૂંટણીની કમાન

2007 બેચના અનુભવી IAS અધિકારી સંદીપ સાંગલેની નિમણૂક ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કરવામાં આવી છે. તેઓ અત્યાર સુધી આ પદ પર કાર્યરત હારિત શુક્લાનું સ્થાન લેશે.
New Election Chief for Gujarat:નિયુક્તિની મુખ્ય વિગતો:

- કાયદાકીય જોગવાઈ: આ નિમણૂક ‘Representation of the People Act, 1950’ ની કલમ 13A હેઠળ કરવામાં આવી છે.
- મુખ્ય જવાબદારીઓ: નવા CEO તરીકે સંદીપ સાંગલે હવે રાજ્યમાં મતદાર યાદી સુધારણા, આગામી ચૂંટણીઓનું આયોજન અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સંકલનની જવાબદારી નિભાવશે.
- સમયગાળો: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે, ત્યારે આ ફેરબદલ વહીવટી ગતિશીલતા અને પારદર્શિતા લાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વહીવટી તજજ્ઞોનું માનવું છે કે, ચૂંટણી તંત્રમાં આ ફેરફારથી આગામી સમયમાં યોજાનારી વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓમાં નવી ઉર્જા અને સચોટતા જોવા મળશે.
સત્તાવાર નોટિફિકેશન જાહેર થતાની સાથે જ સંદીપ સાંગલે પોતાનો કાર્યભાર સંભાળશે.
આ પણ વાંચો :ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: IAS કેડરની સંખ્યા 313થી વધારીને 328 કરાઈ, કેન્દ્ર સરકારનું નોટિફિકેશન




